ETV Bharat / city

ગુજરાત અને રાજસ્થાનમાં ભારે વરસાદને લઇને વડોદરા NDRFની 10 ટીમો તૈનાત

author img

By

Published : Jul 15, 2021, 5:02 PM IST

ચોમાસુ આફતોને લઈને વડોદરા સ્થિત NDRFની 6 ઠ્ઠી બટાલિયન દ્વારા 10 ટીમો આગોતરી તૈનાત કરવામાં આવી છે. જે ટીમ ગુજરાતના 8 જિલ્લામાં અને રાજેસ્થાનના 2 જિલ્લામાં ખડે પગે રહેશ અને સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટરની સૂચનાઓ પ્રમાણે મુશ્કેલી વાળા વિસ્તારોમાં કામ કરશે.

ગુજરાત અને રાજસ્થાનમાં ભારે વરસાદને લઇને વડોદરા NDRFની 10 ટીમો તૈનાત
ગુજરાત અને રાજસ્થાનમાં ભારે વરસાદને લઇને વડોદરા NDRFની 10 ટીમો તૈનાત

  • આગામી ચોમાસુ આફતો સમયે બચાવ કામગીરી માટે વડોદરા NDRFની 10 ટિમો તૈનાત કરાઈ
  • રાજ્યના 8 જિલ્લા અને રાજસ્થાનના 2 જિલ્લામાં સાધન સુસજ્જ ટીમો ખડેપગે રહેશે
  • એક ટીમમાં 25 તાલીમબદ્ધ જવાનો કાર્યરત રહેશે

વડોદરા: ચોમાસું આફતો સમયે બચાવ કામગીરી માટે વડોદરા સ્થિત NDRFની 6 ઠ્ઠી બટાલિયન દ્વારા 10 ટીમો આગોતરી તૈનાત કરવામાં આવી છે. જે ગુજરાતના 8 જિલ્લાઓ અને રાજસ્થાનના 2 જિલ્લાઓમાં આ સાધન સજ ટીમો ખડે પગે રહેશે. 8 ટીમો સુરત, વલસાડ, નવસારી, સોમનાથ, રાજકોટ, કચ્છ, જૂનાગઢ અને મોરબી જિલ્લામાં આગોતરી મુકવામા આવી છે.

ગુજરાત અને રાજસ્થાનમાં ભારે વરસાદને લઇને વડોદરા NDRFની 10 ટીમો તૈનાત
ગુજરાત અને રાજસ્થાનમાં ભારે વરસાદને લઇને વડોદરા NDRFની 10 ટીમો તૈનાત

NDRFની છટ્ઠી બટાલિયન વડોદરા નજીક જરોદમાં કાર્યરત

રાષ્ટ્રીય આપદા પ્રબંધન દળ એટલે કે, NDRFની છટ્ઠી બટાલિયન વડોદરા નજીક જરોદમાં કાર્યરત છે અને તમામ પ્રકારની કુદરતી આફતો અને અકસ્માતો તેમજ દુર્ઘટનાઓ પ્રસંગે જાનમાલના બચાવની અદ્યતન તાલીમ અને સાધનોથી સજ્જ છે. આ દળ રાજ્ય સરકારના આપદા પ્રબંધન વિભાગ સાથે સંકલન જાળવીને આફતના પ્રસંગે બચાવ અને રાહતની અસરકારક કામગીરી કરે છે. તાજેતરમાં તૈઉતે વાવાઝોડાની આફત પ્રસંગે અહીંની ટીમોએ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના જિલ્લાઓમાં પ્રભાવક સેવાઓ આપી હતી. આફતો સમયે આ NDRFની છટ્ઠી બટાલિયનની ટીમો સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટરની સૂચનાઓ પ્રમાણે મુશ્કેલી વાળા વિસ્તારોમાં કામ કરશે.

ગુજરાત અને રાજસ્થાનમાં ભારે વરસાદને લઇને વડોદરા NDRFની 10 ટીમો તૈનાત
ગુજરાત અને રાજસ્થાનમાં ભારે વરસાદને લઇને વડોદરા NDRFની 10 ટીમો તૈનાત

આ પણ વાંચો: કોરોના ઇફેક્ટઃ રાજ્યમાં લોકજાગૃતિ માટે NDRFની 9 ટીમ તૈનાત કરાઈ

કુલ 10 ટીમો આગોતરી તૈનાત કરાઇ

વડોદરા ખાતેની 6 ઠ્ઠી બટાલિયનના નાયબ સેનાપતિ અનુપમે જણાવ્યું કે, આગામી ચોમાસાને અનુલક્ષીને રાજ્ય સરકારના આપદા પ્રબંધન વિભાગ સાથે પરામર્શથી દળ દ્વારા ગુજરાત રાજ્યના 8 જિલ્લાઓમાં અને રાજસ્થાનના 2 જિલ્લાઓમાં કુલ 10 ટીમો આગોતરી તૈનાત કરવામાં આવી છે. આ પ્રત્યેક ટીમમાં 25 તાલીમબદ્ધ અને બચાવ રાહતમાં કુશળ જવાનો રાખવામાં આવ્યાં છે. જે વાવાઝોડું અને પૂર જેવી આફતોમાં લોકોને ઉગારવા અને ખસેડવા, સલામત સ્થળે આશ્રય આપવાની કુશળતા ધરાવે છે.

આ પણ વાંચો: NDRFની ટીમે રેલી દ્વારા કોરોના મામલે જનજાગૃતિનો સંદેશ આપ્યો

રેસ્ક્યૂ માટે ઈનફ્લેટેબલ બોટસ જેવી અદ્યતન સાધન સામગ્રીથી સજ્જ

8 ટીમો રાજ્યના સુરત, વલસાડ, નવસારી, સોમનાથ, રાજકોટ, કચ્છ, જૂનાગઢ અને મોરબી જિલ્લાઓમાં આગોતરી મૂકી દેવામાં આવી છે. આફતો સમયે આ ટીમો સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટરની સૂચનાઓ પ્રમાણે મુશ્કેલી વાળા વિસ્તારોમાં કામ કરશે. આગોતરી સાવચેતી હેઠળ કરવામાં આવેલું આયોજન છે. આ ટીમો આફત પ્રસંગે સંદેશા વ્યવહાર માટેના જરૂરી સાધનો અને ઉપકરણો, પ્રાથમિક સારવાર માટે જરૂરી તબીબી સાધન સામગ્રી, બોટ્સ, લાઇફ જેકેટ્સ, લાઇફ બોયા, કાટમાળ હટાવી બચાવ કરવા માટે કોંક્રિટ કટર્સ, સર્ચ માટેના સાધનો, ફ્લડ રેસ્ક્યૂ માટે ઈનફ્લેટેબલ બોટસ જેવી અદ્યતન સાધન સામગ્રીથી સજ્જ છે. બે ટીમો વડોદરાથી રાજસ્થાનના કોટા અને ઉદયપુર જિલ્લાઓમાં તૈનાત કરવામાં આવી છે. આ ઉપરાંત બટાલિયન પાસે અનામત ટીમોની વ્યવસ્થા રહે છે અને જરૂર મુજબ ટીમના સદસ્યોનું વિભાજન કરીને નવી ટીમોની રચના જરૂરિયાત પ્રમાણે કરવામાં આવે છે. અમે લોકોને આફતમાંથી સહીસલામત ઉગારવા હંમેશા સતર્ક અને સજ્જ રહે છે એવું અનુપમનું કહેવું છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.