Pandesara Rape with Murder Case : પાંડેસરામાં અઢી વર્ષની બાળકી પર દુષ્કર્મ- હત્યા કેસમાં 7મીએ સંભળાવશે સજા

author img

By

Published : Dec 6, 2021, 8:28 PM IST

Pandesara Rape with Murder Case : પાંડેસરામાં અઢી વર્ષની બાળકી પર દુષ્કર્મ- હત્યા કેસમાં 7મીએ સંભળાવશે સજા
Pandesara Rape with Murder Case : પાંડેસરામાં અઢી વર્ષની બાળકી પર દુષ્કર્મ- હત્યા કેસમાં 7મીએ સંભળાવશે સજા ()

સુરતના પાંડેસરામાં અઢી વર્ષની બાળકી પર દુષ્કર્મ- હત્યા (Pandesara Rape with Murder Case) મામલે આજે સુરત સેશન્સ કોર્ટમાં (Surat Sessions Court ) સરકારી વકીલ અને આરોપી વકીલ વચ્ચે દલીલો ચાલી હતી. ત્યાર બાદ કોર્ટ દ્વારા સરકારી વકીલની દલીલો સાંભળી આરોપીને દોષિત ઠરાવવામાં આવ્યો હતો. આ કેસમાં ફક્ત 28 દિવસની અંદર જ ચુકાદો આવી ગયો છે.

  • પાંડેસરામાં અઢી વર્ષની બાળકી પર દુષ્કર્મ-હત્યાનો કેસ
  • સેશન્સ કોર્ટે આરોપીને દોષિત ઘોષિત કર્યો
  • આવતીકાલે 7 ડીસેમ્બરે સંભળાવશે સજા

સુરતઃ શહેરને હચમચાવતી આ ઘટના દિવાળીના દિવસે થઈ હતી. આ બાબતે 5 તારીખે ફરિયાદ લેવામાં આવી હતી. 8 તારીખે આરોપીની ધરપકડ કરવામાં આવી હતી. તથા 16 તારીખે નામદાર કોર્ટમાં (Surat Sessions Court ) પોલીસ (Surat Police ) દ્વારા ચાર્જશીટ રજૂ કરવામાં આવી હતી. 17 તારીખથી આમાં સાક્ષીઓની જુબાની લેવાની શરૂઆત કરવામાં આવી હતી. આજ રોજ આ મામલે કોર્ટે આરોપીને દોષિત ઠરાવ કર્યો છે. આમ આ કેસમાં ફક્ત 28 દિવસની અંદર જ આ કેસનો નિર્ણય આવી ગયો છે. આ આરોપીને દોષિત ઠરાવવા માટે ઘણા બધા સાક્ષીઓની જુબાની લેવામાં આવી હતી. આ કેસના (Pandesara Rape with Murder Case) ઘણા બધા એવિડન્સ ભેગા કરવામાં આવ્યાં હતાં. સીસીટીવી ફુટેજમાં આરોપી અને બાળકીને સાથે જોવામાં આવેલ આરોપીની ઘણી વસ્તુઓ ઘટના સ્થળ ઉપરથી મળી આવી એ પોલીસે પ્રુવ કરીને કોર્ટમાં બતાવ્યું અને એ બધા જ એવિડન્સ કોટે માન્યાં છે. બધી જ કલમોમાં આરોપીને દોષિત ઠરાવવામાં આવ્યો છે.

સરકારી વકીલની દલીલો સાંભળી આરોપીને દોષિત ઠરાવવામાં આવ્યો

ફાંસીની સજા થાય આ માટે સરકારી વકીલ દ્વારા દલીલ

આ કેસમાં (Pandesara Rape with Murder Case) ફાંસીની સજા થાય એ માટે (Surat Sessions Court ) સરકારી વકીલ દ્વારા દલીલ કરવામાં આવી હતી કે આ ખૂબજ અત્યંત ગંભીર પ્રકારનો ગુનો છે. તે માટે ટોટલ સુપ્રીમ કોર્ટના 31 ચુકાદા રજૂ કરાયા છે. એમાં બે-ત્રણ મુંબઇ હાઇકોર્ટ અને મદ્રાસ હાઈકોર્ટના છે. હાલ ગુજરાત હાઈકોર્ટનું પણ એક જજમેન્ટ આવ્યો છે એ પણ ટાંક્યો છે. સુપ્રીમ કોર્ટનું જજમેન્ટ આવ્યું હતું જેમાં ફાંસીની સજા સંભળાવવામાં આવી હતી. એ ફાંસીની સજા ગુજરાત હાઇકોર્ટમાં કન્ફર્મ (Capital punishment in Gujarat)રાખવામાં આવી હતી.

મોબાઈલમાં 70 જેટલી અશ્લીલ ફિલ્મો મળી આવી હતી

આ નાની બાળકી જોડે એટલા ગંભીર પ્રકારનો ગુનો (Pandesara Rape with Murder Case) કરવામાં આવ્યો હતો કે શબ્દોમાં વર્ણન કરવું મુશ્કેલ છે. બાળકીના ડેડબોડીમાંથી હાડકાંઓ બહાર આવી ગયા હતાં. બાળકીનું ડેડ બોડી આરોપીએ એમ જ ઝાડીમાં ફેંકી દીધી હતી. બાળકીના બોડી ઉપર જીવજંતુઓ ફરતા થઇ ગયાં હતાં. આરોપીના મોબાઇલમાંથી કુલ 70 જેટલી પોર્ન ફિલ્મ મળી આવી હતી. આરોપી રોજ આજ પોર્ન ફિલ્મ જોતો હતો અને આરોપીના ઘરના નીચે જ આ નાની બાળકી રહેતી હતી. આવી પોર્ન ફિલ્મ જોઈ આરોપીએ આ નાની બાળકીને ટાર્ગેટ કરી હતી. જેથી આરોપીએ દિવાળીના દિવસે આ નાની બાળકીનું અપહરણ કરી તેની ઉપર દુષ્કર્મ કર્યું હતું.

આ કેસમાં મહાભારતનું એક વિધાન રજૂ કરવામાં આવ્યું

મહાભારતના એક વિધાનને લઈને સરકારી વકીલ દ્વારા કોર્ટમાં જણાવાયું હતું કે " અપરાધીઓને નિયંત્રણમાં રાખવા માટે દંડ માટેની વ્યવસ્થાઓ દરેક શાસક તંત્રનું અંગ હોય છે" તો સારી રીતે ન્યાય મળે, લોકોને સેફટી- સિક્યુરિટીનો અનુભવ મળે, મહિલાઓનું રક્ષણ થાય તે માટે પ્રાચીનકાળથી જ આવા કેસોમાં કડકમાં કડક સજા થાય તે આવી પરંપરા ચાલતી આવી છે.

આ પણ વાંચોઃ સુરતમાં અઢી વર્ષની બાળકી સાથે દુષ્કર્મ આચરી બાળકીની હત્યા કરાઈ: ફોરેન્સિક રિપોર્ટમાં કરાયો ખુલાસો

આ પણ વાંચોઃ સુરત પોલીસે રચ્યો ઇતિહાસ, પોસ્કોના ગુન્હામાં પકડી પાડેલ આરોપીના 10 દિવસમાં ચાર્જશીટ કોર્ટમાં રજુ કરાયા

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.