ETV Bharat / city

સુરતમાં નણંદે પોતાની જ ભાભી સાથે કર્યા શારીરિક અડપલા

author img

By

Published : Apr 2, 2022, 4:28 PM IST

સુરતના લિંબાયત વિસ્તારમાં એક ચોકાવનારો કિસ્સો સામે આવ્યો છે. પરિવારની નણંદે પોતાની જ ભાભી સાથે શારીરિક અડપલા(sister-in-law behaved rudely with his sister-in-law) કર્યા હતા. આ સમગ્ર મામલો પોલીસ સ્ટેશનમાં પહોંચ્યો હતો.

સુરતમાં નણંદે પોતાની જ ભાભી સાથે કર્યા શારીરિક અડપલા
સુરતમાં નણંદે પોતાની જ ભાભી સાથે કર્યા શારીરિક અડપલા

સુરત : શહેરના લીંબાયત વિસ્તારમાં એક જ પરિવારના નણંદે પોતાની ભાભી સાથે શારીરિક અડપલા કર્યા(sister-in-law behaved rudely with his sister-in-law) હોવાની ફરિયાદ લિંબાયત પોલીસ સ્ટેશનમાં નોંધાઇ હતી. ફેબ્રુઆરી 2021માં 24 વર્ષીય સુલતાના લગ્ન થયા હતા. પરિવારમાં સાસુ, સસરા ત્રણ દિયર, બે નણંદ, અને એક નણદોઈ સંયુક્ત પરિવારમાં સાથે રહે છે. જેમાં 24 વર્ષીય નણદોઈના લગ્ન થયા પછી થોડા દિવસ પછી તેમનાં સાસુ, સસરા ત્રણ દિયર, બે નણદ પોતાની જ નણદોઈને નાની-નાની વાતે અને દહેજ(Dowry demand) ને લઈને હેરાન પરેશાન કરતા હતા. જેમા નણંદ નઝમાને પોતાની ભાભી સાથે સારુ બનતું હતું અને તેમના વચ્ચે હસી મજાક પણ ચાલતી હતી.

આ પણ વાંચો - જામનગરમાં પરિવારને મારી નાખવાની ધમકી આપી મહિલા પર નરાધમે આચર્યું દુષ્કર્મ

નણદે ભાભી સાથે કર્યુ અભદ્ર વર્તન - 14 એપ્રિલ 2021ના રોજ નણદ નાઝમાએ પોતાની જ ભાભીને ઘરમાં એકલા જોઈ તેની સાથે શારીરિક અડપલા કર્યા હતા. નણદે પોતાની ભાભીને બાહોમાં લાઈને પુરૂષ જેવું વર્તન કર્યું હતું અને તેને નગ્ન પણ કરી હતી. આવી હરકતો જાઇને તેની ભાભી બૂમો પાડવા લાગી તેમ છતા નણદે આ વાત જો કોઇને કહેશે તો તેને જાનથી મારી નાખશે તેવુ કહેવામાં આવ્યું હતું. આ બાબતને લઇ નણદની ભાભી સમગ્ર મામલો લઈ લિંબાયત પોલીસ સ્ટેશનમાં જઇને પોતના પતિ, સાસુ, સસરા વિરોદ્ધ દહેજ અને નણંદ વિરુદ્ધ સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કરવા બદલ ગુન્હો નોંધાવ્યો છે. જેને લઇને લિંબાયત પોલીસે સમગ્ર મામલે ગુન્હો નોંધીને તપાસ હાથ ધરી છે.

આ પણ વાંચો - Fake Degree Scandal Gandhinagar: ગાંધીનગરથી બોગસ ડિગ્રીકાંડ ઝડપાયું, 50થી વધુ ડિગ્રી સાથે 2 આરોપીની ધરપકડ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.