ETV Bharat / city

ચા વાળાએ બેન્ક એજન્ટ સાથે મળીને ડોક્યુમેન્ટ્સનો દુરૂપયોગ કર્યો, 13.13 કરોડની ઠગાઈ થતા ધરપકડ

author img

By

Published : May 31, 2021, 7:34 PM IST

ચા વાળાએ બેન્ક એજન્ટ સાથે મળીને ડોક્યુમેન્ટ્સનો દુરૂપયોગ કર્યો, 13.13 કરોડની ઠગાઈ થતા ધરપકડ
ચા વાળાએ બેન્ક એજન્ટ સાથે મળીને ડોક્યુમેન્ટ્સનો દુરૂપયોગ કર્યો, 13.13 કરોડની ઠગાઈ થતા ધરપકડ

બેન્કના એજન્ટ અને ચાવાળા સહિત સ્ક્રેપના વેપારીએ સાથે મળીને કામરેજના કડોદરા ગામે રહેતા રેતી કપચીના વેપારી રીતેશ કાપડિયા સાથે કરોડો રૂપિયાની ઠગાઇ કરી છે. સુરતમાં વીયા એન્ટરપ્રાઇઝ નામની ઓફિસમાં ગત 28 જુલાઈ 2020ના રોજ ઓફિસ પાસે ચાની લારી ચલાવતો મુકેશ ધાડિયા એ.યુ.સ્મોલ ફાયનાન્સ બેન્કના એજન્ટ ભાવેશ પેટીગકા સાથે ગયો હતો. જ્યારબાદ 13.13 કરોડનું કૌભાંડ આચરતા પોલીસે ધરપકડ કરીને 3 દિવસના રિમાન્ડ મેળવ્યા છે.

  • કમિશનની લ્હાયમાં ચા વાળાએ કર્યો ખેલ
  • સ્ક્રેપના વેપારીના નામે કરન્ટ એકાઉન્ટ ખોલાવ્યુ
  • ડોક્યુમેન્ટ્સ સાથે ચેડા કરીને એકાઉન્ટ ખોલાવતા હતા

સુરત : શહેરમાં ઠગાઈનો નવો કારસો સામે આવ્યો છે. સ્ક્રેપના વેપારીએ ફાઇનાન્સ બેન્કના એજન્ટ અને ચાની લારીવાળા સાથે મીલીભગત કરીને કુલ રૂપિયા 13.13 કરોડનું કૌભાંડ આચર્યુ હોવાનું બહાર આવ્યું છે. સુરત ઇકો શહેરમાં દાખલ ફરિયાદ મુજબ કામરેજમાં રેતી કપચીના વેપારીના આઈ.ડી. પ્રૂફ થકી બેન્ક એકાઉન્ટ ખોલાવીને રૂપિયા 13.13 કરોડના નાણાકીય વ્યવહાર આ લોકો દ્વારા કરવામાં આવ્યો હતો. પોલીસે બેન્કના એજન્ટ અને ચાની લારીવાળાની ધરપકડ કરી છે અને કોર્ટમાં રજૂ કરીને 3 દિવસના રિમાન્ડ મેળવ્યા છે.

ઇકો સેલમાં નોંધાવવામાં આવી ફરિયાદ

મુકેશે ભાવેશ પાસે બેન્ક એકાઉન્ટ ખોલવાની વાત કરતા રિતેશ કાપડિયાએ જરૂરી પ્રોસેસ કરી હતી તેમજ ડોક્યુમેન્ટ્સને ફોટોગ્રાફ્સ પણ આપ્યા હતા. જે-તે સમયે મોબાઈલ પર આવેલો ઓટીપી પણ તેમને ભાવેશને આપ્યો હતો. મુકેશ ચેક અને ફોર્મ પર કાપડિયાની સહી કરાવી ભાવેશને આપી દીધા હતા. ત્યારબાદ માર્ચ 2021માં એ.યુ ફાયનાન્સ માંથી તેમના પર કોલ આવ્યો હતો કોલ કરનારે રોયલ ઇન્ટર પ્રાઈઝવાળા રીતેશભાઈ બોલો છો? એવી વાત કરી હતી. જોકે, રીતેશભાઈએ પોતાની ફોર્મનું નામ રોયલ એન્ટરપ્રાઇઝીસ નહીં પણ વીયા ઇન્ટર પ્રાઈઝ હોવાનું જણાવ્યું હતું. ત્યારબાદ તેમને ખબર પડી હતી કે તેમના ડોક્યુમેન્ટથી ચેડા થયા છે. જેથી આ અંગે તેમણે ઇકો સેલમાં ફરિયાદ નોંધાવી હતી .

ચા વાળાએ બેન્ક એજન્ટ સાથે મળીને ડોક્યુમેન્ટ્સનો દુરૂપયોગ કર્યો, 13.13 કરોડની ઠગાઈ થતા ધરપકડ

13.13 કરોડના ટ્રાન્ઝેક્શન થયા હોવાનું પણ જાણવા મળ્યું

આ અંગે ઇકો સેલના ACP વી.કે. પરમારે જણાવ્યું હતું કે, રોયલ એન્ટરપ્રાઈઝ નામના કરંટ એકાઉન્ટમાં 27 લાખ ક્યાંથી આવ્યા તે અંગે પૂછપરછ ઇકો સેલના અધિકારીઓએ કરી હતી. આ સાથે બેન્કમાં રૂબરૂ જઈને સ્ટેટમેન્ટ કરાવતા ડોક્યુમેન્ટનો દુરુપયોગ કરીને રોયલ એન્ટરપ્રાઇઝના નામે કરંટ એકાઉન્ટ ખોલાવ્યું હોવાનું પણ જાણવા મળ્યું હતું. ત્યારબાદ આ એકાઉન્ટ મારફતે 13.13 કરોડના ટ્રાન્ઝેક્શન થયા હોવાનું પણ જાણવા મળ્યું હતું. આ સમગ્ર મામલે મુકેશ અને ભાવેશની ધરપકડ કરાઈ છે. જ્યારે મુખ્ય સૂત્રધાર જાહિદ શેખ વોન્ટેડ છે. જાહિદ શેખે અન્ય વેપારીઓ મહેશ અને વિનોદના ડોક્યુમેન્ટ લઈને તેના આધારે ખુશી એન્ટરપ્રાઇઝ અને વિજય ટ્રેડર્સના નામે ફાયનાન્સ બેન્કમાં કરન્ટ ખાતા ખોલાવ્યા હતા. આ સમગ્ર મામલે કમિશનની લાલચમાં ચાની લારીવાળાએ ખેલ કર્યો હોવાનું પણ સામે આવ્યું નથી.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.