ETV Bharat / city

સુરતના ઈચ્છાપૂર બ્રિજ પર અડચણરૂપ 143 ટન વિશાળકાય બોઇલર આજે ખસેડવામાં આવ્યું

author img

By

Published : Aug 10, 2021, 7:32 PM IST

સુરતના હજીરા રોડ ઉપર આવેલ બ્રિજની વચ્ચોવચ ઉપર 15 દિવસ પહેલા 143 ટન વિશાળકાય બોઇલર પડી ગયું હતું. જેથી પંદર દિવસ સુધી રસ્તો બંધ કરવામાં આવ્યો હતો. આજે આ 143 ટન બોઇલરને હટાવવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી.

સુરતના ઈચ્છાપૂર બ્રિજ પર અડચણરૂપ 143 ટન વિશાળકાય બોઇલર આજે ખસેડવામાં આવ્યું
સુરતના ઈચ્છાપૂર બ્રિજ પર અડચણરૂપ 143 ટન વિશાળકાય બોઇલર આજે ખસેડવામાં આવ્યું

  • ઇચ્છાપુરમાં 15 દિવસ પહેલા એક 140 ટન વિશાળકાય બોઇલર પડી ગયું હતું
  • બ્રિજના પીલરને ખૂબ જ નુકસાન થયું હતું
  • મુંબઈથી 500 ટન વજન ધરાવતી ક્રેઈન બોલાવવામાં આવી


સુરતના હજીરા રોડ ઉપર આવેલ બ્રિજની ઉપર વચ્ચોવચ 15 દિવસ પહેલા એક 140 ટન વિશાળકાય બોઇલર LNT કંપનીથી વિશાખાપટ્ટનમ જઈ રહી હતી.આ વિશાળકાય બોઇલરને LNT કંપની દ્વારા જ બનાવવામાં આવ્યું હતું. સ્પીડ વધારે હોવાથી બ્રિજના ટર્નિંગ ઉપર જ વચ્ચોવચ આ વિશાળકાય બોઇલર ધરાશાયી થઈ ગયું હતું. તે સમયે બ્રિજના પીલરને ખૂબ જ નુકસાન થયું હતું.જોકે ત્યારબાદ બોઇલર અડચણરૂપ હોવાથી લોકો માટે આ બ્રિજ બંધ કરી દેવામાં આવ્યો હતો.LNT કંપની પાસે મોટો પ્રશ્ન ઉભો થયો હતો કે આટલા વિશાળકાય 143 ટન ધરાવતા બોઇલરને કઈ રીતે પુલ નીચે ઉતારવામાં આવે.

500 ટન વજન ધરાવતી ક્રેઈન દ્વારા વિશાળકાય બોઇલરને પુલ ઉપરથી ઉતારવામાં આવ્યું હતું

મુંબઈથી 500 ટન વજન ધરાવતી ક્રેઈન બોલાવવામાં આવી
આ 143 ટન વિશાળકાય બોઇલરને હટાવવા માટે મુંબઈથી 500 ટન વજન ધરાવતી ક્રેઈન બોલાવવામાં આવી હતી. બોયલરને ઉચકવામાં ક્રેઈન ઉંચકાઈ ન જાય તે માટે તેની સામે 200 ટનનું બીજું વજન મૂકવામાં આવ્યું હતુંઅને આની માટે પુલ નીચે પણ સવારે 9 થી 1 વાગ્યા સુધી રસ્તો બંધ કરવામાં આવ્યો હતો.બીજી બાજુ બ્રિજ તથા લોકોને કોઈ જાનહાનિ ન થાય તે રીતે આ વિશાળકાય બોઇલરને ઉપરથી નીચે ઉતારવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. આ તૈયારીઓ છેલ્લા ચાર દિવસથી કરવામાં આવતી હતી. 500 ટન વજન ધરાવતા ક્રેઈન બ્રિજ ઉપર જઈ શકે તેમ ન હતું એ માટે નીચેથી જ આ કામગીરી કરવામાં આવી હતી. ત્યારબાદ આજે સંપૂર્ણ તૈયારી કર્યા બાદ 500 ટન વજન ધરાવતી ક્રેઈન દ્વારા વિશાળકાય બોઇલરને પુલ ઉપરથી ઉતારવામાં આવ્યું હતું. આ કામગીરીમાં ત્રણ કલાક જેટલો સમય ગયો હતો.
બીજા 15 દિવસ સુધી બ્રિજ બંધ રાખવામાં આવશે
આ વિશાળકાય બોઇલરને પુલ ઉપરથી નીચે ઉતારવામાં ત્રણ કલાક જેટલો સમય લાગ્યો હતો. ત્યારબાદ પણ નિષ્ણાતોની ટીમ દ્વારા આ બ્રિજના સારકામ કરવા બીજા પંદર દિવસ સુધી વાહન વ્યવહાર આ બ્રિજ ઉપરથી બંધ રહેશે. જેથી આ પંદર દિવસ દરમ્યાન બ્રિજનું સમારકામ થઇ શકે છે. બીજી બાજુ બ્રિજ નીચે સવારે અને સાંજે બંને સમયે ટ્રાફિક જામની સમસ્યાઓનો લોકોએ સામનો કરવો પડશે. સુરતના SVNITની નિષ્ણાતોની ટીમ બોઇલરને ઉતારવા સમય દરમિયાન ઉપસ્થિત હતી. તેમના દ્વારા જણાવવામાં આવ્યું હતું કે બીજા પંદર દિવસ સુધી બ્રિજ બંધ રાખવામાં આવશે. ત્યારબાદ બ્રિજનું સમારકામ કરવામાં આવશે.ત્યારબાદ જ બ્રિજ વાહન વ્યવહાર માટે ખુલ્લો મૂકી દેવામાં આવશે.
આ પણ વાંચોઃ ચાર મિત્રો કોલકાતાથી સુરત આવ્યા અને સુરતીઓને લગાડ્યો 100થી વધુ વેરાયટીની 'ચા'નો ચસ્કો...

આ પણ વાંચોઃ સુરત રેલવે સ્ટેશનના પૂર્વ તરફના ભાગને પણ સમાંતર વિકસાવી શકાશે, રેલવે રાજ્યપ્રધાન લાવ્યાં ઉકેલ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.