ETV Bharat / city

માલિકે નોકરીથી કાઢી દેતા કારીગરે કાપડના ગોડાઉનમાં આગ લગાવી, CCTV જૂઓ

author img

By

Published : Sep 6, 2022, 10:06 PM IST

કાપડના ગોડાઉનમાં કામ કરતા કારીગરને માલિકે કાઢી મૂક્યાં બાદ તેણે ગોડાઉનને આગ લગાડી (Textile godown set on Fire by Worker in Surat ) દીધી હતી. જેનો સીસીટીવી ફૂટેજે ભેદ ઉકેલ્યો છે. 10 દિવસ પહેલાં બનેલી આ ઘટનામાં ફરિયાદને લઇને સરથાણા પોલીસે ( Surat Sarthana Police ) ઘટનાના સીસીટીવી ફૂટેજ મેળવી ( CCTV Solved Crime )ભેદ ઉકેલી લીધો છે. જોકે આરોપીની ધરપકડના ચક્રો ગતિમાન કરવામાં આવ્યાં છે.

માલિકે નોકરીથી કાઢી દેતા કારીગરે કાપડના ગોડાઉનમાં આગ લગાવી, CCTV જૂઓ
માલિકે નોકરીથી કાઢી દેતા કારીગરે કાપડના ગોડાઉનમાં આગ લગાવી, CCTV જૂઓ

સુરત સણીયા હેમાદ ગામમાં આવેલા કાપડના ગોડાઉનમાં 10 દિવસ અગાઉ વહેલી સવારે આગ ફાટી નીકળી હતી. આગના કારણે 78 લાખ રૂપિયાનું નુકશાન થયું હતું. આ સમગ્ર કેસમાં પોલીસ તપાસ કરવામાં આવતા આગ કારીગર દ્વારા લગાડવામાં આવી (Textile godown set on Fire by Worker in Surat ) હોવાનું સામે આવ્યું હતું. કાપડના ગોડાઉનમાં કામ કરતા કારીગરે જ આગ લગાડી 78 લાખનું નુકશાન કરતા તેની સામે પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવી છે.

એજાઝ અહેમદ નામના કારીગરને બે ત્રણ દિવસ પહેલા છૂટો કરી દેવામાં આવ્યો હતો

10 દિવસ અગાઉ મળસ્કે આગ લાગી હતી સણીયા હેમાદ ગામમાં શુભમ ઇન્ડસ્ટ્રીઝ ( Shubham Industries in Saniya Hemad Village ) વિભાગ 2 માં આવેલા કાપડના ગોડાઉનમાં 10 દિવસ અગાઉ મળસ્કે આગ લાગી હતી. આગને લઈને ત્યાં અફરાતફરી મચી જવા પામી હતી. બીજી તરફ બનાવની જાણ થતા ફાયર વિભાગનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો. અને ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવ્યો હતો. જોકે આ આગના કારણે ગોડાઉનમાં રહેલ ડ્રેસ મટિરિયલ્સ સહીત કિંમતી કાપડનો જથ્થો બળીને ખાખ થઇ ગયો હતો. બીજી તરફ આ મામલે તપાસ કરતા આગ લાગી ન હતી પરંતુ લગાડવામાં આવી હોવાનું બહાર આવ્યું હતું.

કારીગરને છૂટો કરી દેવામાં આવ્યો હતો ત્યાં અગાઉ કામ કરતા એજાજ અહેમદ નામના કારીગરે ગોડાઉનમાં પ્રવેશી જવલનશીલ પ્રવાહી છાંટી આગ લગાડી હતી. આ ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે. જેમાં ગોડાઉન માલિક ભાનુબેન રૈયાણીએ સરથાણા પોલીસ મથકમાં ( Surat Sarthana Police ) ફરિયાદ નોંધાવી હતી. તેઓની ફરિયાદ મુજબ એજાઝ અહેમદ નામના કારીગરને બે ત્રણ દિવસ પહેલા છૂટો કરી દેવામાં આવ્યો હતો જેનું મન દુખ રાખી ગોડાઉનમાં આગ લગાડી હતી. આગના કારણે ગોડાઉનમાં 78 લાખ રૂપિયાનું નુકશાન થયું હતું. આ મામલે સરથાણા પોલીસે ગુનો નોંધી તપાસ શરુ કરી છે. બીજી તરફ આ સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજે ભેદ ( CCTV Solved Crime ) ઉકેલ્યો છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.