ETV Bharat / city

ખરા સમયે સેવા એ જ સાચી સેવા- સુરત સિવિલના લેબ ટેકનિશ્યન સ્ટાફે કહેવતને સાર્થક કરી

author img

By

Published : Jun 3, 2021, 9:49 AM IST

અગ્રિમ હરોળના કોરોના વોરિયર્સ ડોકટરો, પેરામેડિકલ, નર્સિંગ, લેબ ટેકનિશ્યન સ્ટાફ કોરોના સામેના જંગમાં દર્દીઓના જીવનદાતા બન્યા છે. કોરોનાગ્રસ્ત બનવા છતાં સ્વસ્થ થઈને ફરજને પ્રાધાન્ય આપનારા અનેક કોવિડ વોરિયર્સ પ્રેરણારૂપ બન્યાં છે

cc
ખરા સમયે સેવા એ જ સાચી સેવા- સુરત સિવિલના લેબ ટેકનિશ્યન સ્ટાફે કહેવતને સાર્થક કરી

  • કોરોના વોરીયર્સએ સિવિલને જ બનાવ્યું પોતાનું બીજુ ઘર
  • પરિવારના સભ્યો ગુમાવ્યા છતા ફરજ પર હાજર
  • ખરા સમયે સેવા એ જ સાચી સેવા

સુરત : સિવિલના માઈક્રોબાયોલોજી વિભાગની કોવિડ ટેસ્ટીંગ લેબમાં ફરજ નિભાવતા ટેકનિશ્યન દિવ્યાબેન પટેલ અને વર્ષાબેન પટેલ કોવિડ-19 (Covid-19)ની શરૂઆતથી જ પોતાના પરિવારની ચિંતા કર્યા વગર જીવના જોખમે સેવા આપી રહ્યા છે, જેમના પરિવારજનો કોરોના સંક્રમિત થયા હતાં અને સ્વજનોને ગુમાવ્યાં છે પણ ફરજને પ્રાધાન્ય આપી સિવિલને જ બીજું ઘર બનાવી ઓવરટાઈમ કરીને પણ ટીમ સાથે કોવિડ ટેસ્ટીંગની ફરજ બજાવી રહ્યાં છે.

રજા લીધા વિના સેવા

મુળ મહેસાણાના વિસનગરના વતની અને સુરત સિવિલમાં આઠ વર્ષથી લેબ ટેકનિશ્યન તરીકે કાર્યરત દિવ્યાબેન રમેશલાલ પટેલે જણાવ્યું હતું છે કે, 'નાનપણથી પરિવારે ભણાવી-ગણાવી મેડિકલ અભ્યાસ કરાવ્યો હતો. પરિવારનો મંત્ર છે કે, 'ખરા સમયે સેવા કરવી એ જ સાચી સેવા.' એટલે આ શબ્દોને શિરોમાન્ય ગણી ફરજ નિભાવું છું. કોરોનાની શરૂઆતથી જ એક પણ રજા લીધા વિના ફરજ નિભાવી છે.

આ પણ વાંચો : અમદાવાદ સિવિલમાં ફરજ બજાવતી નર્સની માતાના નિધનના 4 દિવસમાં જ ફરજ પર પરત ફરી

ખરા સમયે સેવા એ જ ખરી સેવા

કોરોનાકાળમાં હું અને મારા પરિવારના સભ્યો સંક્રમિત થયા હતાં. કોરોનાને હરાવી પુન: ફરજ પર હાજર થઈ હતી. આ દરમિયાન જેમના માર્ગદર્શનથી આ ક્ષેત્રમાં આગળ વધી હતી, એવા મારા પાલક પિતા(મોટા પપ્પા)નું કોવિડમાં નિધન થયું, આ આઘાતના સમાચાર સાંભળીને હું ભાંગી પડી હતી. વતન જઈને અંતિમક્રિયા સહિતના ત્રણ દિવસમાં જ હું મારી ફરજ પર હાજર થઇ હતી, કારણ કે મારા પાલક પિતાએ સમજાવ્યું હતું કે, કોવિડના કપરા કાળમાં જરૂરિયાતમંદ લોકોને ઉપયોગી થવું એ જ કર્મયોગ છે. તેમના મૃત્યુના ત્રીજા દિવસે ફરજ પર હાજર થઇ એમને શ્રદ્ધાંજલિ આપી હતી.

રજા લીધા વિના સતત ટેસ્ટીંગ કાર્યમાં યોગદાન આપ્યું

અન્ય એક મહિલા લેબ ટેકનિશ્યન એવા મૂળ વલસાડના ડુંગરી ગામના વતની વર્ષાબેન મોહનભાઇ પટેલ છેલ્લા આઠ વર્ષથી સુરત સિવિલની માઈક્રોબાયોલોજી લેબમાં ફરજ બજાવે છે. વર્ષાબેને જણાવ્યું હતું છે કે, 'કોવિડની શરૂઆતથી રજા લીધા વિના સતત ટેસ્ટીંગ કાર્યમાં યોગદાન આપ્યું છે. કારણ કે હાલ સિવિલને અમારી ખાસ જરૂર છે. મારા સિવાય મારો આખો પરિવાર કોરોનાગ્રસ્ત બન્યો અને કોરોનામુક્ત થયા, પરંતુ મારા નંણદનું કોરોનાથી દુઃખદ અવસાન થયું હતું. પરિવાર શોકાતુર હતો. કોરોનાના કેસો સતત વધી રહ્યાં હતાં, અને કામનું ભારણ ખુબ હતું. જેથી ત્રણ દિવસમાં ફરજ પર હાજર થઇને કામ પર જોડાઈ ગઈ હતી. મારા પરિવારે હંમેશા સાથ-સહકાર આપી વિપરીત સ્થિતિમાં પણ કામ કરવાંનો ઉત્સાહ વધાર્યો છે.

આ પણ વાંચો : પોરબંદર જિલ્લામાં પોસ્ટ વિભાગના 348 કર્મચારીઓ કોરોના વોરિયર્સ બનીને ફરજ બજાવી રહ્યા છે

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.