ETV Bharat / city

સુરત મહિલા ડોક્ટર સાથે દુર્વ્યવહારનો મામલોઃ પડોશીઓએ જાહેરમાં માફી માંગવી પડી

author img

By

Published : Apr 7, 2020, 2:21 PM IST

કોરોના વાઇરસની જંગમાં વિશ્વભરના તબીબો યોદ્ધા તરીકે ફરજ બજાવી રહ્યાં છે. પોતાના પરિવાર અને સ્વજનોની ચિંતા કર્યા વગર હોસ્પિટલોમાં સતત કેટલા દિવસથી કાર્યરત છે અને તેમની નિષ્ઠા ને લઇ દરેક વ્યક્તિ ગૌરવની લાગણી અનુભવે છે અને આ વચ્ચે સુરતમાં એક મહિલા ડોક્ટર સાથે જે ઘટના બની આ સભ્ય સમાજને શરમમાં મૂકે એવી છે. મહિલા ડોક્ટરને તેમના પાડોશીઓ દ્વારા દુર્વ્યવહાર કરવામાં આવ્યો હતો. મહિલા ડોક્ટરને કોરોના તો નહીં થયો આવા પ્રશ્ન પૂછનાર પાડોશીઓ સામે ડોક્ટરે પોતે લડત આપી અને આખરે આવા પડોશીઓને જાહેરમાં માફી માંગવી પડી છે.

Surat woman doctor abused: Neighbors have to apologize publicly
સુરત મહિલા ડોક્ટર સાથે દુર્વ્યવહારનો મામલોઃ પડોશીઓએ જાહેરમાં માફી માંગવી પડી

સુરત: કોરોના વાઇરસની જંગમાં વિશ્વભરના તબીબો યોદ્ધા તરીકે ફરજ બજાવી રહ્યાં છે. પોતાના પરિવાર અને સ્વજનોની ચિંતા કર્યા વગર હોસ્પિટલોમાં સતત કેટલા દિવસથી કાર્યરત છે અને તેમની નિષ્ઠા ને લઇ દરેક વ્યક્તિ ગૌરવની લાગણી અનુભવે છે અને આ વચ્ચે સુરતમાં એક મહિલા ડોક્ટર સાથે જે ઘટના બની આ સભ્ય સમાજને શરમમાં મૂકે એવી છે. મહિલા ડોક્ટરને તેમના પાડોશીઓ દ્વારા દુર્વ્યવહાર કરવામાં આવ્યો હતો. મહિલા ડોક્ટરને કોરોના તો નહીં થયો આવા પ્રશ્ન પૂછનાર પાડોશીઓ સામે ડોક્ટરે પોતે લડત આપી અને આખરે આવા પડોશીઓને જાહેરમાં માફી માંગવી પડી છે.

સુરતના નવી સિવિલ હોસ્પિટલ અને મેડિકલ કોલેજમાં આસિસ્ટન્ટ પ્રોફેસર તરીકે ફરજ બજાવતા ડૉ સંજીવની પાનીગ્રહ ને તેમના પાડોશમાં રહેતા મહેતા દંપતી દ્વારા પાંચમી એપ્રિલના રોજ પૂછવામાં આવ્યું હતું કે, તે તેની જાતને સુરક્ષિત રાખવા અને કોરોનાથી મુક્ત રાખવા શું કરે છે? શું તેને કોરોના તો નથી થયોને? આવા પ્રશ્નો પૂછ્યા બાદ પણ તેમના પડોશીઓ શાંત થયા નહીં તેઓએ ડોક્ટર સંજીવની ને હેરાન કરવા માટે બીજો હાથકંડો અપનાવ્યો હતો. સંજીવનીના પાલતુ કૂતરાના બહાનું શોધી તેને માનસિક ત્રાસ આપવાનું શરૂ કરી દીધુ હતું અને ડોક્ટરને અપશબ્દ કહી ડોક્ટરના ફ્લેટના દરવાજાને પણ જોરથી બંધ કર્યું હતું. આ સમગ્ર ઘટના સંજીવનીએ પોતાના મોબાઇલ કેમેરામાં કેદ કરી લીધી હતી.

આ સમગ્ર ઘટના સોશિયલ મીડિયા પર વાયરલ થયા બાદ આખરે તંત્ર પણ હરકતમાં આવ્યું હતું. આવા સમયે જ્યારે લોકો માટે ડોકટર ભગવાનના રૂપમાં છે, ત્યારે ડોક્ટરને માનસિક ત્રાસ આપનાર ચેતન મહેતા સામે પોલીસે અટકાયતી પગલાં ભરી કાર્યવાહી શરૂ કરી હતી. અત્યંત અમાનવીય અને અસંવેદનશીલ ઘટનાની નોંધ પોતે જ રાજ્યના ડીજીપી શિવાનંદ ઝાએ પણ લીધી હતી અને કાર્યવાહીનું આશ્વાસન આપ્યું હતું. આ વચ્ચે ડોક્ટરને કોરોનાવાયરસ સંક્રમણને લઈ માનસિક ત્રાસ આપનાર મહેતા પરિવારે લેખિતમાં માફી પણ માંગી હતી અને એક વીડિયો પણ જાહેર કર્યો હતો. જેમાં ચેતન મહેતાની પત્ની કબુૂલાત કરે છે કે, તેણે કોરોના વાઇરસને લઇ ડોક્ટર સંજીવનીને માનસિક ત્રાસ આપ્યું હતું. આજ કારણે તે માફી માંગી રહી છે.

સુરતની મહિલા ડોક્ટર સાથે કરવામાં આવેલા આ અમાનવીય કૃત્યને લઇ સોશિયલ મીડિયામાં ખૂબ ચર્ચા ચાલી હતી. એક બાજુ જ્યાં ડોક્ટરો પોતાના પરિવારની ચિંતા કર્યા વગર દેશહિતમાં સમર્પણ ભાવ બતાવી રહ્યા છે, ત્યારે ડોક્ટરો સાથે આવી સંવેદનહીન ઘટના વિચલિત કરનાર છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.