ETV Bharat / city

સુરતના કોટન એસોસિએશને ખાતરના ભાવ વધવાથી આર્થિક સહાય પેકેજ જાહેર કરવા માગ કરી

author img

By

Published : May 12, 2021, 1:27 PM IST

લોકો કોરોનાની મહામારી સામે ઝઝૂમી રહ્યા છે ત્યારે ખાતરના ભાવમાં અસહ્ય વધારો કરવામાં આવતા ખેડૂતોના માથે વર્ષે 20 હજાર કરોડ રૂપિયાનું ભારણ વધ્યું છે. આના કારણે રાજ્યના ખેડૂતોને માથે 1,200 કરોડ રૂપિયાનું ભારણ આવશે. આ સંજોગોમાં કોટન એસોસિએશન ઓફ ઈન્ડિયાના ડિરેક્ટર જયેશ પટેલે નાણા પ્રધાનને પત્ર લખી 20 હજાર કરોડ રૂપિયાનું આર્થિક સહાય પેકેજ જાહેર કરવાની માંગ કરી છે.

સુરતના કોટન એસોસિએશને ખાતરના ભાવ વધવાથી આર્થિક સહાય પેકેજ જાહેર કરવા માગ કરી
સુરતના કોટન એસોસિએશને ખાતરના ભાવ વધવાથી આર્થિક સહાય પેકેજ જાહેર કરવા માગ કરી

  • કોરોનાના કહેર વચ્ચે ખાતરના ભાવ વધ્યા
  • કોટન એસોસિએશન ઓફ ઈન્ડિયાના ડિરેક્ટરે નાણા પ્રધાનને લખ્યો પત્ર
  • નાણા પ્રધાનને પત્ર લખી 20 હજાર કરોડ રૂપિયાનું આર્થિક સહાય પેકેજ જાહેર કરવા માગ

સુરતઃ કોરોના કાળમાં ખેડૂતો પણ કોરોના વોરિયર્સ બની ગયા છે. છેલ્લા એક વર્ષથી કોરોના મહામારીની માઠી અસર કૃષિ ક્ષેત્રમાં પણ જોવા મળી છે. ઓછી દેખરેખના કારણે પાકનું ઉત્પાદન ઘટ્યું છે. જ્યારે યોગ્ય બજારના પ્રશ્નના લીધે ખેડૂતોની આવક ઘટી છે. તેમજ પરિવારના સભ્યોની માંદગીનો ખર્ચ અને વજન ગુમાવવાનો પણ રંજ છે. જોકે, આ સમયે કંપનીઓ દ્વારા રાસાયણિક ખાતર જેવા કે DAP ખાતરમાં પ્રતિ ટન 14,000 અને NPK ખાતર પ્રતિ ટન 12,000 જેટલો વધારો કરવામાં આવ્યો છે, જેના કારણે ખેડૂતો હેરાન થઈ ગયા છે.

કોરોનાના કહેર વચ્ચે ખાતરના ભાવ વધ્યા

આ પણ વાંચોઃ સાયણ સુગરે ખેડૂતોને ખેડૂતોને ઇનસેન્ટિવ પેટે 60 રૂપિયા ચૂકવવવાનું નક્કી કર્યું

ભાવ વધારાના કારણે ખેડૂતો પરેશાન

દેશમાં 55 ટકા લોકો ગામડામાં રહીને ખેતીના પાકના ઉત્પાદન કરી રોજગારી મેળવે છે. દેશના જીડીપીમાં 16 ટકાનો હિસ્સો કૃષિક્ષેત્રના છે કે દૂધ, શાકભાજી, ફળ, અનાજની તંગી થવા દીધી નથી. જોકે કંપનીઓ દ્વારા તાજેતરમાં રસાયણિક ખાતર જેવા કે DAP ખાતરમાં પ્રતિ ટન 14 હજાર અને NPK ખાતરમાં પ્રતિ ટન 12 હજાર જેટલો અસહ્ય ભાવ વધારો કર્યો છે, જે ખેડૂતોની હેરાનગતિમાં વધારો કરનાર સાબિત થયો છે.

આ પણ વાંચોઃ સતત બીજા વર્ષે સફેદ જાંબુની માગ ઘટતા ગીરનો ખેડૂત ચિંતાગ્રસ્ત

રાજ્યમાં 1,200 કરોડ રૂપિયાનું નુક્સાન સહન કરવું પડશે

આ અંગે નાણા પ્રધાનને પત્ર લખી સહાયની માગણી કરનારા કોટન એસોસિએશન ઓફ ઈન્ડિયાના ડિરેક્ટર જયેશ પટેલે જણાવ્યું હતું કે, ખેડૂતોની માલિકીની સહકારી સંસ્થાઓ ઈફ્કો, કૃભકો વર્ષે 62 લાખ ટન NPK અને DAP ખાતરનું ઉત્પાદન કરે છે. કોરોના કાળમાં ખેડૂતોને 20,000 કરોડ રૂપિયાનું આર્થિક ભારણ વધે તેમ છે, જેમાં ગુજરાતમાં 1,200 કરોડ રૂપિયાનું નુક્સાન સહન કરવું પડશે. આ સંજોગોમાં નાણા પ્રધાનને પત્ર લખી અન્નદાતા વોરિયર્સ પર આવી પડેલી 20,000 કરોડ રૂપિયાની ખાસ સહાય પેકેજ જાહેર કરવાની માગણી કરવામાં આવી છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.