ETV Bharat / city

સુરતમાં રાત્રિ કરફ્યૂ દરમિયાન એસ્સારના રિટાયર્ડ ઈજનેરની હત્યા થઈ

author img

By

Published : Apr 2, 2021, 3:40 PM IST

Updated : Apr 2, 2021, 5:13 PM IST

રાત્રિ કરફ્યૂ દરમિયાન સુરત શહેરના ડુમ્મસ વિસ્તારમાં રહેતા એસ્સારના રિટાયર્ડ ઈજનેરની અજાણ્યા પાંચ શખ્સોએ લૂંટના ઇરાદેથી હત્યા કરી હતી. આધેડ ઘરમાં એકલા રહેતા હતા. લૂંટારુઓ તેમના હાથ બાંધીને લૂંટ કરી નાસી ગયા હતાં. ઘટના અંગેની જાણકારી મળતા જ સ્થાનિક પોલીસ અને FSLની ટીમ મૃતકના ઘરે પહોંચી હતી.

સુરતમાં રાત્રિ કરફ્યૂ દરમિયાન એસ્સારના રિટાયર્ડ ઈજનેરની હત્યા થઈ
સુરતમાં રાત્રિ કરફ્યૂ દરમિયાન એસ્સારના રિટાયર્ડ ઈજનેરની હત્યા થઈ

  • શખ્સોએ નિવૃત્ત ઈજનેરની હત્યા કરી લૂંટ ચલાવી
  • આરોપીઓ CCTVમાં દોડતા પણ કેદ થયા
  • પોલીસે તપાસ હાથ ધરી

સુરતઃ શહેરના ડુમ્મસ વિસ્તારમાં રહેતા એક રિટાયર્ડ ઈજનેરની રાત્રિ કરફ્યૂ દરમિયાન હત્યા થયાની ઘટના પ્રકાશમાં આવી છે. ડુમ્મસના કાંદી ફળિયા વિસ્તારમાં આવેલા દુકાન, મહોલ્લામાં રહેતા 61 વર્ષીય ભોપીન પટેલ એકલા તેમના ઘરમાં રહેતા હતાં. ભોપીનના 20 વર્ષ અગાઉ છૂટાછેડા થયા બાદ એકલા રહેતા હતા. ગુરુવારે મોડી રાત્રે પાંચ શખ્સોએ ભોપીન પટેલના ઘરે આવી તેમના હાથ બાંધીને લૂંટ ચલાવી હતી. સવારે ભોપીનના માતા રોજના ક્રમ પ્રમાણે તેના ઘરે ગયા હતાં. ભોપીન હાથ બાંધેલી હાલતમાં જમીન પર પડ્યો હતો. તાત્કાલિક ઘટના અંગે પોલીસને જાણકારી આપવામાં આવી હતી.

રિટાયર્ડ ઈજનેરની અજાણ્યા પાંચ શખ્સોએ લૂંટના ઇરાદેથી હત્યા કરી
રિટાયર્ડ ઈજનેરની અજાણ્યા પાંચ શખ્સોએ લૂંટના ઇરાદેથી હત્યા કરી

આ પણ વાંચોઃ રાજકોટમાં પરપ્રાતિંય પતિ-પત્ની વચ્ચે ઝગડો, પતિએ કરી પત્નીની હત્યા

આરોપીઓ CCTVમાં કેદ થયા

ડુમ્મસ પોલીસ સહિત ઉચ્ચ પોલીસ અધિકારીઓનો કાફલો ઘટનાસ્થળે પહોંચી વધુ તપાસ હાધ ધરી હતી. આસપાસના CCTV કેમેરા પણ ચેક કરવામાં આવ્યા હતા. આરોપીઓ ખભા પાછળ થેલો લઈને આવ્યાનું CCTVમાં કેદ થયુ છે. પોલીસે ડોગ સ્ક્વોર્ડ અને FSLની મદદથી તપાસ હાથ ધરી છે.

શખ્સોએ નિવૃત્ત ઈજનેરની હત્યા કરી લૂંટ ચલાવી

આ પણ વાંચોઃ દયાળ ગામમાં જૂની અદાવતમાં થઇ હત્યા

Last Updated :Apr 2, 2021, 5:13 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.