ETV Bharat / city

વિચિત્ર આત્મહત્યા: યુવક રેલ્વે ટ્રેક પર ગરદન મૂકી સૂઈ ગયો, ટ્રેન ફરી વળતા ધડથી માથું અલગ થયુ

author img

By

Published : Nov 7, 2021, 4:40 PM IST

દિવાળી અને નવા વર્ષની ઉજવણીની લોકો તૈયારી કરી રહ્યાં હતાં, ત્યાં બીજી તરફ 22 વર્ષીય યુવાને રેલવે ટ્રેક પર ગરદન મૂકી આત્મહત્યા (suicide on railway track) કરી લીધી હતી. બનાવની જાણ વડોદરા માંજલપુર પોલીસને કરાતા તાત્કાલીક સ્થળ પર પહોંચ્યાં હતા. જ્યાં યુવાનનું ધડથી માથું અલગ થઇ ગયેલુ જોઇ પોલીસ પણ ચોંકી ઉઠી હતી.

વિચિત્ર આત્મહત્યા: યુવક રેલ્વે ટ્રેક પર ગરદન મૂકી સૂઈ ગયો, ટ્રેન ફરી વળતા ધડથી માથું અલગ થયુ
વિચિત્ર આત્મહત્યા: યુવક રેલ્વે ટ્રેક પર ગરદન મૂકી સૂઈ ગયો, ટ્રેન ફરી વળતા ધડથી માથું અલગ થયુ

  • ધોળા દિવસે યુવકે આત્મહત્યા કરી લેતા ચકચાર
  • વડસર બ્રિજથી માંજલપુર તરફના રેલવે ટ્રેક પર બનેલી ઘટના
  • પરિવારજનો અને મિત્રોની પુછતાછ

વડોદરા: શહેરના વડસર વિસ્તારમાં આવેલા શ્રમજીવી વસાહત ખાતે રહેતો 22 વર્ષીય વાસુ પટેલ એમ.એસ.યુનિ.માં NSUIનો ભૂતપૂર્વ સી.આર રહીં ચૂક્યો છે. દિવાળીની ઉજવણીને લઇ વાસુ આગલી રાત્રે ખૂબ ખુશ હતો અને રાત્રે તેના પરિવારજનો-મિત્રો સાથે હસી ખુશીથી વાતો કરી હોવાનું પોલીસની પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે.

ગરદન મૂકી દીધી હોય તેવી હાલતમાં મૃતદેહ

જોકે બીજી દિવસે એટલે કે 4 નવેમ્બર દિવાળીના દિવસે જ એકા-એક બપોરના દોઢ વાગ્યાની આસપાસ વાસુ વડસર બ્રિજથી માંજલપુર તરફના રેલવે ટ્રેક ઉપર પહોંચ્યો હતો. આત્મહત્યા (suicide on railway track) કરવા તેણે રેલવે ટ્રેક ઉપર જાણે ગરદન મૂકી દીધી હોય તેવી હાલતમાં તેનો મૃતદેહ મળી આવ્યો હતો.

પોલીસ પણ ચોંકી ઉઠી

વાસુના ગળાના ભાગેથી ટ્રેન ફરી વળતા તેના ઘડથી માથુ અલગ થઇ ગયું હતુ. બનાવ અંગે રેલવે પોલીસે માંજલપુર પોલીસને જાણ કરી હતી. જેથી માંજલપુર પોલીસનો સ્ટાફ તાત્કાલીક બપોરના સમયે સ્થળ ઉપર પહોંચી ગયો હતો. જ્યાં યુવાનનો મૃતદેહ જોઇ એક તબક્કે પોલીસ પણ ચોંકી ઉઠી હતી, પરંતુ યુવાને કયા કારણોસર અચાનક આપઘાત કરવાનુ પગલું ભર્યું તે અંગે હજી સુધી કોઇ ચોક્કસ કારણ જાણવા મળ્યું નથી.

પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો

22 વર્ષીય યુવાનની આત્મહત્યાનેે લઇ પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. યુવાનના મૃતદેહનુ પોસ્ટ મોર્ટમ કરાવ્યાં બાદ તેના પરિવારને સોંપી દેવામાં આવ્યો છે. જેથી હવે પોલીસે આ મામલે યુવાનના પરિવારજનો તેમજ તેના મિત્રોની પુછપરછ કરી આત્મહત્યા પાછળનું ચોક્કસ કારણ જાણવા કવાયત શરૂ કરશે.

આ પણ વાંચો: ગુજસીટોકના આરોપીને પકડવા ગયેલી પોલીસના ગોળીબારમાં આરોપી અને તેના પુત્રનું મોત

આ પણ વાંચો: door to door vaccine: દિવાળીની રજા બાદ વેક્સિનેશનની કાર્યવાહી પુન: શરૂ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.