ETV Bharat / city

સુરતની ફૂટવેર કંપનીએ બ્રાન્ડ એમ્બેસેડર તરીકે એક આત્મનિર્ભર કિન્નરની પસંદગી કરી

author img

By

Published : Sep 9, 2021, 4:15 PM IST

આમ તો કોઈ પણ કંપની પોતાના પ્રોડક્ટના વેચાણ માટે બ્રાન્ડ એમ્બેસેડર તરીકે ખૂબ જ પ્રખ્યાત અથવા તો સુંદર વ્યક્તિત્વ ધરાવનાર લોકોની પસંદગી કરતી હોય છે. પરંતુ સુરતની એક ફૂટવેર કંપનીએ પોતાની કંપની માટે બ્રાન્ડ એમ્બેસેડર તરીકે એક આત્મનિર્ભર કિન્નરની પસંદગી કરી છે.

સુરતની ફૂટવેર કંપનીએ બ્રાન્ડ એમ્બેસેડર તરીકે એક આત્મનિર્ભર કિન્નરની પસંદગી કરી
સુરતની ફૂટવેર કંપનીએ બ્રાન્ડ એમ્બેસેડર તરીકે એક આત્મનિર્ભર કિન્નરની પસંદગી કરી

  • વાસ્તવિકતા છે તે સમાજ સામે લાવીને એ જ પ્રમાણે જીવન વ્યતિત કરવા નિર્ધારઃ કિન્નર રાજવી
  • કિન્નર રાજવીએ MCA માં બે સેમેસ્ટર સુધીનો અભ્યાસ કર્યો છે
  • નમકીન અને સાથોસાથ શ્વાનને લગતી એસેસરીનું કરે છે વેચાણ


    સુરત : સમાનતા એ જ મહાનતાનો ધ્યાને રાખીને સુરતની એક ફૂટવેર કંપનીએ શહેરના એક આત્મનિર્ભર કિન્નરની પોતાની કંપનીના બ્રાન્ડ એમ્બેસેડર તરીકે પસંદગી કરી છે. સુરતના અડાજણ વિસ્તારમાં રાજવી નમકીનની દુકાન ચલાવે છે. અર્ધનારી સ્વરૂપ રાજવી માતાપિતાના એકમાત્ર સંતાન હતાં. જ્યારે તેનો જન્મ થયો ત્યારે સમાજના તિરસ્કાર અને અવહેલના ભયથી પિતાએ કોઈને પણ ખબર ન પડવા દીધી કે તેમના ઘરે કિન્નરનો જન્મ થયો છે. તેઓ રાજવીનું ભરણપોષણ એક પુત્રની જેમ કરતાં રહ્યાં. પરંતુ રાજવીને 13 થી 14 વર્ષની ઉંમરે લાગ્યું કે જે માતાપિતા બતાવી રહ્યાં છે તેના કરતાં તેમનું વ્યક્તિત્વ ખૂબ જ વિપરીત છે.

    લોકો તેમને ઘર ભાડે આપતાં નહોતાં

    30 વર્ષ સુધી તે એક છોકરાની જેમ રહ્યાં અને આખરે નિર્ણય કર્યો કે જે વાસ્તવિકતા છે તે સમાજ સામે લાવીને એ જ પ્રમાણે જીવન વ્યતિત કરશે. આ અંગે રાજવીએ જણાવ્યું હતું કે તેના આ નિર્ણયથી પિતા એટલી હદે રોષે ભરાયાં હતાં કે તેમને ઘરેથી નીકળી જવા માટે કહ્યું હતું. તે કિન્નરોના મંડળમાં રહેવા કરતાં પોતે આત્મનિર્ભર બનવા માગતા હતાં. શરૂઆતમાં તેમને ઘર ભાડે લોકો આપતાં નહોતાં. ધીમે ધીમે તેમણે શરૂઆત કરી અને આજે તે એક દુકાનમાં વ્યવસાય કરે છે. તેમને જણાવ્યું કે, આત્મનિર્ભર બનવા માટે તેણે નમકીનનું વેચાણ પણ શરૂ કર્યું અને સાથોસાથ શ્વાનને લગતી એસેસરી હોય છે તેનું પણ વેચાણ તે કરે છે.
    સુરતના અડાજણ વિસ્તારમાં રાજવી નમકીનની દુકાન ચલાવે છે


    રાજવીએ MCAમાં બે સેમેસ્ટર સુધીનું ભણતર કર્યું

    સૌથી અગત્યની વાત આ છે કે એક પુરુષ તરીકે 30 વર્ષ પોતાના જીવન કાઢનાર રાજવીએ MCA માં બે સેમેસ્ટર સુધીનું ભણતર કર્યું છે. તેમનું સ્વપ્ન છે કે એક દિવસ ખૂબ મોટો મોલ બનાવે. જેમાં તમામ કર્મચારીઓ તેમની જેમ કિન્નર હોય. પોતાની ખુશી વ્યક્ત કરતા રાજવીએ જણાવ્યું હતું કે સોશિયલ મીડિયા થકી તેમને એક ઓફર આવી હતી. આ ઓફર એક ફૂટવેર કંપનીની મહિલા માલિક કેની ઉમરીગર તરફથી હતી. તેઓએ મને પોતાની કંપનીના બ્રાન્ડ એમ્બેસેડર બનાવ્યાં છે. હું ઇચ્છું છું કે સમાજ અમને સ્વીકારે. જે રીતે દૂધમાં સાકર ભળી જાય છે તેવી જ રીતે અમે પણ સમાજ સાથે હળીમળીને રહેવા માગીએ છીએ.


    આ પણ વાંચોઃ પેટલાદમાં કિન્નર બન્યો આત્મનિર્ભર, ગ્રામસેવક તરીકે ફરજ બજાવી કરી પહેલ

આ પણ વાંચોઃ સુરતઃ રાત્રી કર્ફ્યુમાં પોલીસે માસ્ક પહેરવાનું કહેતા કિન્નરોએ નગ્ન થઇને હોબાળો મચાવ્યો

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.