ETV Bharat / city

સુરતના ઉધ વિસ્તારમાં બે યુવકોની હત્યા

author img

By

Published : Apr 23, 2021, 4:29 PM IST

સુરતમાં ઉધ વિસ્તારમાં ડબલ મર્ડરની ઘટના સામે આવી છે. જેમાં બે મિત્રોને 7થી 8 શખ્સોએ ચપ્પુના ઘા ઝીકી હત્યાં કરી હોવાનું બહાર આવ્યું છે. આ સમગ્ર મામલે પોલીસે તપાસ શરુ કરી છે.

સુરતના ઉધ વિસ્તારમાં બે યુવકોની હત્યાં
સુરતના ઉધ વિસ્તારમાં બે યુવકોની હત્યાં

  • ઉધ વિસ્તારમાં ડબલ મર્ડરની ઘટના
  • બે મિત્રોને 7થી 8 શખ્સોએ કરી હત્યા
  • ચપ્પુના ઘા ઝીકી હત્યાં કરી હોવાનું બહાર આવ્યું

સુરતઃ શહેરમાં ડબલ મર્ડરની ઘટના સામે આવી છે. સુરતના ઉધના રેલવે ટ્રેક નજીક રવી પ્રેમ કુમાર શર્મા અને અજય ઉર્ફે શરદ આનંદ ઠાકર નામના બે મિત્રોની ચપ્પુના ઘા ઝીકી હત્યા કરાઈ હતી. હત્યા બાદ મૃતદેહને ત્યાં જ મૂકી હત્યારાઓ ફરાર થઈ ગયા હતા.

સુરતના ઉધ વિસ્તારમાં બે યુવકોની હત્યાં
સુરતના ઉધ વિસ્તારમાં બે યુવકોની હત્યાં

પોલીસે તપાસ હાથ ધરી

આ ઘટના અંગે મળતી માહિતી મુજબ 7થી 8 જેટલા શખ્સોએ અંગત અદાવતમાં હત્યાની ઘટનાને અંજામ આપ્યો હોવાનું જાણવા મળી રહ્યું છે. હત્યાની આ ઘટનાથી આસપાસના વિસ્તારમાં ચકચાર મચી હતી. બીજી તરફ બનાવની જાણ થતા રાત્રીના સમયે પોલીસના ઉચ્ચ અધિકારીઓ પણ ઘટના સ્થળે દોડી આવ્યાં હતા અને સમગ્ર મામલે તપાસ શરુ કરી છે. પોલીસે મૃતદેહને પોસ્પમોર્ટ અર્થે હોસ્પિટલ ખસેડ્યા છે. આ ઘટનામાં તપાસનો ધમધમાટ પણ શરૂ કર્યો છે. પોલીસે 3 થી 4 જેટલા હત્યારાઓને ઝડપી પાડ્યા હોવાનું પણ સુત્રો પાસેથી જાણવા મળ્યું હતું.

આ પણ વાંચોઃ સુરતમાં સિદ્ધાર્થ રાવની હત્યાના મામલે બે આરોપી ઝડપાયા

પોલીસે ત્રણ આરોપીને ઝડપી પાડ્યા

મૃતક રવિ પ્રેમ કુમાર શર્માના ભાઈએ જણાવ્યું હતું કે, અમે જયારે ઉધના પોલીસ સ્ટેશનમાં ગયા હતા ત્યાંરે ત્રણ લોકોને પોલીસે ઝડપી પાડ્યા હતા. જેમાં એક અજય માળિયા નામનો વ્યક્તિ હતો, જે મારા ઘરની બાજુમાં જ રહે છે. તેમજ ભીમ નગરમાં રહેતો મંગલા નામનો આરોપી મુખ્ય આરોપી છે. આ ઘટનામાં હજુ 4 થી 5 જેટલા આરોપીઓ ફરાર છે. જોકે, આ તમામ મિત્રો હતા અને કોઈ વિવાદ ન હોવાનું મારે ધ્યાનમાં આવ્યું હતું. તેમજ તેમણે જણાવ્યું હતું કે, આ હત્યા ક્યાં કારણોસર બની તે અંગે મને કોઈ માહિતી નથી.

આ પણ વાંચોઃ આણંદ જિલ્લાના માથાભારે શખ્સની સુરતમાં હત્યા

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.