ETV Bharat / city

સુરતમાં સરકારી કહેવાતી સ્કૂલોમાં કઈ કઈ સુવિધાઓ છે કે જે ખાનગી સ્કૂલમાં નથી

author img

By

Published : Jul 1, 2022, 7:34 PM IST

સુરતમાં સોમવારથી નવા શૈક્ષણિક સત્રની શરૂઆત(New academic session started in Surat) કરવામાં આવી છે. ખાનગી સ્કૂલો કરતા સરકારી સ્કૂલોમાં વધુ સહુલિયત(Government Schools Facilities ) મળે છે. જેથી લોકો હવે સરકારી સ્કૂલો વધુ પસંદ કરે છે. ખાનગી સ્કૂલ કરતા કઈ કઈ રીતે સરકારી સ્કૂલોમાં વધુ સુવિધાઓ મળે છે.

સુરતમાં સરકારી કહેવાતી સ્કૂલોમાં કઈ કઈ સુવિધાઓ છે કે જે ખાનગી સ્કૂલમાં નથી
સુરતમાં સરકારી કહેવાતી સ્કૂલોમાં કઈ કઈ સુવિધાઓ છે કે જે ખાનગી સ્કૂલમાં નથી

સુરત: શહેર સહિત સમગ્ર ગુજરાતમાં સોમવારથી નવા શૈક્ષણિક સત્રની શરૂઆત(New academic session started in Surat) કરવામાં આવી છે ત્યારે સુરત મહાનગરપાલિકા(Surat Municipal Corporation) દ્વારા સંચાલિત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની(Primary Education Committee) સ્કૂલોમાં પ્રાઇવેટ સ્કૂલો કરતાં અત્યંત નવી ટેકનોલોજી સાથે સ્કૂલો(Schools with new technology) કરે નવા યુગ તરફ પ્રયાણ કરી છે. આવો જાણીએ નગર પ્રાથમિક સ્કૂલોમાં કેવા પ્રકારની સુવિધાઓ આપવામાં આવી રહી છે.

ટેકનોલોજીના કારણે વાલીઓ પોતાના બાળકોને સરકારી સ્કૂલોમાં મૂકવા પાછળ પડ્યા છે.

આ પણ વાંચો: ખરેખર સરકારી શાળાઓમાં બાળકોને મોકલવા વાલીઓ મજબૂર બન્યા છે? વિપક્ષે કર્યો કટાક્ષ

સુરત મહાનગરપાલિકાની અંતર્ગત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિમાં કુલ સાત ભાષાઓમાં અભ્યાસ - ટેકનોલોજીના કારણે વાલીઓ પોતાના બાળકોને સરકારી સ્કૂલોમાં મૂકવા પાછળ પડ્યા છે. સુરત સહિત સમગ્ર રાજ્યમાં ગત સોમવારથી નવા શૈક્ષણિક સત્રની શરૂઆત કરવામાં આવી છે. સુરત મહાનગરપાલિકાની અંતર્ગત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિમાં કુલ સાત ભાષાઓમાં વિદ્યાર્થીઓના અભ્યાસ આપવામાં આવે છે. ગુજરાતી, હિન્દી, ઈંગ્લીશ, મરાઠી, ઉર્દૂ, ઓડિયા, અને તેલુગુ એમ કુલ સાત ભાષાઓમાં અભ્યાસ આપવામાં આવે છે. જેને કારણે સુરત આખા ગુજરાત જ નહીં. આખા દેશના પ્રખ્યાત છે. નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની સ્કૂલોમાં સ્માર્ટ ક્લાસ(Smart Class Rooms in School), મોટું સાયન્સ લેબ સાથે શાળાઓમાં મોટું પ્લે ગાર્ડન(Large play gardens in schools) છે. શિક્ષકોની મહેનતને કારણે શાળાનું પરિણામ પણ ખૂબ જ સારું આવે છે.

નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની શાળાઓ ની વાત કરવામાં આવે તો તમામ શાળાઓમાં ખૂબ જ સુંદર મજાનું રમતગમતનું મેદાન, સીસીટીવી થી સજ્જ શાળાઓ છે.
નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની શાળાઓ ની વાત કરવામાં આવે તો તમામ શાળાઓમાં ખૂબ જ સુંદર મજાનું રમતગમતનું મેદાન, સીસીટીવી થી સજ્જ શાળાઓ છે.

સુરતની સરકારી શાળાઓ આધુનિક સુવિધાઓ આપવામાં ખાનગી શાળાને પણ પછાડી દીધી - છેલ્લા ચાર વર્ષથી સુરતની નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની શાળાઓમાં ખૂબ જ ફેર બદલ કરવામાં આવ્યો છે. સુરતની સરકારી શાળાઓ આધુનિક સુવિધાઓ આપવામાં ખાનગી શાળાને પણ પછાડી છોડી દીધી છે. સામાન્ય રીતે જોવા જઇએ તો વાલીઓ પોતાના બાળકને સરકારી શાળા કરતાં પ્રાઈવેટ સ્કૂલોમાં મૂકવાનું ખૂબ જરૂરી સમજે છે. હવે તો આવી બધી ટેકનોલોજીના કારણે વાલીઓ પોતાના બાળકોને સરકારી સ્કૂલોમાં મૂકવા પાછળ પડ્યા છે.

આધુનિક ટેકનોલોજી વાળું લાઇબ્રેરી સ્માર્ટ એજ્યુકેશન - શાળાના દિવાલો ચિત્રો કોમ્પ્યુટર લેબ આધુનિક ટેકનોલોજી વાળું લાઇબ્રેરી સ્માર્ટ એજ્યુકેશન છે. નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની શાળાઓની વાત કરવામાં આવે તો તમામ શાળાઓમાં ખૂબ જ સુંદર મજાનું રમતગમતનું મેદાન, CCTVથી સજ્જ શાળાઓ છે. શાળાના દિવાલો ઉપર સરસ મજાના ચિત્રો, કોમ્પ્યુટર લેબ, આધુનિક ટેકનોલોજી વાળું લાઇબ્રેરી, સ્માર્ટ એજ્યુકેશન તમામ કાર્યો શાળા માં વિદ્યાર્થીઓને કરવામાં આવે છે. આપણી સ્કૂલોમાં બે પ્રકાર પરીક્ષાઓ લેવામાં આવે છે. પ્રાથમિક બહિય પરીક્ષાઓ જે ધોરણ 6ના વિદ્યાર્થીઓ આપી શકે છે. તેની માટે આપણા શિક્ષકો ખૂબ જ સરસ પરીક્ષા માટે તૈયારી કરાવે છે.

આ પણ વાંચો: Bhavnagar Exam paper Theft : ભાવનગરની પ્રાથમિક શાળામાં ચોરી કરનારની કબુલાત આવી સામે

સ્માર્ટ બોર્ડમાં ઇન્ટરનેટની સુવિધા ઉપલબ્ધ છે - આ સરકારી શાળામાં દર શુક્રવાર અને શનિવારે વિદ્યાર્થીઓને વિવિધ પ્રકારની રમત ગમત રમાડવામાં આવે છે. અને તેઓ અને પ્રતીક પણ કરવામાં આવે છે. તે ઉપરાંત વિદ્યાર્થીઓને કોમ્પ્યુટર લેબ, સાયન્સ લેબ માં જે પ્રકારના પ્રયોગો હોય છે તે પ્રકારના પ્રયોગ તેમને કરવામાં આવે છે. તે ઉપરાંત સ્માર્ટ ક્લાસ ની સુવિધા પણ આવે તે ઉપલબ્ધ છે. ગુજરાત સરકાર તરફથી જ્ઞાનકુંજ પ્રોજેક્ટ આપવામાં આવે છે. સરકાર દ્વારા સ્માર્ટ બોર્ડ આપવામાં આવ્યા છે તે થકી વિદ્યાર્થીઓ સ્માર્ટ બોર્ડમાં ઈન્ટરનેટની સુવિધાઓ(Features of Internet Smart Board) આપવામાં આવી છે. તેના થકી તે તેમને જ્યારે જરૂરી માહિતી મેળવવી હોય ત્યારે તેનો ઉપયોગ કરી શકે છે. જો વિદ્યાર્થી ધરતી વિચાર કરીને આવે તો મારે આ વિશે જાણવું છે ત્યારે પણ તે આ સ્માર્ટ બોર્ડનો ઉપયોગ કરે છે. એમાં ગણિતના દાખલા , વૈજ્ઞાનિક પ્રયોગો, તો યુટ્યુબ ઉપર વિડિયો જોઈને જાતે જ સમજી શકે છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.