ETV Bharat / city

સુરતની યુનિવર્સલ જેમ્સ 4 ટકા સુધી કમિશન મેળવી ડાયમંડ નિકાસ કરતી હોવાની આશંકા

author img

By

Published : Jun 11, 2021, 1:51 PM IST

સુરતની યુનિવર્સલ જેમ્સ 4 ટકા સુધી કમિશન મેળવી ડાયમંડ નિકાસ કરતી હોવાની આશંકા
સુરતની યુનિવર્સલ જેમ્સ 4 ટકા સુધી કમિશન મેળવી ડાયમંડ નિકાસ કરતી હોવાની આશંકા

સુરતમાં સચિન સ્પેશિયલ ઇકોનોમિક ઝોનની યુનિવર્સલ જેમ્સમાંથી ઝડપાયેલા 60 કરોડના પોલિશડ હીરાના કેસમાં ગેરકાયદે નિકાસ અને હવાલા કૌભાંડનો પર્દાફાશ થવાની સંભાવના છે. સ્પેશિયલ ઇકોનોમિક ઝોનની જેમ હોંગકોંગમાં પણ કુરિયર કંપનીઓ કમિશન પર ગેરકાયદેસર હેરફેર કરતી હોવાનું પણ જાણવા મળ્યું છે. સુરતમાં હજારોની વેપારી છે તે પૈકી માંડ 10થી 20 ટકા જ ઇમ્પોર્ટ એક્સપોર્ટ લાયસન્સ ધરાવે છે. બાકીના 80 ટકા વેપારીઓ મુંબઈ સુરતના બજારમાંથી રોકડેથી મોટા વેપારીઓ પાસે રફ ખરીદે છે

  • સુરતના હજારોના હીરાના વેપારીઓએ કે જેઓ ઇમ્પોર્ટ એક્સપોર્ટનું લાઇસન્સ ધરાવતા નથી
  • ચાર ટકા સુધી કમિશન ચૂકવી ગેરકાયદેસર નિકાસ કરતા હોવાની આશંકા
  • કુરિયર કંપનીઓ કમિશન પર ગેરકાયદેસર હેરફેર કરતી હોવાનું પણ જાણવા મળ્યું

સુરત: સચિન સ્પેશિયલ ઇકોનોમિક ઝોનની યુનિવર્સલ જેમ્સમાંથી ઝડપાયેલા 60 કરોડના પોલિશડ હીરાના કેસમાં ગેરકાયદે નિકાસ અને હવાલા કૌભાંડનો પર્દાફાશ થવાની સંભાવના છે. સુરતના હજારોના હીરાના વેપારીઓએ કે જેઓ ઇમ્પોર્ટ એક્સપોર્ટનું લાઇસન્સ ધરાવતા નથી. તેઓ સેઝની યુનિવર્સલ જેમ્સ જેવી કંપનીઓનો કુરિયર તરીકે ઉપયોગ કરી ચાર ટકા સુધી કમિશન ચૂકવી ગેરકાયદેસર નિકાસ કરતા હોવાની આશંકા છે.

10થી 20 ટકા વેપારીઓ જ ઇમ્પોર્ટ એક્સપોર્ટ લાયસન્સ ધરાવે છે

સ્પેશિયલ ઇકોનોમિક ઝોનની જેમ હોંગકોંગમાં પણ કુરિયર કંપનીઓ કમિશન પર ગેરકાયદેસર હેરફેર કરતી હોવાનું પણ જાણવા મળ્યું છે. સુરતમાં હજારોની વેપારી છે તે પૈકી માંડ 10થી 20 ટકા જ ઇમ્પોર્ટ એક્સપોર્ટ લાયસન્સ ધરાવે છે. બાકીના 80 ટકા વેપારીઓ મુંબઈ સુરતના બજારમાંથી રોકડેથી મોટા વેપારીઓ પાસે રફ ખરીદે છે અને અથવા આફ્રિકા દેશોમાંથી દુબઈના માર્ગે બે નંબરમાં રફ મંગાવે છે.

આ પણ વાંચો: આખરે 5 વર્ષ બાદ સિન્થેટિક ડાયમંડને મળી મંજૂરી, ભારત ડાયમંડ બુર્સની AGMમાં લેવાયો નિર્ણય

હીરાની કંપનીઓ મારફતે પોલિશડ ડાયમન્ડ હોંગકોંગ મોકલવાનું શરૂ કરાયું

ગયા વર્ષ સુધી રોકડામાંથી ખરીદાયેલી રફ પોલિશડ થયા બાદ મુંબઈ માર્ગે અન્ય કંપનીઓના પાર્સલ સાથે વિદેશ મોકલી દેવામાં આવતા હતા, પરંતુ ગયા વર્ષે મુંબઇ કસ્ટમે સુરત મુંબઈની ટ્રેનને અટકાવી કરોડોના પાર્સલ જપ્ત કર્યા. ત્યારબાદ તે મુંબઈનો માર્ગ બંધ થયો હતો. તેથી સુરતનાના હીરાના વેપારીઓએ સચિન સ્પેશિયલ ઇકોનોમિક ઝોનના યુનિટોને કુરિયર કંપની બનાવી છે. મીત કાછડીયાના નામે સેઝમાં શરૂ થયેલી હીરાની કંપનીઓ મારફતે પોલિશડ ડાયમન્ડ હોંગકોંગ મોકલવાનું શરૂ કરાયું છે. તે બદલ સેઝની આ કંપનીઓને 3થી 4 ટકા જેટલું કમિશન મળતું રહે છે.

આ પણ વાંચો: સુરતમાં જેમ્સ એન્ડ જ્વેલરી પ્રદર્શન ‘સ્પાર્કલ– 21’નું આયોજન કરાશે

વેપારીના પોલિશડ હીરા હોય તેને રોકડા માં જ હવાલો પાડી દે છે

DRIના સૂત્રો પાસે થી મળતી માહિતી મુજબ 1 લાખ નો માલ બિલ પર 10 હજારનો બતાવી મોકલાય છે તે લેબ્રગ્રોન હોવાનું ચોપડે દર્શાવે છે. જેથી અંડર વેલ્યુએશન અને મિસડીકલરેશન કરી માલ હોંગકોંગ પહોંચી જાય છે. હોંગકોંગ અને ચીનમાં રોકડા માં હીરા ખરીદનારા અનેક છે કે જેઓ બારોબાર માલ ખરીદી લે છે. તાજેતરમાં જ મોંઘી અને ચીનની બોર્ડર પર આવવાની રાહ પકડાયા છે હોંગકોંગમાં પોલીસ ખરીદનાર વેપારી સુરતના જે વેપારીના પોલિશ્ડ હીરા હોય તેને રોકડામાં જ હવાલો પાડી દે છે. બીજી તરફ એવા ચીનના માર્ગે યુરોપિયન દેશોમાં નિકાસ થઇ જતા હોવાનું જાણવા મળે છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.