ETV Bharat / city

Union Minister Mukhtar Abbas Naqvi in Surat : અમે વકફ બોર્ડને માફિયાઓથી મુક્ત કરવા માટે કાર્યરત છીએ

author img

By

Published : Dec 11, 2021, 2:41 PM IST

Updated : Dec 11, 2021, 4:03 PM IST

કેન્દ્રીયપ્રધાન મુખ્તાર અબ્બાસ નકવી સુરત શહેરના પ્રવાસે છે. કેન્દ્રીય લઘુમતી બાબતોના પ્રધાન મુખ્તાર અબ્બાસ નકવીએ સુરતના વનિતા વિશ્રામ ગ્રાઉન્ડ ખાતે હુનર હાટ પ્રદર્શનીની (Union minister Mukhtar Abbas Naqvi in surat for 34th ‘Hunar Haat') મુલાકાત લીધી હતી. જ્યાં તેઓએ જણાવ્યું હતું કે, વકફ માફિયાઓથી વકફને (Wakf Board) મુક્તિ મળશે. ઉત્તર પ્રદેશમાં કટ, કમિશન, કરપ્શન અને કોમ્યુનલનો સફાયો (Mukhtar Abbas Naqvi Reaction on UP law and order) થયો છે.

Union Minister Mukhtar Abbas Naqvi in Surat : અમે વકફ બોર્ડને માફિયાઓથી મુક્ત કરવા માટે કાર્યરત છીએ
Union Minister Mukhtar Abbas Naqvi in Surat : અમે વકફ બોર્ડને માફિયાઓથી મુક્ત કરવા માટે કાર્યરત છીએ

  • કેન્દ્રીયપ્રધાન મુખ્તાર અબ્બાસ નકવીએ સુરતમાં હુનર હાટની મુલાકાત લીધી
  • અમારા સાંસદ પણ પ્રશ્ન ઉઠાવી શકે જ્યારે તેમના પરિવારના વ્યક્તિ પ્રશ્નો ઉઠાવી શકતાં નથી : નકવી
  • દંગા અને દબંગો જે કાગળ પર હતાં તે બધા સમાપ્ત થઇ ગયાં છે : નકવી

સુુરત : કેન્દ્રીયપ્રધાન મુખ્તાર અબ્બાસ નકવીએ (Union Minister Mukhtar Abbas Naqvi in Surat ) જણાવ્યું હતું કે ગુરુગ્રામમાં જુમ્માની નમાજને લઇ બે જૂથના લોકો આમને સામને આવી જતા હોય છે. જેને લઇને નકવીએ જણાવ્યું હતું કે નમાઝ પૂજા પ્રાર્થના શાંતિ માટે હોય છે સદભાવ માટે હોય છે. જેનાથી શાંતિ આપવી જોઈએ અને સદભાવના વધવી જોઈએ.

અમારી પાર્ટીના સાંસદ પણ પ્રશ્ન ઉઠાવી શકે

ઉત્તર પ્રદેશ પોલીસ દ્વારા એક વ્યક્તિ પર લાઠીચાર્જનો વિડીયો ભાજપના સાંસદ વરુણ ગાંધી (BJP MP Varun Gandhi) દ્વારા ટ્વીટર પર મૂકવામાં આવ્યો હતો, જેને લઇ તેઓએ ઉત્તરપ્રદેશ સરકાર પર સવાલ ઉભા કર્યા હતાં. આ મુદ્દે નકવીએ જણાવ્યું હતું કે અમારી પાર્ટીમાં લોકતંત્રનું પ્રમાણ છે કે અમારી પાર્ટીના સાંસદ પણ પ્રશ્ન ઉઠાવી શકે છે જ્યારે તેમની (Congress) પરિવારના વ્યક્તિની વિરુદ્ધ પ્રશ્નો ઉઠાવવાની હિંમત નથી.

રણ ઉત્સવમાં માયનોરિટી કન્સલ્ટિંગની બેઠક

તેઓએ જણાવ્યું હતું કે, વકફ બોર્ડમાં (Wakf Board) અમે સો ટકા પ્રોપર્ટીને ડિજિટલ કરી છે અને જીઓ મેપિંગ પર યુદ્ધસ્તરે કામ ચાલુ છે. વકફ માફિયાઓથી વકફને મુક્તિ મળે એ માટે અમે કામ કરી રહ્યા છીએ. જાન્યુઆરી 20 અને 21 તારીખે કચ્છમાં આયોજિત રણ ઉત્સવમાં માયનોરિટી કન્સલ્ટિંગની બેઠક (Meeting of Minority Consulting in Kutch) યોજવામાં આવશે જેમાં વકફ બોર્ડના લોકોને પણ બોલાવવામાં આવશે.

સુરતના વનિતા વિશ્રામ ગ્રાઉન્ડ ખાતે હુનર હાટ પ્રદર્શનીની મુલાકાત અને સવાલોના જવાબ આપતાં નક્વી

કટ, કમિશન, કરપશન અને કોમ્યુનલનો સફાયો

ઉત્તરપ્રદેશના ડેપ્યુટી સીએમ કેશવ પ્રસાદ મૌર્ય દ્વારા જે જાલીદાર ટોપીને લઇ નિવેદન આપવામાં આવ્યું હતું તેને લઈને જણાવ્યું હતું કે, અમે કહીએ છીએ કે સૌનો સાથ સૌનો વિકાસ અને સબકા પ્રયાસ અમે બધાને સાથે લઇ ને ચાલીએ છીએ. ઉત્તર પ્રદેશમાં કટ, કમિશન, કરપશન અને કોમ્યુનલનો સફાયો થયો છે ત્યાં દંગાઈ અને દબંગો જે સરકારી કાગળ પર હતાં તે બધા સમાપ્ત થઇ ગયા છે, ત્યાં સુશાસનની સરકાર (Mukhtar Abbas Naqvi Reaction on UP law and order) છે. બાહુબલીઓનું બળ સમાપ્ત થયું છે.

30 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના કારીગરોના સ્ટોલ

કેન્દ્રીયપ્રધાન મુખ્તાર અબ્બાસ નકવીએ સુરતમાં આવી હુનર હાટની તૈયારીઓનું નિરીક્ષણ કર્યું હતું. કેન્દ્રીય લઘુમતી મંત્રાલય દ્વારા સુરતના વનિતા વિશ્રામ ખાતે તા.11 થી 20 ડિસેમ્બર સુધી 34મો ‘હુનર હાટ’ યોજાશે, જે સંદર્ભે કેન્દ્રીય લઘુમતી બાબતોના પ્રધાન મુખ્તાર અબ્બાસ નકવી સુરત (Union minister Mukhtar Abbas Naqvi in surat for 34th ‘Hunar Haat) આવી પહોંચ્યા હતાં, અને વનિતાવિશ્રામ મેદાન ખાતે હુનર હાટની તૈયારીઓનું નિરીક્ષણ કર્યું હતું. હુનર હાટમાં દેશના 30 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના કારીગરોએ સ્ટોલ તૈયાર કર્યા છે. આગામી 10 દિવસ સુધી લોકો હસ્તકલા અને વાનગીઓના 300 સ્ટોલની મુલાકાત લઈ શકશે અને ખરીદી કરી શકશે.

સૂચના અને માર્ગદર્શન આપ્યું હતું

કેન્દ્રીય પ્રધાન હુનર હાટ શરૂ થવાના એક દિવસ પહેલા(Union minister Mukhtar Abbas Naqvi in surat for 34th ‘Hunar Haat) સુરત પહોંચ્યા હતા. તેમણે એરપોર્ટથી સીધા વનિતા વિશ્રામ પહોંચીને સમગ્ર તૈયારીઓનું બારીકાઈથી નિરીક્ષણ કરી જરૂરી સૂચના અને માર્ગદર્શન આપ્યું હતું. તેઓએ તમામ 300 સ્ટોલની મુલાકાત લીધી હતી. વિશ્વકર્મા વાટિકા અને ફૂડ કોર્ટ 'મેરા ગાંવ મેરા દેશ'ની પણ મુલાકાત લીધી હતી. તેમણે આયોજક સમિતિના લોકો સાથે ચર્ચાવિચારણા કરી રચનાત્મક સૂચનો કર્યા હતાં.

સામાજિક અંતર જાળવવા લોકો સાથે સતત સંકલન

વનિતા વિશ્રામના પ્રદર્શન મેદાનમાં હુનર હાટ તા.20 ડિસેમ્બર સુધી ખુલ્લું રહેશે. લોકોને કોઈપણ પ્રકારની મુશ્કેલી ન પડે તે માટે ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે. સુરક્ષાથી લઈને કોવિડ પ્રોટોકોલ અને માર્ગદર્શિકા સુધી વિશેષ કાળજી લેવામાં આવશે. એક ટીમ સેનિટાઈઝરથી લઈને સમગ્ર કેમ્પસ સુધી સામાજિક અંતર જાળવવા લોકો સાથે સતત સંકલન કરશે. કાર્યક્રમમાં તમામ માટે માસ્ક ફરજિયાત રહેશે, માસ્ક ન હોય તેઓને હુનર હાટની મેનેજિંગ કમિટી માસ્ક આપશે.

સીસીટીવી કેમેરા પણ લગાવાયા

સુરક્ષા માટે હુનર હાટના મુખ્ય દ્વારથી મોટી સંખ્યામાં સુરક્ષાકર્મીઓ તહેનાત રહેશે. સર્વેલન્સ માટે સીસીટીવી કેમેરા પણ લગાવાયા છે. હુનર હાટ તા.11 ડિસેમ્બરે જનતા માટે ખુલ્લો મૂકવામાં આવશે, જ્યારે તા.12મી ડિસેમ્બર (રવિવાર)ના રોજ રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીના હસ્તે ઔપચારિક ઉદ્દઘાટન કરવામાં આવશે. તેમની સાથે કેન્દ્રીય લઘુમતી બાબતોના પ્રધાન મુખ્તાર અબ્બાસ નકવી સહિત (Union minister Mukhtar Abbas Naqvi in surat for 34th ‘Hunar Haat) અન્ય પ્રધાનો અને મહાનુભાવો પણ મંચ પર હાજર રહેશે.

આ પણ વાંચોઃ કોંગ્રેસ પોતાના શાસનકાળમાં અત્યારે બનાવેલા નવા કૃષિ કાયદાના પક્ષમાં હતીઃ મુખ્તાર અબ્બાસ નકવી

આ પણ વાંચોઃ ભારતમાં ઈસ્લામોફોબીયા ફેલાવવાનો પ્રયાસ કરી રહેલા સફળ નહીં થાય: મુખ્તાર અબ્બાસ નકવી

Last Updated : Dec 11, 2021, 4:03 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.