ETV Bharat / city

શ્રમજીવીએ હાથ જોડી પગ પકડ્યા, સાહેબ લારી ન લઇ જાઓ, પણ SMC અધિકારીએ એક ન સાંભળી

author img

By

Published : Jul 21, 2021, 9:24 PM IST

કોરોનાની મહામારીને લઈને દરેક લોકોની આર્થિક રીતે હાલત કફોડી બની છે.એવામાં લારીઓમાં શાકભાજી વેચી પેટિયું રળતાં શ્રમજીવીઓની સુરતના SMC દબાણખાતાં અધિકારીની દાદાગીરી સામે આવી છે. રોજનું કમાઇ ખાતાં લોકોને દબાણખાતાની ટીમ ખોટી રીતે હેરાનગતિ કરતી હોવાનું સામે આવ્યું છે.

શ્રમજીવીએ હાથ જોડી પગ પકડ્યા, સાહેબ લારી ન લઇ જાઓ, પણ SMC અધિકારીએ એક ન સાંભળી
શ્રમજીવીએ હાથ જોડી પગ પકડ્યા, સાહેબ લારી ન લઇ જાઓ, પણ SMC અધિકારીએ એક ન સાંભળી

  • અધિકારીઓ દ્વારા શાકભાજી ફેરિયાઓની હેરાનગતિ
  • શ્રમજીવી SMC અધિકારીના પગ પકડીને લારી ન લઇ જવા માટે હાથ જોડે છે

SMC અધિકારીએ એક ન સાંભળી અને તેની લારી લઇ ગયાં
સુરત : એક તરફ કોરોનાની મહામારીને લઈને દરેક લોકોની આર્થિક રીતે હાલત કફોડી બની છે ત્યારે સુરતમાં SMC દબાણખાતાની દાદાગીરી સામે આવી રહી છે. એક ટાઈમનું કમાઈને એક ટાઈમનું પેટીયું રળતા લોકોને દબાણખાતાની ટીમ ખોટી રીતે હેરાનગતિ કરી રહી હોવાનું સામે આવી રહ્યું છે. ત્યારે સુરતમાં આવો જ એક વીડિયો વાયરલ થયો છે. જેમાં એક શ્રમજીવી અધિકારીના પગ પકડીને લારી ન લઇ જવા માટે હાથ જોડે છે. તે રીતસરનો રડે છે. પણ અધિકારીએ તેની એક ન સાંભળી અને તેની લારી લઇ ગયાં હતાં.

દબાણખાતાની ટીમ ખોટી રીતે હેરાનગતિ કરતી
લીંબાયત-ડીંડોલીમાં દાદાગીરી

સુરતમાં કોરોનાને લઇ વિવિધ નિયમનો હેઠળ રોડ પર પાથરણું કરી અથવા લારી ચલાવી શાકભાજી વેચતા લોકોને ખોટી રીતે હેરાનગતિ કરવામાં આવતી હોવાનું સામે આવી રહ્યું છે. ભૂતકાળમાં તેને લઈને અનેક ઘર્ષણના બનાવ પણ સામે આવી ચૂક્યા છે ત્યારે વધુ એક વીડિયો સામે આવ્યો છે. સુરતના લીંબાયત-ડીંડોલી વિસ્તારમાં SMC દબાણખાતાની ટીમ દ્વારા એક શ્રમજીવીની લારી ઉચકી લેવામાં આવી હતી. જેને લઈને શ્રમજીવીએ લારીને પકડી રાખી હતી અને લારી ન લઇ જવા શ્રમજીવી આજીજી કરતો હતો. પરંતુ અધિકારી સાથે રહેલા તેમના માણસોએ રીતસરની દાદાગીરી કરી હતી. એટલું જ નહીં શ્રમજીવી અધિકારી અને ત્યાં હાજર લોકોને બે હાથ જોડી પગ પકડે છે અને કહે છે કે સાહેબ મારે બે બાળકો છે અને મારે આજે ધંધાનો પહેલો દિવસ છે. હું આવી ભૂલ નહીં કરું મને જવા દો વગેરે જેવી આજીજી કરી હતી. પરંતુ અધિકારીએ તેની એક સાંભળી ન હતી અને તેની લારીને ઉચકીને લઇ ગયાં હતાં. આ વીડિયો વાયરલ થતા દબાણખાતાની આવી કામગીરી સામે લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે

લારી ફેરિયાઓની હેરાનગતિનો વિરોધ

સુરતમાં શાકભાજી અને ફળફુટ વહેંચી શ્રમજીવીઓ એક ટાઈમનું કમાઈને પોતાના પરિવારનું પેટીયું રળે છે. પરંતુ સુરતમાં SMC દબાણખાતાની ટીમ દબાણના નામે તેઓની લારીઓ જપ્ત કરી લે છે. આવી અનેક ઘટનાઓ સુરતમાં સામે આવી ચુકી છે. વારંવાર બનતી આવી ઘટનાઓને લઈને ભૂતકાળમાં સુરતમાં વિરોધ પણ થયો છે અને અધિકારીઓ સાથે ઘર્ષણ પણ સર્જાયું છે. પરંતુ આ વીડિયો વાયરલ થતા દબાણખતાની આવી કામગીરી સામે લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે.

આ પણ વાંચોઃ રાજકોટમાં લારી રાખવા બાબતે 2 વેપારી વચ્ચે જાહેરમાં મારામારી, 1 વ્યક્તિ ઈજાગ્રસ્ત

આ પણ વાંચોઃ ગુજરાતમાં મમતા દીદીના પોસ્ટર્સ, સુરતના બંગાળીઓએ કહ્યું - જો તેઓ ચૂંટણી લડશે તો અમે તેમની સાથે છે

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.