ETV Bharat / city

જ્વેલર્સ સાથે રૂપિયા 2.76 કરોડની ઠગાઈ કરનાર સેલ્સમેનનું સરેન્ડર

author img

By

Published : Sep 10, 2021, 10:31 PM IST

ઠગાઈ કરનાર સેલ્સમેનનું સરેન્ડર
ઠગાઈ કરનાર સેલ્સમેનનું સરેન્ડર

સુરતની સુમુલ ડેરી રોડ ખાતે જ્વેલરીની દુકાન ધરાવતા કતારગામના જ્વેલર્સના ત્યાં નોકરી કરતો સેલ્સમેન રૂપિયા 2.76 કરોડની ઠગાઈ કરી બે મહિના અગાઉ ફરાર થઈ ગયો હતો. આ સેલ્સમેને કોર્ટમાં સરેન્ડર કરતા ક્રાઇમ બ્રાન્ચે તેની ધરપકડ કરી છ દિવસના રિમાન્ડ મેળવ્યા છે.

  • સેલ્સમેન રૂપિયા 2.76 કરોડની ઠગાઈ કરી બે મહિના અગાઉ ફરાર થઈ ગયો હતો
  • ખોટા નામે વેપાર બેસાડી પેમેન્ટ કર્યા વિના કે દાગીના પરત કર્યા વિના ફરાર
  • ફરાર મુકેશ મોદીએ કોર્ટમાં સરેન્ડર કરતા ક્રાઈમ બ્રાન્ચે તેની ધરપકડ કરી

સુરત: સુમુલ ડેરી રોડ મહેક આઇકોનમાં દુકાન નંબર 334માં શ્રી લક્ષ્મી નારાયણ જ્વેલર્સ નામની દુકાન ધરાવતા મુળ ભાવનગરના ગારિયાધારના મોટા ચારોડિયાના વતની અને સુરતમાં કતારગામ ગજેરા સ્કૂલ પાસે લક્ષ્મી રેસિડેન્સીમાં રહેતા 49 વર્ષિય હરેશ કરશનભાઈ ઝાલાવડીયાને ત્યાં નોકરી કરતો સેલ્સમેન મુકેશ મોદી પોતે વેચાણ માટે લઇ ગયો હતો. આ દાગીના ઉપરાંત ખોટા ગ્રાહકો ઉભા કરી દુકાન ભાડે રાખી હતી. ખોટા નામે વેપાર બેસાડી પેમેન્ટ કર્યા વિના કે દાગીના પરત કર્યા વિના રૂપિયા 2.67 કરોડની ઠગાઈ કરી બે મહિના અગાઉ ફરાર થઈ ગયો હતો.

આર. આર. સરવૈયા ,ACP ક્રાઈમ બ્રાન્ચ

વતનમાં ગામની આજુ-બાજુના વિસ્તારમાં જ ફરતો હતો

19 ઓગસ્ટના રોજ હરેશભાઈએ સુરત ક્રાઇમ બ્રાન્ચમાં ફરિયાદ નોંધાવી હતી. તે દરમિયાન ફરાર મુકેશ મોદીએ કોર્ટમાં સરેન્ડર કરતા ક્રાઈમ બ્રાન્ચે તેની ધરપકડ કરી હતી. ક્રાઈમ બ્રાન્ચે તેને કોર્ટમાં રજૂ કરી છ દિવસના રિમાન્ડ મેળવ્યા હતા. બ્રાન્ચની પ્રાથમિક પૂછપરછમાં વતનમાં ગામની આજ-બાજુના વિસ્તારમાં જ ફરતો હતો, તેવી કબુલાત કરી હતી. ક્રાઇમ બ્રાન્ચ દ્વારા આરોપીના 5 દિવસના રિમાન્ડ મેળવી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.