ETV Bharat / city

આયુષીએ માત્ર 17 વર્ષની વયે ગુજરાતમાં પ્રથમવાર વેઇટલિફ્ટિંગમાં રચ્યો ઇતિહાસ

author img

By

Published : Aug 13, 2021, 12:20 PM IST

ગુજરાતમાં સૌપ્રથમ વખત સુરતની વિદ્યાર્થીની આયુષી ઉમેશ ગજ્જરે વેઇટલિફ્ટિંગમાં સિલ્વર મેડલ પ્રાપ્ત કરીને ગુજરાતમાં ઇતિહાસ રચ્યો છે. માત્ર 17 વર્ષની ઉંમરે જ રાજ્ય કક્ષાએ સિલ્વર મેડલ પ્રાપ્ત કર્યો છે.

સુરતની ખેલાડીએ માત્ર 17 વર્ષની વયે ગુજરાતમાં પ્રથમવાર વેઇટલિફ્ટિંગમાં રચ્યો ઇતિહાસ
સુરતની ખેલાડીએ માત્ર 17 વર્ષની વયે ગુજરાતમાં પ્રથમવાર વેઇટલિફ્ટિંગમાં રચ્યો ઇતિહાસ

  • વેઇટલિફ્ટિંગ ચેમ્પિયનશિપનું આયોજન કરવામાં આવ્યું હતું
  • કોરોના મહામારીના કારણે આયુષીની પ્રેક્ટિસ છૂટી ગઈ હતી
  • આયુષીએ ગુજરાતભરમાં નામ રોશન કર્યું છે

સુરત: ઇન્ડિયન વેઇટલિફ્ટિંગ ફેડરેશન દ્વારા 9થી 12 ઓગસ્ટ સુધી વેઇટલિફ્ટિંગ ચેમ્પિયનશિપનું સ્પોર્ટ્સ એથોરિટી ઓફ ઇન્ડિયા પટિયાલા ખાતે આયોજન કરવામાં આવ્યું હતું. તેમાં ગુજરાત રાજ્ય વેઇટલિફ્ટિંગ એસોસિએશનનું પ્રતિનિધિત્વ આયુષી ઉમેશભાઈ ગજ્જરે 81 KG વર્ગમાં 60 KG સ્નેચ તથા 81 KG ક્લીન જર્ક મારી 141 KGના ટોટલમાં સિલ્વર મેડલ મેળવી ઇતિહાસ રચ્યો છે.

સુરતની ખેલાડીએ માત્ર 17 વર્ષની વયે ગુજરાતમાં પ્રથમવાર વેઇટલિફ્ટિંગમાં રચ્યો ઇતિહાસ

આ પણ વાંચો- સાક્ષી મલિક અને દિવ્યા કાકરાન હવે સિનિયર એશિયન રેસલિંગ ચેમ્પિયનશીપમાં ભાગ લેશે

ગુજરાત રાજ્ય વેઇટલિફ્ટિંગ એસોસિએશન દ્વારા અભિનંદન પાઠવાયા

દેશના પટિયાલા ખાતે આવેલા નેતાજી સુભાષ નેશનલ ઇન્સ્ટિટ્યુટ ઓફ સ્પોર્ટ્સમાં સ્પોર્ટ્સ એથોરિટી ઓફ ઇન્ડિયા દ્વારા ઇન્ડિયન વેઇટલિફ્ટિંગ ફડરેશનમાં નેશનલ વેઇટલિફ્ટિંગ ચેમ્પિયનશિપ 2020-21નું આયોજન કરવામાં આવ્યું હતું. આ આયોજન 9થી 12 ઓગસ્ટ દરમિયાન કરવામાં આવ્યું હતું.

આયુષી ગજ્જરે ગુજરાત રાજ્ય તરફથી પોતાનું પ્રતિનિધિત્વ કર્યું

સુરતમાં આવેલી એસ.વી.પબ્લિક સ્કૂલની ધોરણ-12માં અભ્યાસ કરતી વિદ્યાર્થીની આયુષી ગજ્જરે આ આયોજનમાં ગુજરાત રાજ્ય તરફથી પોતાનું પ્રતિનિધિત્વ કર્યું હતું. તેમાં આયુષીએ 81 KG વર્ગમાં 60 KG તથા સ્નેચ તથા 81 KG ક્લીન જર્ક મારી 141-KGના ટોટલ સાથે સિલ્વર મેડલ મેળવ્યો. ગુજરાતમાં પ્રથમ વખત મહિલા વેઇટલિફ્ટિંગમાં ઇતિહાસ રચ્યો છે.

મારે આવનારા ઓલમ્પિકમાં ભાગ લેવાની ઈચ્છા છે: આયુષી ગજજર

આ બાબતે આયુષી ગજજરે ETV Bharat સાથે વાત કરતાં જણાવ્યું હતું કે, મને આજે ખૂબ જ ખુશી થાય છે. ગુજરાતમાં સૌપ્રથમ વખત વેઇટલિફ્ટિંગમાં સિલ્વર મેડલ પ્રાપ્ત કર્યો છે અને આનો શ્રેય હું મારા કોચ સારથી સર અને મારા માતા-પિતાને આપીશ. હું છેલ્લા એક વર્ષથી તૈયારી કરી રહી હતી. આ પહેલા પણ તૈયારી ચાલુ કરી હતી, પરંતુ તે સમયે કોરોના મહામારીના કારણે મારી પ્રેક્ટિસ છૂટી ગઈ હતી. તેમ છતાં હું કસરત તો કરતી હતી. હું 12 કોમર્સમાં અભ્યાસ કરી રહી છુ. હવે મારે વધુ મહેનત કરીને આગળ વધવું છે અને મારી ઈચ્છા છે કે, હું ઓલમ્પિકમાં ભાગ લઈને ભારત દેશનું નામ રોશન કરૂ.

આ પણ વાંચો- Exclusive Interview: ટોક્યો ઓલિમ્પિક્સની સિલ્વર મેડલિસ્ટ Mirabai Chanu

આયુષીએ ગુજરાતમાં સૌપ્રથમવાર વેઇટલિફ્ટિંગ નેશનલમાં સિલ્વર મેડલ પ્રાપ્ત કર્યો

કોચ સારથી ભંડેરીએ કહ્યું કે, આયુષી જ્યારે મારા ફિટનેસ ક્લબમાં આવી, ત્યારે તેને વેઇટલિફ્ટિંગ કરવું હતું. આયુષીને સૌથી પહેલાં બોડી મેઇન્ટેન કરવા માટે કસરત કરાવતો હતો. ત્યારબાદ ધીરે-ધીરે વેઇટલિંફ્ટિંગની ટ્રેનિંગ આપવાનું શરૂ કર્યું હતું અને શહેરમાં જ્યાં નાની વેઇટલિફ્ટિંગની ઇવેન્ટો થતી હતી, ત્યાં હું આયુષીને મારી જોડે લઈ જતો અને બતાવતો હતો કે, આ રીતે બધી જુદી-જુદી સ્પર્ધાઓ થાય છે. આજે આયુષીએ ગુજરાતમાં સૌપ્રથમવાર વેઇટલિફ્ટિંગ નેશનલમાં સિલ્વર મેડલ પ્રાપ્ત કર્યો છે. મને આની ખૂબ જ ખુશી છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.