ETV Bharat / city

SMC Medical Staff Protest : મહેનતાણું ઘટાડી દેવાતાં કોરોના વોરિયર્સે નારાબાજી સાથે વિરોધ નોંધાવ્યો

author img

By

Published : Jan 24, 2022, 4:48 PM IST

સુરતમાં નર્સિંગ, લેબ ટેકનિશિયન અને આયુષ ડોક્ટરના સ્ટાફે મનપા કચેરી પર મોરચો માંડ્યો હતો. મહેનતાણું ઘટાડી દેવાતાં તેઓએ સૂત્રોચ્ચાર સાથે (SMC Medical Staff Protest ) વિરોધ નોંધાવ્યો હતો.

SMC Medical Staff Protest : મહેનતાણું ઘટાડી દેવાતાં કોરોના વોરિયર્સે નારાબાજી સાથે વિરોધ નોંધાવ્યો
SMC Medical Staff Protest : મહેનતાણું ઘટાડી દેવાતાં કોરોના વોરિયર્સે નારાબાજી સાથે વિરોધ નોંધાવ્યો

સુરત : કોરોના સંક્રમણ રોકવાની કામગીરી કરતા નર્સિંગ, લેબ ટેક્નીશન અને આયુષ ડોક્ટરના સ્ટાફે મહાનગરપાલિકા કચેરી પર મોરચો માંડ્યો હતો. મહેનતાણું ઘટાડી દેવામાં આવતાં આ કર્મચારીઓએ (Corona Warriors in Surat) મનપા કચેરી બહાર સૂત્રોચ્ચાર કરી (SMC Medical Staff Protest ) વિરોધ નોંધાવ્યો હતો.

જીવના જોખમે કામ કરે અને મહેનતાણું ઓછું કરાયાની નારાજગી

કોરોના સામેની કામગીરી માટે કોન્ટ્રાક્ટ પર લેવાયા હતાં

સુરતમાં કોરોનાના સંક્મ્રણને નાથવા માટે મેડિકલ કર્મચારીઓને કોન્ટ્રકટ પર લેવામાં આવ્યા હતાં. ત્યારબાદ બીજી લહેરમાં છૂટા પણ કરી દેવામાં આવ્યા હતાં. જો કે ત્રીજી લહેરમાં ફરી આ તમામ કર્મચારીઓને કોન્ટ્રાક્ટ પર લેવામાં આવ્યા હતાં. પરંતુ આ વખતે મહેનતાણું ઓછું આપવામાં (Injustice to contract base employees) આવી રહ્યું છે. જેને લઈને નર્સિંગ. લેબ ટેક્નિશિયન તેમજ આયુષ ડોક્ટર સ્ટાફ મનપા કચેરી પર પહોંચ્યા હતાં અને વિરોધ (Corona Warriors in Surat) નોંધાવ્યો હતો. કર્મચારીઓએ મનપા કચેરી બહાર અમારી માગણીઓ પૂરી કરો જેવા (SMC Medical Staff Protest ) સૂત્રોચ્ચાર પણ કર્યા હતાં.

આ પણ વાંચોઃ Illegal Construction of Surat MLA: વાહ અરવિંદ રાણા વાહ! મંડપની આડમાં ગેરકાયદે 60 ફૂટની દિવાલ ચણી દીધી

ટેસ્ટીંગનો ટાર્ગેટ પણ અપાય છે

આયુષ મેડીકલ ઓફિસરે જણાવ્યું હતું કે મહેનતાણું ઘટાડવાનું કારણ શું છે તે (Corona Warriors in Surat) જણાવવામાં આવ્યું નથી. કોરોનામાં અમે જીવના જોખમે (Injustice to contract base employees) કામગીરી કરીએ છીએ. અમે દર્દીના ઘરે જઈને ટેસ્ટીંગ કરીએ છીએ. અમે ટેસ્ટીંગનો ટાર્ગેટ પણ અપાય છે. તેમ છતાં અમે કામગીરી કરીએ છીએ તો પણ અમને પગાર ઓછો (SMC Medical Staff Protest ) કેમ અપાય છે.

આ પણ વાંચોઃ Fever Cases In Surat: કોરોનાના કહેર વચ્ચે સિવિલ હૉસ્પિટલ શરદી-ખાંસી અને તાવના દર્દીઓથી ઉભરાઈ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.