ETV Bharat / city

સુરતના રેનશિ વિસ્પી ખરાદીએ BSFના જવાનોને આપી મિક્સ માર્શલ આર્ટની ટ્રેનિંગ

author img

By

Published : Jul 14, 2021, 10:52 AM IST

સુરતના રેનશિ વિસ્પી ખરાદીએ BSFના જવાનોને આપી મિક્સ માર્શલ આર્ટની ટ્રેનિંગ
સુરતના રેનશિ વિસ્પી ખરાદીએ BSFના જવાનોને આપી મિક્સ માર્શલ આર્ટની ટ્રેનિંગ

સુરત શહેર માટે ગૌરવપૂર્ણ કહી શકાય એવી સિદ્ધિ સુરતના મિક્સ માર્શલ આર્ટિસ્ટ રેનશિ વીસ્પી ખરાદીએ અપાવી છે. સુરતના પોલીસ કમિશનર તરીકે ફરજ બજાવી ચૂકેલા અને હાલ બીએસએફના ડાયરેકટર જનરલ રાકેશ અસ્થાનાની પહેલથી દેશની સીમાઓ ઉપર તૈનાત બોર્ડર સિક્યોરિટી ફોર્સ (BSF)ના જવાનોને રેનશિ વિસ્પી ખરાદી અને હાનશી મેહુલ વોરાની ટીમ દ્વારા માર્શલ આર્ટની ટ્રેનિંગ આપવામાં આવી છે.

  • BSFના ડાયરેકટર જનરલ રાકેશ અસ્થા દ્વારા પહેલ
  • સુરત શહેર પોલીસ કમિશનર તરીકે બજાવી ચૂક્યા ફરજ
  • BSF જવાનોને શીખવ્યા માર્શલ આર્ટના દાવપેચ

સુરત: શહેર માટે ગૌરવપૂર્ણ કહી શકાય એવી સિદ્ધિ સુરતના મિક્સ માર્શલ આર્ટિસ્ટ રેનશિ વીસ્પી ખરાદીએ અપાવી છે. સુરતના પોલીસ કમિશનર તરીકે ફરજ બજાવી ચૂકેલા અને હાલ બીએસએફના ડાયરેકટર જનરલ રાકેશ અસ્થાનાની પહેલથી દેશની સીમાઓ ઉપર તૈનાત બોર્ડર સિક્યોરિટી ફોર્સ (BSF)ના જવાનોને રેનશિ વિસ્પી ખરાદી અને હાનશી મેહુલ વોરાની ટીમ દ્વારા માર્શલ આર્ટની ટ્રેનિંગ આપવામાં આવી છે.

સુરતના રેનશિ વિસ્પી ખરાદીએ BSFના જવાનોને આપી મિક્સ માર્શલ આર્ટની ટ્રેનિંગ
સુરતના રેનશિ વિસ્પી ખરાદીએ BSFના જવાનોને આપી મિક્સ માર્શલ આર્ટની ટ્રેનિંગ

અદ્યતન CCTV નેટવર્ક તથા ટ્રાફિક બ્રિગેડ જેવી સામાજિક સુરક્ષા ઉપલબ્ધ કરાવી

આ અંગે રેનશિ વિસ્પી ખરાદીએ જણાવ્યું હતું કે, BSFના ડિરેક્ટર જનરલ રાકેશ અસ્થાના કે જેઓ લાંબા સમય સુધી સુરત પોલીસ કમિશનર તરીકે રહ્યા હતા. તે દરમિયાન અદ્યતન CCTV નેટવર્ક તથા ટ્રાફિક બ્રિગેડ જેવી સામાજિક સુરક્ષા ઉપલબ્ધ કરાવી હતી. અદ્યતન સેલ્ફ ડિફેન્સ ટેકનીક્સ તથા ધનિષ્ઠ મીલેટરી ટ્રેનિંગના અગ્રણી એવા રાકેશ અસ્થાનાએ શહેર પોલીસ અધિકારી તથા મહિલા આત્મરક્ષાની ટ્રેનીંગ પણ શહેરના જાણીતા મિક્સ માર્શલઆર્ટ ટ્રેઈનર રેનશિ વિસ્પી ખરાદી તથા તેમના પ્રશિક્ષકો દ્વારા પૂરી પાડી પોલીસ પબ્લિકના સમન્વયનું ઉદાહરણ આપ્યું હતું. આ કામગીરી સમાજિક જવાબદારી તરીકે વિનામૂલ્યે કરવામાં આવી હતી.

જાપાનીઝ મિક્સ માર્શલ આર્ટની સચોટ ગણાતી ટ્રેનિંગ આપી

BSFના જવાનોને ટ્રેનિંગ વિશે જણાવ્યું હતું કે, રવિ ગાંધી IG (BSF) ટ્રેનીંગ તથા ડિરેક્ટર જનરલ (BSF) સાથે રાકેશ અસ્થાનાએ BSFના જવાનોને કમાન્ડોની વિશિષ્ટ પ્રકારની ઇઝરાઇલીયન મિલેટ્રી ટ્રેનિંગ કે જે ''ક્રાવ માગા'' (Krav Maga) તરીકે ઓળખાય છે. તથા kudo - જાપાનીઝ મિક્સ માર્શલ આર્ટની સચોટ ગણાતી ટ્રેનિંગ આપી (BSF)ના દળને વધુ સુસજ્જ કરવાનું બીડું ઝડપ્યું છે. જેની તમામ જવાબદારી રેનશિ વિસ્પી ખરાદીને સોંપી છે. જે અંતર્ગત સૌપ્રથમ વિસ્પી ખરાદી તથા તેમના બે ચુનંદા પ્રશિક્ષકો બ્લૅકબૅલ્ટ સેનસાઇન ગુલામ મોઇનુદ્દીન મલેક તથા સેનસાઈ ચિંતસિંગ રાઠોડ, ટેકનપૂર ગ્વાલિયર મધ્યે આવેલા BSFના ટ્રેનિંગ કેમ્પ ખાતે જવાનો તથા કમાન્ડોને ફેજ-1ની ટ્રેનિંગ એક અઠવાડિયા સુધી આપી હતી.

જાપાનીસ ટેક્નિક વડે દુશ્મનને મ્હાત કરવાની નવતર પ્રકારની મિલેટ્રી ટ્રેનિંગનો સમાવેશ

તાજેતરમાં હજારીબાગ રાંચી ખાતે આવેલા BSF ટ્રેનિંગ કેમ્પમાં પણ ઉચ્ચ કક્ષાની ક્લોઝ કવોટર કોમ્બેટ (Combat) દુશ્મનો સાથે હાથો હાથની નિર્ણાયક ગણાતી લડાઈ તથા અત્યંત વિષમ પરિસ્થિતિમાં મિક્સ માર્શલ આર્ટ KUDOની જાપાનીસ ટેક્નિક વડે દુશ્મનને મ્હાત કરવાની નવતર પ્રકારની મિલેટ્રી ટ્રેનિંગનો સમાવેશ થયો છે. જેમાં BSF ના કમાન્ડો તથા ઉચ્ચ કક્ષાના અધિકારીઓ સાથે 50 જવાનોએ ભાગ લીધો હતો .

ઇઝરાઇલીયન તથા જાપાનીઝ KUDOની ટેકનીકની ટ્રેનિંગ આપી

જે બાબતે BSF કમાન્ડો સંજય કુમારે સંતોષ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, વિસ્પી ખરાદીએ ખૂબ જ ખંત અને કૌશલથી તેમના કમાન્ડો અને અધિકારીઓને વિશિષ્ટ પ્રકારની ઇઝરાઇલીયન તથા જાપાનીઝ KUDOની ટેકનીકના નિર્ણાયક તબક્કામાં ટ્રેનિંગ આપી BSFના જવાનોએ કમાન્ડોને વધુ આત્મવિશ્વાસની અપ્રતિમ શક્તિ અને જોશનું નિરૂપણ કર્યું છે. જે કાબિલે તારીફ છે, તેથી જ આવા પ્રકારના ટેકનીક BSF ના જવાનોને ભવિષ્યમાં પણ આપવામાં આવવી જોઈએ.જે રાકેશ અસ્થાનાની દૂરંદેશી નીતિને કારણે શક્ય બન્યું છે.

પરીક્ષણ BSF ને વધુ સચોટ અને અસરકારક બતાવશે

તેમણે વધુમાં જણાવ્યું કે, ઇઝરાઇલયન ટેક્નિક ''ક્રાવ માગા'' (Krav Maga) મિક્સ માર્શલ આર્ટ KUDO વડે થયેલા BSF ના જવાનો અને કમાન્ડોમાં એક અપ્રતિમ શૌર્ય વ્યૂહાત્મક કોમ્બિનેશન અને દેશ પ્રત્યે જાનફેસાનીનું નિરૂપણ કરશે. તેથી વિશ્વના શ્રેષ્ઠ ગણાતા આર્મીમાં ઇઝરાઇલીયન મિલિટરી ટેકનિક વડે સુસજ્જ ભારતીય સૈન્યની હરોળમાં BSF ના જવાનો અને કમાન્ડો સ્થાન પામશે. ગલવાન હાઈટ્સ -લદાખ અને અરૂણાચલ તથા કાશ્મીર જંબુ BSFની શ્રેષ્ઠ કામગીરી કરી રહ્યા છે. તે પ્રકારનું પરીક્ષણ BSF ને વધુ સચોટ અને અસરકારક બતાવશે.

આ પણ વાંચો: સુરતના દિપક કાબરાની Tokyo Olympicsમાં જજ તરીકે પસંદગી

અત્રે નોંધનીય છે કે, BSF દૂર ગામ વિસ્તારોમાં અતિ કપરી અને સંયુક્ત ટ્રેનિંગ માટે તેમનું કાબેલે સાથીઓને નિપુર્ણ સેવા આપી વધુ શક્તિશાળી બનાવવાની એક તક મળી છે. જે અમારો પુરસ્કાર છે. વિસ્પી ખરાદી મિક્સ માર્શલ આર્ટ તથા ફિટનેસના સાલીન સુરતીઓમાં ખૂબ જ લોકપ્રિય છે અને તેઓ ઈન્ડોર સ્ટેડિયમ પાસે આવેલા એથ્લેટીકામાં મેનેજિંગ ડિરેકટર છે. આ ઉપરાંત તેઓ કૂડો એસોશિયનના જનરલ સેક્રેટરી છે અને ભારતના 29 રાજ્યોમાં તેઓ કૂડોનું સંચાલન કરી રહ્યા છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.