ETV Bharat / city

જીવનથી કંટાળીને એક મહિલા ડોક્ટરે માતા અને બહેનની હત્યા કરી, આત્મહત્યા કરવાનો પ્રયાસ કર્યો

author img

By

Published : Aug 23, 2021, 12:17 PM IST

Updated : Aug 23, 2021, 12:55 PM IST

ગુજરાતના સુરતમાંથી એક ચોકાવનારો કિસ્સો સામે આવ્યો છે. એક મહિલા ડોક્ટરે પોતાના જીવનથી કંટાળી પોતાની મતાની અને બહેનની હત્યા કરી આત્મહત્યા કરવાનો પ્રયાસ કર્યો હતો.

  • મહિલા ડોક્ટરે આત્મહત્યા કરવાનો પ્રયાસ કર્યો
  • મહિલા ડોક્ટરે માતા અને બહેનને આપ્યું ડ્રગ્સનું ઇન્જેક્શન
  • પોતાના જીવનથી કંટાળી ગઈ ડોક્ટર મહિલાએ ભર્યું હતુ આ પગલું

સુરત: ગુજરાતમાં એક મહિલા ડોક્ટરે આત્મહત્યા કરવાનો પ્રયાસ કર્યો હતો. તેણે વધુ ઉઘની ગોળીઓ લેતા પહેલા તેની માતા અને બહેનને ડ્રગ્સનું ઇન્જેક્શન આપીને હત્યા કરી હતી. જ્યારે આરોપી બચી ગઇ હતી. એક પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે, ડો. દર્શના પ્રજાપતિએ શનિવારે રાત્રે કટગ્રામ વિસ્તારમાં તેની માતા મંજુલાબેન અને બહેન ફાલ્ગુનીને ડ્રગ્સનું ઇન્જેક્શન આપી દીધું હતુ, જેના કારણે રવિવારે સવારે તેમનું મૃત્યુ થયું હતું.

આ પણ વાંચો: સગા ભાઈને ફસાવવા માતા-પિતાએ પુત્રનું અપહરણનું નાટક રચ્યું

મહિલા ડોક્ટરે આત્મહત્યાનો કર્યો પ્રયાસ

પોલીસ અધિકારીએ જણાવ્યું કે, મહિલા ડોક્ટરે માતા અને બહેનને ઇન્જેક્શન આપ્યા બાદ પોતે પણ ગોળીઓ ખાઈને આત્મહત્યા કરવાનો પ્રયાસ પણ કર્યો હતો, પરંતુ તે બચી ગઈ હતી. હાલમાં તેની સિવિલ હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. ડી-ડિવિઝનના મદદનીશ પોલીસ કમિશનર (એસીપી) ડીજે ચાવડાએ જણાવ્યું હતું કે, "મંજુલાબેન અને ફાલ્ગુની બંનેનું મૃત્યુ ડ્રગ ઓવરડોઝને કારણે થયું હતું, જ્યારે ડો. દર્શના સિવિલ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે, જ્યાં પોલીસે તેનું નિવેદન નોંધ્યું હતું.

આ પણ વાંચો: સાબરકાંઠાના સંચેરી ગામની મહિલા સાથે દુરાચાર, 6 સામે નોંધાઈ ફરિયાદ

અકસ્માત સમયે ભાઈ અને ભાભી બહાર ગયા હતા

ડોક્ટર દર્શનાએ પોલીસને જણાવ્યું કે, તે પોતાના જીવનથી કંટાળી ગઈ હતી. ચાવડાએ કહ્યું, “મહિલા ડોક્ટરની માતા અને બહેન તેના પર નિર્ભર હતા, તેથી તે આત્મહત્યા કરતા પહેલા તેને મારી નાખવા માંગતી હતી. તેમને ઉઘની દવાનું ઈન્જેક્શન આપ્યું હતું. ઘટના સમયે તેનો ભાઈ અને ભાભી ઘરની બહાર હતા હાલ 'મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવ્યા છે. પોલીસે ડોક્ટરનું નિવેદન નોંધ્યું છે. વિગતવાર તપાસ ચાલી રહી છે.

Last Updated :Aug 23, 2021, 12:55 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.