ETV Bharat / city

આજે કેન્દ્રીય પ્રધાન દર્શના જરદોશ દ્વારા સુરતથી મહુવા ટ્રેનને અપાઇ લીલી ઝંડી

author img

By

Published : Aug 20, 2021, 3:48 PM IST

Updated : Aug 21, 2021, 11:37 AM IST

રેલવેના રાજ્ય કક્ષાના કેન્દ્રીય પ્રધાન દર્શના જરદોશને મળી સુરતથી મહુવા માટે ડેઇલી ટ્રેન દોડાવવા માટે તેમજ સુરતથી આ ટ્રેનને સાંજના સમયે ઉપાડવામાં આવે તેવી રજૂઆત કરવામાં આવી હતી. જેને મંજૂરી મળી ગઇ છે. આ સુરતથી મહુવા ટ્રેન હવે અઠવાડિયાના 7 દિવસ દોડશે. આજે સુરત સ્ટેશન પર કેન્દ્રીય પ્રધાન દર્શના જરદોશ દ્વારા આ સુપરફાસ્ટ ટ્રેનને લીલી ઝંડી આપવામાં આવી હતી, સાથે રાજ્ય આરોગ્ય પ્રધાન પણ હાજર રહ્યા હતા.

સુરતથી મહુવા ટ્રેનને અપાઇ લીલી ઝંડી
સુરતથી મહુવા ટ્રેનને અપાઇ લીલી ઝંડી

  • સુરતથી મહુવા ટ્રેન હવે સપ્તાના 7 દિવસ દોડશે
  • સુરત રેલવે સ્ટેશનથી સુરતથી મહુવાની ટ્રેન શરૂ થઇ છે
  • પ્રવાસીઓને ભાડામાં મળશે રાહત

સુરત: સુરત રેલવે સ્ટેશનથી સુરતથી મહુવાની ટ્રેન શરૂ થઇ છે. જે પેહલા અઠવાડિયામાં બે દિવસ દોડતી હતી, એ ટ્રેન હવે સપ્તાહના 7 દિવસ સુધી દોડશે. આ સુપરફાસ્ટ ટ્રેનને કેન્દ્રીય પ્રધાન દર્શના જરદોશ દ્વારા લીલી ઝંડી આપી રવાના કરી હતી. આ ટ્રેન ચાલુ થવાથી હવે સૌરાષ્ટ્રવાસીઓને મોટી રાહત મળી રહેશે.

સુરતથી મહુવા ટ્રેનને અપાઇ લીલી ઝંડી

આ પણ વાંચો- વિમાનની જેમ ટ્રેનમાં પણ હવે એલ્યુમિનિયમ કોચ , ટ્રેનની ગતી અને યાત્રીઓની સુવિધા માટે આશીર્વાદ રૂપ

લાંબા સમય બાદ લોકોની આ ટ્રેન અંગેની માંગ સંતોષવામાં આવી

પ્રવાસીઓ સુરતથી મહુવા જવા માટે બસમાં 500થી 600 રૂપિયા ભાડું આપીને જતા હતા, એ હવેથી ફક્ત 210થી 350 રૂપિયા સુધીનું ભાડું આપીને પોતાના વતન પહોંચી શકશે. ખુબ જ લાંબા સમય બાદ લોકોની આ ટ્રેન અંગેની માંગ સંતોષવામાં આવી છે.

ટ્રેનથી લોકોને ઘણો ફાયદો થશે: પ્રવાસી

આ ટ્રેનથી લોકોને ઘણો ફાયદો થશે. જે લોકો બસમાં વધારે ભાડું આપીને જતા હતા તેઓ હવે બસ કરતા ઓછા ભાડામાં જઇ શકશે. બસ કરતા ટ્રેનથી વહેલા પણ પહોંચી શકાશે. તે ઉપરાંત લોકોને ટ્રેનમાં બસ કરતા વધુ સારી સુવિધા મળી શકશે. આ ઘણો સારો નિર્ણય કરવામાં આવ્યો છે. આ ટ્રેન અંગે પ્રવાસી ડો. અવિનાશે જણાવ્યું હતું કે, આજે આ ટ્રેન માટે અમે ઓનલાઇન ટિકીટ કરાવી છે. 4 વાગ્યાનો સમય ટ્રેન ઉપડવાનો છે અને હાલ 4.30 થઇ ગયા છે. કાર્યક્રમના કારણે ટ્રેન મોડી પડી છે. જે સારી વાત ના કહેવાય આ વાતથી થોડો અફસોસ થાય છે, પરંતું હું આ નિર્ણયને ઘણો એપ્રિસિયેટ કરું છું.

આ પણ વાંચો- સુરતથી મહુવા માટે ડેઇલી ટ્રેન દોડાવવા રેલવે રાજ્યપ્રધાન દર્શના જરદોશ સમક્ષ રજૂઆત

સતત 12 વર્ષથી આ માંગણી હતી

આ ટ્રેન અંગે કેન્દ્રીય પ્રધાન દર્શના જરદોશે જણાવ્યું હતું કે, મહુવા જવા માટે અસંખ્ય લોકોની ભીડ થતી હતી. જે ટ્રેન એક દિવસ ચાલતી હતી, જે હવે અઠવાડિયાના 7 દિવસ ચાલશે. સતત 12 વર્ષથી આ ટ્રેન અંગ માંગણી થતી હતી. જે આજે પૂરી થઇ છે. કોરોનાની સ્થિતિને લઇને પણ આ ટ્રેનમાં સુવિધા ઉભી કરવામાં આવશે. લોકોને હવે દૂર જવા માટે લાંબો સમય નહી કાઢવો પડે, ટ્રેનમાં ઝડપથી પ્રવાસીઓ પહોંચી શકશે.

Last Updated : Aug 21, 2021, 11:37 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.