ETV Bharat / city

સુરતમાં ટોરેન્ટ પાવર સ્ટેશનના ધાબા પરથી આધેડનો હત્યા કરાયેલો મૃતદેહ મળ્યો

author img

By

Published : Jun 1, 2021, 6:11 PM IST

વરાછા કમલ પાર્ક સોસાયટી પાસે આવેલા ટોરેન્ટ પાવર સ્ટેશનના ધાબા પરથી મોડી રાત્રે આધેડની ગળે ટૂંપો દઇ અને પાઇપથી માર મારી હત્યા કરાયેલો મૃતદેહ મળી આવતાં ચકચાર મચી છે. બનાવની જાણ થતાંની સાથે વરાછા પોલીસનો કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો અને મૃતદેહને પીએમ માટે મોકલી આપી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

સુરતમાં ટોરેન્ટ પાવર સ્ટેશનના ધાબા પરથી આધેડનો હત્યા કરાયેલો મૃતદેહ મળ્યો
સુરતમાં ટોરેન્ટ પાવર સ્ટેશનના ધાબા પરથી આધેડનો હત્યા કરાયેલો મૃતદેહ મળ્યો

  • સુરત ટોરેન્ટ પાવર સ્ટેશનમાંથી મળ્યો આધેડનો મૃતદેહ
  • મૃતકની ઓળખ નયન ઉર્ફે નવીન બચુભાઈ જોશી તરીકે થઈ
  • પાવર સ્ટેશનના ધાબા ઉપર ઊંઘવા માટે જતો હતો આધેડ


સુરત: વરાછા પોલીસ મથકથી મળતી માહિતી મુજબ વરાછા કમલ પાર્ક સોસાયટી બંસી કાકાની શેરીમાં આવેલ ટોરેન્ટ પાવર સ્ટેશનના ધાબા પરથી મોડી રાત્રે 50 વર્ષીય નયન ઉર્ફે નવીન બચુભાઈ જોશીની હત્યા કરાયેલ મૃતદેહ મળી આવ્યો હતાં. આ અંગે પોલીસ કંટ્રોલને જાણ કરવામાં આવી હતી. વરાછા પોલીસ ઈન્સ્પેક્ટર સહિત સ્ટાફના માણસો ઘટનાસ્થળે દોડી ગયા હતાં.

આ પણ વાંચોઃ આરોગ્ય અગ્ર સચિવ જયંતિ રવિની તમિલનાડુમાં બદલી, એરોવિલ ફાઉન્ડેશનના સેક્રેટરી બન્યા

ટોરેન્ટ પાવર સ્ટેશનના ધાબા ઉપર ઊંઘવા માટે જતો હતો

હત્યારાઓએ નયનભાઈ જોશીને ગળેટૂંપો આવવાની સાથે પાસેથી ઢોર માર મારી હત્યા કરી હોવાનું બહાર આવ્યું છે. પોલીસે નયનભાઈના મૃતદેહને પીએમ માટે હોસ્પિટલમાં મોકલી આપી આગળની કાર્યવાહી શરૂ કરી છે પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે નયનભાઈ છેલ્લા 30 વર્ષથી ઘરે ગયાં નથી અને કાપોદ્રા કુબેરનગર પોપડા પાસે રહેતાં હતાં અને છેલ્લા 12 દિવસથી વરાછા કમલ પાર્ક સોસાયટી ટોરેન્ટ પાવર સ્ટેશનના ધાબા ઉપર ઊંઘવા માટે જતાં હતાં.

આ પણ વાંચોઃ પત્ની Nisha Rawal સાથે મારપીટની ઘટના બાદ Karan Mehra નો જામીન પર છૂટકારો

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.