ETV Bharat / city

સુરતમાં પરિવારની નજર સામે યુવકને રહેંસી નંખાયો, પોલીસે 3 આરોપીની ધરપકડ કરી

author img

By

Published : Oct 28, 2020, 7:52 PM IST

પરિવારની નજર સામે યુવકને રહેંસી નંખાયો, કારણ છે ચોંકાવનારું, પોલીસે 3 આરોપીની ધરપકડ કરી
પરિવારની નજર સામે યુવકને રહેંસી નંખાયો, કારણ છે ચોંકાવનારું, પોલીસે 3 આરોપીની ધરપકડ કરી

અમરોલી વિસ્તારમાં પત્નીને ફોન પર હેરાન કરનારને ઠપકો આપતાં ત્રણ જણાએ ઘરમાં ઘુસી પત્ની અને પુત્ર સામે જ યુવાનને મોતને ઘાટ ઉતારી દીધો હતો. આ મામલે અમરોલી પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી હતી, જેમાં પોલીસે ત્રણ આરોપીની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.

  • સુરતના અમરોલીમાં હત્યાનો બનાવ
  • અજાણ્યાં નંબર પરના કોલે કર્યો સર્વનાશ
  • પત્નીને ફોન કરનાર શખ્સને યુવકે ઠપકો આપ્યો
  • ત્રણ શખ્સોએ ઘરમાં ઘૂસી પત્ની અને પુત્રની નજર સામે હત્યા કરી
  • સુરતઃ કતારગામ જીઆઇડીસીમાં કાપડ રોલ પોલીશનું કારખાનું ચલાવતા રામુ સંતરામ ગોસ્વામીની પત્નીના મોબાઇલ પર બે દિવસ અગાઉ અજાણ્યા નંબર પરથી કોલ આવ્યો હતો અને પૂજાને આપો એમ કહ્યું હતું. પરંતુ તેઓની પત્નીએ અહીં કોઇ પૂજા નથી અને બીજી વખત કોલ કરતા નહીં એમ કહી ફોન કટ કરી દીધો હતો. રામુ કારખાનેથી જમવા આવતાં તેઓની પત્નીએ અજાણ્યા કોલની વાત કરી હતી અને આ અરસામાં જ પુનઃ કોલ આવ્યો હતો. આ કોલ રામુએ રિસીવ કર્યો હતો અને કોલ કરનારે પૂજાને ફોન આપવા કહ્યું હતું. પરંતુ રામુ કોસાડ આવાસમાં જ રહેતા આલમનો અવાજ હોવાનું ઓળખી જતા રામુએ તેને ઠપકો આપ્યો હતો. જેથી રામુ અને આલમ વચ્ચે ફોન પર જ ઝઘડો થયો હતો.
    પત્નીને ફોન પર હેરાન કરનારને ઠપકો આપતાં ત્રણ જણાએ ઘરમાં ઘુસી પત્ની અને પુત્ર સામે જ યુવાનને મોતને ઘાટ ઉતારી દીધો હતો


  • જીવલેણ હુમલા સાથે લૂંટ
    આ બાબતની અદાવતમાં ગત રાત્રે આલમ તેના બે મિત્ર સતલા અને અલી સાથે ચપ્પુ, છરા અને લાકડાના ફટકા સાથે રામુના ઘરે ઘસી ગયા હતાં. ઘરનો દરવાજો ખખડાવવાનો અવાજ આવતા રામુએ દરવાજો ખોલતાવેંત આલમ સહિત ત્રણેય જણાં ચપ્પુ, છરા અને ફટકા વડે તૂટી પડયાં હતાં. છરા વડે પેટમાં ઉંડો ઘા મારી આંતરડા બહાર કાઢી નાંખ્યા હતાં. ઉપરાંત ગળા, મોંઢા અને પીઠના ભાગે પણ ચપ્પુના ઘા ઝીંક્યા હતાં. જેથી પત્ની કવિતા અને પુત્ર રામુને બચાવવા વચ્ચે પડયાં હતાં. પરંતુ લાકડાના ફટકા વડે માતા-પુત્રને પણ માર માર્યો હતો અને રામુના ગળામાંથી 25 હજાર કિંમતની સોનાની ચેઇન આંચકીને ભાગી ગયા હતાં. ઘટનાને પગલે દોડી આવેલા પડોશીઓની મદદથી પત્ની રામુને સારવાર માટે હોસ્પિટલ લઇ ગઇ હતી.

  • અમરોલી પોલીસે ત્રણ આરોપીની ધરપકડ કરી
    પરંતુ તબીબોએ રામુને મૃત જાહેર કર્યો હતો. ઘટના અંગે અમરોલી પોલીસે હત્યા અને લૂંટનો ગુનો નોંધી તપાસ શરૂ કરી હતી. જેમાં પોલીસે આરોપી અબ્રેઆલામ ઉર્ફે આલમ ઉર્ફે સલમાન નઇમ નબીરસુલ શેખ, સતીષ ઉર્ગે સતલો ભીખાભાઇ રાઠોડ અને અલી નઇમ નબીરસુલ શેખને ઝડપી પાડી વધુ તપાસ હાથ ધરી છે.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.