ETV Bharat / city

સુરત: સ્વદેશી કંપની દ્વારા નિર્મિત IB C454 સીરિઝની છેલ્લી બોટ તટરક્ષક દળને થઇ અર્પણ

author img

By

Published : Dec 15, 2020, 4:20 PM IST

Updated : Dec 15, 2020, 7:00 PM IST

સુરતના હજીરા ખાતે સ્વદેશી કંપની મેસર્સ એલ એન્ડ ટી દ્વારા તૈયાર થયેલી ઇન્ટરસેપ્ટર C-454 સીરિઝની છેલ્લી બોટ કોસ્ટ ગાર્ડને અર્પણ કરવામાં આવી હતી.

સ્વદેશી કંપની એલ એન્ડ ટી દ્વારા નિર્મિત IB C454 સીરિઝની છેલ્લી બોટ તટરક્ષક દળને થઇ અર્પણ
સ્વદેશી કંપની એલ એન્ડ ટી દ્વારા નિર્મિત IB C454 સીરિઝની છેલ્લી બોટ તટરક્ષક દળને થઇ અર્પણ

  • ડ્રગ્સ માફિયા, ઘુસણખોરો, આતંકીઓની સામુદ્રિક હિલચાલ પર રખાશે બાજનજર
  • IB C454 સીરિઝની છેલ્લી બોટ તટરક્ષક દળને થઇ અર્પણ
  • સ્વદેશી કંપની એલ એન્ડ ટી દ્વારા છે નિર્મિત
    સ્વદેશી કંપની એલ એન્ડ ટી દ્વારા નિર્મિત IB C454 સીરિઝની છેલ્લી બોટ તટરક્ષક દળને થઇ અર્પણ

સુરત : ગુજરાતમાં 1600 કિલોમીટરનો કોસ્ટલ વિસ્તાર છે. આ વિસ્તારમાંથી ડ્રગ્સ માફિયા, દાણચોરો, આતંકવાદીઓ પ્રવેશ કરવા માંગે છે પરંતુ આ તમામની યોજનાઓને જેટ્ટી, હજીરા (સુરત) દ્વારા તૈયાર ઇન્ટરસેપ્ટર C-454 સીરિઝની બોટ નિષ્ફળ બનાવે છે. આજે વધુ એક બોટ ભારતીય તટરક્ષક દળને અર્પણ કરાઈ છે. સર્વેલેન્સ, રડાર અને હથિયાર સાથે સજ્જ આ બોટના કારણે તટરક્ષકોને અનેક સુવિધાઓ મળી છે. લાઈટ મટીરિયલના કારણે આ બોટ ઝડપી સમુદ્રમાં ફરે છે. ઓછી કિંમતમાં તૈયાર થયેલી આ બોટના કારણે દુશ્મન દેશથી આવનાર ડ્રગ્સ માફિયા, ઘુસણખોર, આતંકીઓની સામુદ્રિક હિલચાલ ઉપર બાજનજર રાખી શકાય છે.

સ્વદેશી કંપની એલ એન્ડ ટી દ્વારા નિર્મિત IB C454 સીરિઝની છેલ્લી બોટ તટરક્ષક દળને થઇ અર્પણ
સ્વદેશી કંપની એલ એન્ડ ટી દ્વારા નિર્મિત IB C454 સીરિઝની છેલ્લી બોટ તટરક્ષક દળને થઇ અર્પણ
ગુજરાતના તટ વિસ્તારમાં બાજનજર રાખશે

આ કાર્યક્રમમાં તટ રક્ષકના ઉચ્ચ અધિકારીઓ હાજર રહ્યા હતા. ભારતીય તટરક્ષક દળ ઇન્ટરસેપ્ટર બોટ (IB) ICGS C-454 સુરત સ્થિત મેસર્સ લાર્સન એન્ડ ટર્બો દ્વારા ડિઝાઇન થઇ છે. 27 મીટર લંબાઇ અને 1.4 મીટરનું સરેરાશ ડ્રાફ્ટ ધરાવતી IB અદભૂત સ્કિપિંગ, ગતિશીલતા ધરાવે છે. તેની મહત્તમ ઝડપ 45 નોટિકલ માઇલ (83 કિમી/ કલાક) છે અને 500 નોટિકલ માઇલની રેન્જ સુધી જવાની ક્ષમતા ધરાવે છે.

સ્વદેશી કંપની એલ એન્ડ ટી દ્વારા નિર્મિત IB C454 સીરિઝની છેલ્લી બોટ તટરક્ષક દળને થઇ અર્પણ
સ્વદેશી કંપની એલ એન્ડ ટી દ્વારા નિર્મિત IB C454 સીરિઝની છેલ્લી બોટ તટરક્ષક દળને થઇ અર્પણ
Last Updated :Dec 15, 2020, 7:00 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.