ETV Bharat / city

અનોખી પરંપરા: આ માર્કેટમાં કેરીની વિચિત્ર હરાજી, 'હથ્થા પદ્ધતિ' દ્વારા 'સાયલન્ટ સેલિંગ'

author img

By

Published : May 10, 2022, 3:50 PM IST

Updated : May 10, 2022, 4:59 PM IST

સામાન્ય રીતે જ્યારે પણ કોઈ વસ્તુની હરાજી (Public Auction) થાય છે ત્યારે જાહેરમાં એના સતત વધતા ભાવ બોલાય છે. પણ વલસાડ પાસે આવેલા ધરમપુર માર્કેટ (Dharampur Marketing Yard) યાર્ડમાં કેરીની હરાજીમાં કોઈ ભાવ બોલાતા નથી. છતાં હરાજી થાય છે. વર્ષો જૂની આ પરંપરાને કેરીના દરેક વેપારીઓ અનુસરી રહ્યા છે. માત્ર સ્થાનિક વેપારીઓ (Local Vendors) જ નહીં અન્ય રાજ્યમાંથી આવતા વેપારી પણ નવાઈ પામે છે.

અનોખી પરંપરા: આ માર્કેટમાં વિચિત્ર રીતે થાય છે કેરીની હરાજી, મોટા અવાજે નથી બોલાતા કોઈ બોક્સના ભાવ
અનોખી પરંપરા: આ માર્કેટમાં વિચિત્ર રીતે થાય છે કેરીની હરાજી, મોટા અવાજે નથી બોલાતા કોઈ બોક્સના ભાવ

ધરમપુર: મોડી તો મોડી પણ માર્કેટમાં કેરીની એન્ટ્રી થઈ ચૂકી છે. દક્ષિણ ગુજરાતના વલસાડ પાસે આવેલા ધરમપુરમાં (Dharampur Market Yard) કેરીનો પાક આવી ચૂક્યો છે. ધરમપુરના બામટી માર્કેટમાં કેરીનો (Mango Market) સ્ટોક જોતા એવું લાગે છે કે, આ વખતે સ્ટોક ઓછો નથી. દરરોજ 10,000 મણ કરતા પણ વધારે કેરી ખેડૂતો વેચાણ માટે લાવી રહ્યા છે. પણ ગત વર્ષ કરતા ઉત્પાદન (Mango Productions) ઓછું થયું છે. અહીં જે રીતે હરાજી (Mango Auction) કરવામાં આવી રહી છે એ પરંપરા વિચિત્ર છે. અહીંના વેપારીઓએ પોતાની જૂની પરંપરા (Traditional Auction) જાળવી રાખી છે અને તે આધારે હરાજી કરી છે. અહીં કેરીની ખરીદી કરવા માટે આવતા ગ્રાહકો કે છૂટક વેપારીઓ ભાવતાલ કરવા માટે એક ચોક્કસ પ્રકારની પદ્ધતિનો ઉપયોગ કરે છે. જેને ગમછા પદ્ધતિ અથવા હથ્થા પદ્ધતિ પણ કહે છે.

અનોખી પરંપરા: આ માર્કેટમાં કેરીની વિચિત્ર હરાજી, 'હથ્થા પદ્ધતિ' દ્વારા 'સાયલન્ટ સેલિંગ'

આ પણ વાંચો: Valsad fishermen: ડીઝલના ભાવો વધતા માછીમારની હાલત કફોડી, સબસિડી બાદ કરતાં પણ ડીઝલ મોંઘું

શું છે ગમછા પદ્ધતિ: વેપારીના આંગણે આવેલી કેરીને ખરીદવા માટે એક સાથે પાંચેક જેટલા વેપારીઓ આવતા હોય છે. એ તમામ એક સાથે ભાવતાલ નક્કી ન કરતા વેપારીના હાથ પર ગમછો મૂકી આંગળી અને એના ઈશારે ભાવ લેનાર પાસેથી ઈશારાની મદદથી ભાવ કહેવામાં આવે છે. આ રીતનો ફાયદો એ છે કે,અન્ય વેપારીઓને એક બીજના ભાવ ખબર પડતા નથી. એટલે તુલના થવાનો (Price Comparison) કોઈ પ્રશ્ન જ નથી. સ્થાનિક વેપારીને પણ આનો ફાયદો થાય છે. ખેડૂતને પણ એની સંતોષજનક રકમ મળી રહે છે. આ રકમની જાણ બીજા ખેડૂત કે વેપારીને પણ થતી નથી. 20 કિલો કેરીના ભાવ આંગળીના ટેરવે ગમછો નાંખીને નક્કી કરવામાં આવે છે. જેને જોવા માટે દર વર્ષે જુદા જુદા વેપારીઓ આવે છે. હાલમાં વલસાડી હાફુસ, કેસર અને દશેરી જેવી કેરીઓ માર્કેટમાં આવી ચૂકી છે. દરરોજ 20 કિલો લેખે ભાવ બદલતા રહે છે. હાલમાં કેસરના ભાવ રૂપિયા 1500થી લઈ 2200 છે. જ્યારે હાફુસના ભાવ રૂપિયા 750થી લઈને 1000 સુધી છે. એક્સપર્ટ ક્વોલિટીની કેરીના ભાવ રૂપિયા 1200થી 1300 છે.

આ પણ વાંચો: Mango production in Junagadh: ઝાકળ અને વધી રહેલી ગરમીના મારની અસર કેરીના ઉત્પાદન પર

ભાવ આસમાને છે: આ વખતે કેરીનું ઉત્પાદન ઓછુ હોવાથી કેરના ભાવ આસમાને પહોંચ્યા છે. ગત વર્ષ કરતા મોટો ભાવ વધારો છે. આ વખતે કેરી પ્રેમીઓએ કેરી રૂપિયા 1500 સુધી પહોંચી ગઈ છે. એવું સ્થાનિક વેપારીઓનું કહેવું છે. વેપારીઓ કહે છે કે, આ વખત દક્ષિણ ગુજરાતમાં પડેલા સતત માવઠાને કારણે ઉત્પાદનને અસર થઈ છે. પણ હાલમાં જે સ્ટોક છે એની હરાજી કરવા માટે જે ગ્રાહક કે અન્ય છૂટક વેપારીઓ આવે છે. એ આ પ્રકારની હરાજી જોઈને નવાઈ પામે છે. પણ હરાજી કરવાની આ રીત આજકાલની નથી. ધરમપુરની બામટી કેરી માર્કેટમાં આ પરંપરા વર્ષો જૂની છે. અહીં માત્ર ગુજરાતના જ નહીં મહારાષ્ટ્ર, આંધ્ર પ્રદેશ, કેરળ, મધ્ય પ્રદેશ, રાજસ્થાન, ઉત્તર પ્રદેશ જેવા રાજ્યમાંથી વેપારીઓ અહીં કેરી ખરીદવા માટે આવી રહ્યા છે. અન્ય વેપારીઓ જ્યારે અહીં હરાજી માટે આવે તો એમને પણ આ ગમછા પદ્ધતિ નવી લાગે છે.

Last Updated : May 10, 2022, 4:59 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.