ETV Bharat / city

cannabis: મોપેડ પર ગાંજાનું વેચાણ કરતાં બે ઓડિશાવાસી ઝડપાયાં

author img

By

Published : Jun 21, 2021, 4:17 PM IST

સુરતમાં કતારગામ પોલીસે (Surat Police ) મોપેડ પર ગાંજાનું (cannabis) વેચાણ કરતાં બે ઇસમોને ઝડપી પાડ્યાં છે. પોલીસે આરોપીઓ પાસેથી કુલ 2.10 લાખની કિમતનો 21.75 કિલોગ્રામ ગાંજાનો જથ્થો પણ કબજે કર્યો છે. પોલીસે ગાંજો આપનાર કાલુ બિહારી નામના ઈસમને વોન્ટેડ જાહેર કર્યો છે

cannabis: મોપેડ પર ગાંજાનું વેચાણ કરતાં બે ઓરિસ્સાવાસી ઝડપાયાં
cannabis: મોપેડ પર ગાંજાનું વેચાણ કરતાં બે ઓરિસ્સાવાસી ઝડપાયાં

  • સુરતમાં ઝડપાયાં (cannabis) ગાંજો વેચનારા
  • 2 ઓડિશાવાસીઓ સાયકલ પર કરતાં હતાં ગાંજાની ફેરી
  • પોલીસે ગાંજો આપનાર કાલુ બિહારીને વોન્ટેડ જાહેર કર્યો

    સુરતઃ સુરતમાં કેટલાક સમયથી નશીલા પર્દાથો લાવવાનું અને વેચાણ કરવાના રેકેટનો પોલીસ પર્દાફાશ કરી રહી છે. ત્યારે ગાંજાનું (cannabis) વેચાણ કરતાં બે ઇસમોને પકડવામાં કતારગામ પોલીસને સફળતા મળી છે. (Surat Police ) કતારગામ પોલીસનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો તેમાં બાતમી મળી હતી કે કેટલાક ઈસમો મોપેડ પર ગાંજાનું વેચાણ કરી રહ્યાં છે. બાતમીના આધારે પોલીસે વોચ ગોઠવી ઉત્કલનગર ઝૂંપડપટ્ટી પાસે આવેલા જી.આઇ.ડી.સી. બ્રીજની નીચેથી સાગર શશી પ્રધાન અને મુકેશ ઉર્ફે ભાલુ હિન્ના રાઉત નામના બે ઇસમોને ઝડપી પાડ્યાં હતાં.

    3.18 લાખની મતા કબજે

    (Surat Police ) પોલીસે આરોપીની મોપેડમાં તપાસ કરતા તેમાંથી કુલ 2.10 લાખની કિમતનો 21 કિલો 075 ગ્રામ ગાંજાનો (cannabis) જથ્થો મળી આવ્યો હતો. જેથી પોલીસે મોપેડ, વજન કાંટો, ગાંજાનો જથ્થો, ત્રણ મોબાઈલ ફોન મળી કુલ 3.18 લાખની મતા કબજે કરી હતી.

આ પણ વાંચોઃ બોલો લ્યો... ઓનલાઈન ઓર્ડર આપી ગાંજો પણ કુરિયર દ્વારા મળી રહ્યો છે


કાલુ બિહારી નામના ઈસમને વોન્ટેડ જાહેર કર્યો

(Surat Police ) પોલીસે આરોપીઓની ધરપકડ કરી પૂછપરછ કરતાં આરોપીઓને આ ગાંજાનો (cannabis) જથ્થો વરાછા ખાતે રહેતા કાલુ બિહારી નામના ઇસમે આપ્યો હોવાનું બહાર આવ્યું હતું. જેથી પોલીસે કાલુ બિહારી નામના ઈસમને વોન્ટેડ જાહેર કર્યો છે અને ઝડપાયેલા બંને આરોપીઓ સામે પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

આ પણ વાંચોઃ નાનાપોઢા સરકારીને બગાસું ખાતા પતાસું મળ્યું, વાહન ચેકીંગ દરમિયાન 1લાખ 33 હજારનો ગાંજો મળ્યો, બે ની ધરપકડ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.