ETV Bharat / city

Surat Gas Leakage 2022: મૃતકોના પરિવારે કહ્યું- જવાવાળા જતા રહ્યાં, સરકારને જે સારું લાગશે એ કરશે

author img

By

Published : Jan 6, 2022, 4:41 PM IST

Surat Gas Leakage 2022: મૃતકોના પરિવારે કહ્યું- જવાવાળા જતા રહ્યાં, સરકારને જે સારું લાગશે એ કરશે
Surat Gas Leakage 2022: મૃતકોના પરિવારે કહ્યું- જવાવાળા જતા રહ્યાં, સરકારને જે સારું લાગશે એ કરશે

સુરતની સચિન GIDCમાં ગેસ લીકેજ (Sachin GIDC Gas Leakage)માં મૃત્યુ પામેલા લોકોના પરિવારે કહ્યું છે કે, જવાવાળા જતા રહ્યા, સરકારને જે સારું લાગશે તે કરશે. ગુરૂવારે સવારે સચિન GIDCમાં ગેસ લીક (Surat Gas Leakage 2022) થવાના કારણે 6 લોકોના મોત (Death In Surat Gas Leakage) થયા હતા.

સુરત: સચિન GIDCમાં ગેસ લીકેજ (Sachin GIDC Gas Leakage)માં આજે સવારે 6 લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો (Death In Surat Gas Leakage) હતો. આ મામલે પરિવાર દ્વારા એમ કહેવામાં આવ્યું કે, જવાવાળા જતા રહ્યા. સરકારને જે સારું લાગશે તે કરશે. આ બાબતે 37 વર્ષીય બિમલ પાસવાન જેમણે પોતાનો જીવ ગુમાવ્યો છે, તેમના નાનાભાઈ દ્વારા એમ કહેવામાં આવ્યું કે, સવારે કંપનીમાં ઘટના ઘટિત થઈ, જેને કારણે મારા મોટા ભાઈને શ્વાસ લેવામાં તકલીફ થતી હતી અને એને કારણે તેમનો જીવ ગયો.

મૂળ બિહારના રીચીપુર ગામનો છે પરિવાર

તેમણે જણાવ્યું કે, અમે મૂળ બિહારના પટના જિલ્લાના રીચીપુર ગામના છીએ. જવાવાળા જતા રહ્યાં. સરકારને જે સારું લાગશે તે કરશે. ત્યાં 15-17 વર્ષથી કામ (migrants in surat) કરી રહ્યો હતો. અમારા પરિવારમાં મારા મોટાભાઈને 2 છોકરાઓ છે અને એમની પત્ની છે. એમની એક છોકરી પણ છે. પિતા ગામમાં ખેતી કરે છે.

આ પણ વાંચો: Chemical Tanker Leak Surat: સચિન GIDCમાં કેમિકલ ભરેલું ટેન્કર લીક થતા 6 મજૂરના મોત, 20થી વધું ગૂંગળાયા

મધ્યપ્રદેશના 22 વર્ષના સુરેશનું પણ મોત

જવાવાળા જતા રહ્યાં. સરકારને જે સારું લાગશે તે કરશે.

આ બાબતે (Surat Gas Leakage 2022) મૃતક સુરેશના માતા સવિતાબેને જણાવ્યુ કે, મારો પુત્ર 22 વર્ષનો છે. તે અહીં 6 વર્ષથી કામ કરી રહ્યો છે. અમે મૂળ મધ્યપ્રદેશના જબવા જિલ્લાના માખલપુર ગામના છીએ. મારા પુત્રના લગ્ન પણ થઇ ચૂક્યા છે. તેને 2 છોકરીઓ પણ છે. અમને સવારે સાડા 4 કલાકે ખબર પડી કે આવું થઇ ગયું છે. અમને જાણવા મળ્યું કે, કોઈ ઝેરી ગેસના કારણે તમારા પુત્રને શ્વાસ લેવામાં તકલીફ પડી રહી છે અને તે અર્ધબેભાન હાલતમાં છે. અમે ઘટનાસ્થળે પહોંચ્યા. મારા પુત્રને હોસ્પિટલ લઇ ગયા હતા, એટલે અમે ત્યાંથી તરત સિવિલ હોસ્પિટલ (Surat Civil Hospital) પહોંચ્યા ત્યારે અમને ખબર પડી કે મારા પુત્રનું મોત થઈ ચુક્યું છે.

આ પણ વાંચો: Surat Chemical Tanker Leak Case: સચિન GIDC ગેસ લીકેજ મામલે પોલીસે સદોષ માનવ વધની કલમ હેઠળ ગુનો નોંધ્યો

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.