ETV Bharat / city

SMC Hospitals in Each Zone : સુરત મહાનગરપાલિકા દરેક ઝોનમાં 50 બેડની હોસ્પિટલ બનાવશે, ઘર નજીક તબીબી સુવિધા મળશે

author img

By

Published : Apr 11, 2022, 6:25 PM IST

સુરત : મહાનગરપાલિકા હવે શહેરના દરેક ઝોનમાં 50 બેડની હોસ્પિટલ (SMC Hospitals in Each Zone )બનાવશે. સુરતની પ્રજાને તેમના ઘર નજીક આરોગ્યલક્ષી સુવિધા મળી રહે તે હેતુથી આ નિર્ણય લેવાયો છે.આ હોસ્પિટલો માટે તબીબી જગ્યાઓ (Medical staff at Surat Hospital) પણ ઊભી કરવામાં આવશે.

SMC Hospitals in Each Zone : સુરત મહાનગરપાલિકા દરેક ઝોનમાં 50 બેડની હોસ્પિટલ બનાવશે, ઘર નજીક તબીબી સુવિધા મળશે
SMC Hospitals in Each Zone : સુરત મહાનગરપાલિકા દરેક ઝોનમાં 50 બેડની હોસ્પિટલ બનાવશે, ઘર નજીક તબીબી સુવિધા મળશે

સુરતઃ સુરત મહાનગરપાલિકાના તમામ ઝોનમાં (SMC Build 50 Bed Hospitals)હવે 50 બેડની હોસ્પિટલ (SMC Hospitals in Each Zone )બનાવવામાં આવશે. હવે લોકોને સારવાર માટે (Hospital Facility in Surat Croporation Area)તેમના આ ઝોનમાં આજે તમામ સુવિધાઓ મળી રહેશે અને નવી સિવિલ હોસ્પિટલ તેમજ મનપા સંચાલિત સ્મીમેર હોસ્પિટલમાંમાં પણ દર્દીઓનો ધસારો ઓછો થશે.

હોસ્પિટલ માટે તમામ જરૂરી મેડિકલ નોન મેડિકલ સ્ટાફ તેમજ કર્મચારીઓની જગ્યા ઉભી કરવામાં આવશે

સ્ટાફની જગ્યા ઊભી કરાશે - હોસ્પિટલ (SMC Hospitals in Each Zone ) માટે તમામ જરૂરી મેડિકલ નોન મેડિકલ સ્ટાફ તેમજ કર્મચારીઓની જગ્યા ઉભી કરવામાં આવશે. એટલું જ નહીં, હોસ્પિટલ દીઠ બે જુનિયર મેડિકલ ઓફિસર, એક ઇન્ચાર્જ સિસ્ટર એક ત્રીજી શ્રેણી ક્લાર્ક મળી કુલ ચાર જગ્યાઓ મધ્યસ્થ મહેકમ વિભાગના શિડયુલ કાયમી (Medical staff at Surat Hospital)ધોરણે ઉપસ્થિત કરવાની ભલામણ કરવામાં આવી છે.

આ પણ વાંચોઃ Accident in Hazira: સુરત સિવિલ હોસ્પિટલમાં યુવકને યોગ્ય સમયે સારવાર ન મળતા મોત થયાનો પરિવારનો આક્ષેપ

ઘર નજીક આરોગ્યલક્ષી તમામ સુવિધાઓ મળી રહેશે - આરોગ્ય વિભાગના અધિકારી પ્રદીપ ઉમરીગરે જણાવ્યું હતું કે આગામી માસથી બે હેલ્થ સેન્ટરોની શરૂઆત કરવામાં આવશે. મહાનગરપાલિકાના હદ વિસ્તરણ (Surat Municipal Corporation will build 50 bed hospitals in each zon)સાથે વસતી વધતા આ નિર્ણય (SMC Build 50 Bed Hospitals ) કરાયો છે. લોકોને તેમના ઘર નજીક આરોગ્યલક્ષી તમામ સુવિધાઓ મળી રહે આ માટે સુરત મહાનગરપાલિકાના તમામ ઝોનમાં હોસ્પિટલ (SMC Hospitals in Each Zone )બનાવવાની જાહેરાત કરી છે.

આ પણ વાંચોઃ SMC Swimming Pool: સ્વિમિંગ હવે મોંઘું થશે, મેમ્બરશીપની સાથે 18% જીએસટીની દરખાસ્ત

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.