ETV Bharat / city

ચોરને સ્થાનિકોએ તે એવો માર્યો કે ગંભીર ઈજાથી થયું મોત, પોલીસે લીધા પગલા

author img

By

Published : Sep 27, 2022, 5:00 PM IST

Updated : Sep 27, 2022, 8:19 PM IST

સુરતના અમરોલી વિસ્તારમાં ચોર ચોરી કરવા આવ્યો હતો. પોલીસ તપાસમાં મૃતક યુવક આશીવાર્દ હાઈટ્સમાં ચોરી કરવા માટે આવ્યો હતો. સ્થાનિકોએ તેને પકડીને ઢોર માર (Surat Amroli Area Thief Beaten By people) મારતા તેનું મૃત્યુ નીપજ્યું હતું. અમરોલી નવા કોસાડ રોડ સ્થિત હરિકૃષ્ણ રેસીડેન્સી નજીક નિસાર સ્ક્રેપ પાસે અજાણ્યા યુવાન મૃત હાલતમાં મળ્યો હતો. જેથી અમરોલી પોલીસે (Police took Action Against them ) આ મામલે તપાસ કરી સ્થાનિકો વિરુદ્ધ ફરિયાદ નોંધી હતી.

ચોરને સ્થાનિકોએ તે એવો માર્યો કે ગંભીર ઈજાથી થયું મોત, પોલીસે લીધા પગલા
ચોરને સ્થાનિકોએ તે એવો માર્યો કે ગંભીર ઈજાથી થયું મોત, પોલીસે લીધા પગલા

સુરત શહેરના અમરોલી વિસ્તારમાં ચોર ચોરી કરવા આવ્યા હતા. આ ચોરને લોકોએ પકડીને ઢોર માર માર્યો હતો. જેમાં ચોરને ગંભીર ઈજાઓ થતા તેનું મૃત્યું નીપજ્યું હતું. પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં આ સમગ્ર મામલો બહાર આવ્યો હતો. આ મામલે અમરોલી પોલીસે નામજોગ 7 આરોપી સામે ગુનો નોંધ્યો છે. આ ઘટનાના CCTV ફૂટેજ પણ સામે આવ્યા છે .

સ્થાનિકોએ માર્યો ઢોર માર અમરોલી નવા કોસાડ રોડ સ્થિત હરિકૃષ્ણ રેસીડેન્સી (Amaroli Harikrishna Residency) નજીક નિસાર સ્ક્રેપ પાસે અજાણ્યા યુવાન મૃત હાલતમાં ખુરશી પર બેઠેલી હાલતમાં લાશ મળી આવી હતી. આ મામલે અમરોલી પોલીસને (Amroli Police Station) જાણ કરવામાં આવી હતી. જેથી પોલીસે લાશનો કબજો લઈને પોસ્ટમોર્ટમ અર્થે મોકલી આપી હતી. પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં યુવકનું મોત મૂઢ માર અને પીઠમાં ગંભીર ઈજાના કારણે (Death due to serious injury) થયું હોવાનું જણાઈ આવ્યું હતું. જેથી અમરોલી પોલીસે આ મામલે તપાસ (Police took Action Against them) કરી હતી. પોલીસ તપાસમાં મૃતક યુવક આશીવાર્દ હાઈટ્સમાં ચોરી કરવા માટે આવ્યો હતો. સ્થાનિકોએ તેને પકડીને ઢોર માર મારતા તેનું મૃત્યુ નીપજ્યું હતું.

CCTV ફૂટેજ પણ સામે આવ્યા આ મામલે પોલીસે આશીવાર્દ હાઈટ્સમાં રહેતા તરુણ જયસુખ ભડીયાદરાના, સાગર મહેશ ભટ્ટ, ભાવેશ ધન બોરડ, વિનુ બચુ વાઘેલા, સુરસિંગ ઉર્ફે બાપુ રૂપસિંગ ડાભી, પ્રભુદાસ ધીરજલાલ વિઠલાણી, જય હિમત વિસાવડીયા સામે ગુનો (Crime in Surat) નોંધ્યો હતો. તેમજ આ ઘટનાના CCTV ફૂટેજ પણ સામે આવ્યા છે.

Last Updated :Sep 27, 2022, 8:19 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.