ETV Bharat / city

સુરત બારડોલી રોડ પર અકસ્માતમાં કારનો કચ્ચરઘાણ છતાં યુવકોનો ચમત્કારિક બચાવ

author img

By

Published : May 28, 2021, 11:03 AM IST

કડોદરા બારડોલી રોડ પર તાતીથૈયા ગામના પાટીયા પાસે ઇકો કાર અને ડમ્પર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં કારમાં સવાર બે યુવકોને ઇજા થતાં સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.

સુરત બારડોલી રોડ પર અકસ્માતમાં કારનો કચ્ચરઘાણ છતાં યુવકોનો ચમત્કારિક બચાવ
સુરત બારડોલી રોડ પર અકસ્માતમાં કારનો કચ્ચરઘાણ છતાં યુવકોનો ચમત્કારિક બચાવ

  • મોટર સાયકલ ચાલકને બચાવવા જતાં ડમ્પર ચાલકે કાબૂ ગુમાવ્યો
  • ઇજાગ્રસ્ત બન્ને યુવકોને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા
  • ઇજાગ્રસ્ત બન્ને યુવકોને સામાન્ય ઇજા થઇ છે

સુરત: પલસાણા તાલુકાના તાતીથૈયા ગામ નજીક બારડોલી કડોદરા રોડ પર મોટર સાયકલ ચાલકને બચાવવા જતાં ડમ્પર ચાલકે કાબૂ ગુમાવી દીધો હતો. ડમ્પર સામેથી આવતી ઇકો કાર સાથે ધડાકાભેર અથડાવી દેતાં અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં કારમાં સવાર બે યુવકોને ઇજા પહોંચી હતી.

આ પણ વાંચોઃ વાપી નજીક નેશનલ હાઇવે પર 3 કાર વચ્ચે અકસ્માત, ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા

ઇકો કાર લઇ સુરત વેપાર અર્થે જઈ રહયા હતા

ગુરુવારે સવારે સાત વાગ્યાના સુમારે કામરેજ તાલુકાના હલધરું ખાતે રહેતા પંકજભાઈ ખતીક તેમજ તેમનો ભાઈ નિલેશભાઈ ખતીક પોતાની ઇકો કાર નંબર GJ19BA0477 લઈ સુરત પોતાના વેપાર અર્થે જઈ રહયા હતા.

અકસ્માતમાં કારનો કચ્ચરઘાણ છતાં યુવકોનો ચમત્કારિક બચાવ
અકસ્માતમાં કારનો કચ્ચરઘાણ છતાં યુવકોનો ચમત્કારિક બચાવ

કારમાં ફસાયેલા બે શખ્સને 108ની મદદથી સંજીવની હોસ્પિટલ ખાતે ખસેડયા હતા

તાતીથૈયા ગામના પાટિયા પાસે સામેથી આવતા એક મોટર સાયકલને બચાવવા જતાં ઝડપથી આવેલા ડમ્પર નંબર GJ12AZ4551ના ચાલકે ઇકો કાર સાથે ધડાકાભેર અથડાતા કારમાં સવાર બે શખ્સ કારની આગળનો ભાગ દબાઈ જતા અંદર ફસાઈ ગયા હતા. તે સમયે લોકો એકત્રિત થઇ ઇકો કારમાં ફસાયેલા બે શખ્સને 108ની મદદથી સંજીવની હોસ્પિટલ ખાતે ખસેડયા હતા. જ્યારે આ અકસ્માત સર્જનાર ડમ્પર ચાલક ગાડી મૂકી નાસી છૂટયો હતો.

ઇજાગ્રસ્તોને દરવાજો તોડી બહાર કાઢ્યા

પ્રથમ નજરે અકસ્માત એટલો ગંભીર હતો કે, સૌ કોઇ જોઇને એમ જ કહેતા હતા કે ઇકો કારમાં કોઈ બચ્યું નહિ હોય. પરંતુ નસીબજોગ બન્ને યુવકોનો બચાવ થયો હતો. ઇકો કાર આગળના ભાગેથી અંદરની તરફ દબાયેલી હોવાથી અકસ્માત સમયે અંદર બેઠેલાઓને દરવાજા તોડી બહાર કાઢવા પડયા હતા.

આ પણ વાંચોઃ સુરતના વડોલી વાંક પાસે સર્જાયો અકસ્માત, એકનું મોત

પોલીસે ઘટના સ્થળે આવી જરૂરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી

બન્ને શખ્સને હોસ્પિટલ પહોંચાડતા તબીબે જણાવ્યું કે, સામાન્ય ઈજાઓ થઈ છે આથી કેવું પડે કે " રામ રાખે તેને કોણ ચાખે". આ ઘટનાની જાણ કડોદરા જીઆઈડીસી પોલીસને થતાં ઘટનાસ્થળે આવી પહોંચી હતી. પોલીસે ઘટના સ્થળે આવી ટ્રાફીક ભારણ હળવું કરી જરૂરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.