ETV Bharat / city

Surat Crime Cases : 24 વર્ષે ઓડિશાથી પકડાયો હત્યાનો આરોપી, શું હતો કેસ જાણો

author img

By

Published : Jun 20, 2022, 9:41 PM IST

વર્ષ 1998 એટલે કે 24 વર્ષ પહેલા સુરતના ઉમરા પોલીસ મથકની હદમાં હત્યા કરનાર આરોપીને 24 વર્ષ બાદ (Murder accused arrested from Odisha after 24 years ) ઝડપી લેવામાં આવ્યો છે. સુરત એસઓજી પોલીસ (Surat SOG Police) તેને 24 વર્ષ બાદ ઓડિશા ખાતેથી ઝડપી લાવી છે. 24 વર્ષ પહેલા આરોપીએ સુરતમાં પૈસાની લેતીદેતીમાં યુવકની હત્યા (Surat Crime Cases) કરી હતી.

Surat Crime Cases : 24 વર્ષે ઓડિશાથી પકડાયો હત્યાનો આરોપી, શું હતો કેસ જાણો
Surat Crime Cases : 24 વર્ષે ઓડિશાથી પકડાયો હત્યાનો આરોપી, શું હતો કેસ જાણો

સુરત : વર્ષ 1998માં ઉમરા પોલીસ મથકની હદમાં પનાસ નહેર પાસે યુવકની ચપ્પુના ઘા તેમજ પત્થર વડે અસંખ્ય ઘા કરી હત્યા કરવામાં આવી હતી. આ મામલે ઉમરા પોલીસ મથકમાં હત્યાનો ગુનો (Surat Crime Cases)નોંધાયો હતો. અને આ ગુનામાં એક આરોપી છેલ્લા 24 વર્ષથી નાસ્તો ફરતો હતો. આ ગુનામાં સુરત એસઓજી પોલીસે (Surat SOG Police)બાતમીના આધારે ઓડીશા સ્થિત બડાબદગી ગામ ખાતેથી આરોપી લખન દીનબંધુ બહેરાને ઝડપી (Murder accused arrested from Odisha after 24 years )પાડ્યો હતો.

શોધવા આવતી પોલીસને ચકમો આપી દેતો શાતિર આરોપી

આ પણ વાંચો- firing in Ahmedabad: ખુરશીમાં બેસવા બાબતે સિક્યુરીટી ગાર્ડે કર્યું ફાયરિંગ

મોત નહી થતાં પત્થર વડે ગંભીર ઈજાઓ કરી -સુરત એસઓજી પોલીસે (Surat SOG Police ) આરોપીની કડક પૂછપરછ કરતા તેણે જણાવ્યું હતું કે 1998ની સાલમાં તે પોતાના ભાઈ રાજન અને સુજાન સાથે પનાસ ગામ ખાતે રહી કપડા વીણાટનું કામ કરતો હતો. તેનો ભાઈ સુજાન મેલી વિદ્યા જાણતો હોઇ તેણે સુરત ખાતે રહેતી એક છોકરીનો મેલી વિદ્યાથી ઈલાજ કર્યો હતો. પરંતુ તે છોકરી સાજી થઇ ન હતી. જેથી છોકરીના સગાસબંધીઓ તેના ભાઈ સુજનને ઉપાડી ગયા હતા અને તેને છોડવા માટે પૈસાની માંગણી કરી હતી. જેથી પોતે તથા તેનો ભાઈ રાજને સુરત ખાતે રહેતા તેના ગામનો બાબુ તરણી શાહુ પાસેથી તેના ભાઈને છોડાવવા માટે 5 હજાર રૂપિયા ઉછીના લીધા હતા અને તે પૈસાથી તેના ભાઈને છોડાવ્યો હતો. બાદમાં બાબુએ તે પૈસાની ઉઘરાણી શરુ કરી હતી અને તે બાબતને લઈને ઝઘડો થયો હતો. ત્યારબાદથી બાબુ ચપ્પુ લઈને આરોપી તથા તેના ભાઈને મારવા માટે શોધતો હતો. જેથી તે તેમને મારે તે પહેલા જ તેને પૂરો કરી નાખવાનું નક્કી કર્યું હતું અને તારીખ 29-09-1998ના રોજ બપોરે પોતે તથા તેના ભાઈ રાજન અને તેના અન્ય બે મિત્રોએ ભેગા થઈને બાબુ પર ચપ્પુ વડે હુમલો (Surat Crime Cases)કર્યો હતો. બાદમાં તેનું મોત નહી થતા પત્થર વડે ગંભીર ઈજાઓ કરી તેની હત્યા કરી હતી અને હત્યા બાદ તે ત્રીયુર ખાતે રહેવા જતો (Murder accused arrested from Odisha after 24 years )રહ્યો હતો અને ત્યાં રોડ બાંધકામની મજૂરી કરતો હતો.

આ પણ વાંચોઃ રથયાત્રા પૂર્વે ક્રાઇમ બ્રાન્ચે હથિયારો સાથે બે આરોપીઓને પકડી પાડ્યા

ઓડીશા પોલીસની મદદ લેવાઇ-સુરત એસઓજી પોલીસે (Surat SOG Police )જણાવ્યું હતું કે આરોપી ખુબ શાતિર હતો. પોલીસ તેને શોધવા તેના વતન ખાતે અવારનવાર આવતી (Surat Crime Cases) હતી. પરંતુ તે ત્યાની ભૌગોલિક પરિસ્થિતિથી વાકેફ હોઇ પોલીસ આવે તે પહેલા જ તેને ખબર પડી જતી અને તે ત્યાંથી નાસી જતો હતો. જો કે આખરે તે તેના વતન આવતા જ એસઓજી પોલીસની ટીમે ઓડિશા પોલીસની મદદ લઇ આરોપીને (Murder accused arrested from Odisha after 24 years )ઝડપી પાડ્યો હતો.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.