ETV Bharat / city

રથયાત્રામાં જોવા મળ્યું કોમી એકતાનું ઉદાહરણ, મુસ્લિમ યુવાનોએ સંભાળી મહત્વની જવાબદારી

author img

By

Published : Jul 2, 2022, 10:51 AM IST

વાહ...! ભગવાન જગન્નાથજીની રથયાત્રાની જવાબદારી લીધી મુસ્લિમ યુવાનોએ
વાહ...! ભગવાન જગન્નાથજીની રથયાત્રાની જવાબદારી લીધી મુસ્લિમ યુવાનોએ

સુરતમાં શહેરમાં ભગવાન જગન્નાથજીની (Jagannath Rathyatra 2022) રથયાત્રામાં એક અદ્ભુત વાત સામે આવી છે. અહીં ભગવાન જગન્નાથજીની રથયાત્રાની સુરક્ષા વ્યવસ્થાની જવાબદારી ખોજા સમાજના મુસ્લિમ (Muslim Youth Jagannath Rathyatra) યુવાનોને લીધી હતી. રથયાત્રાના અવસર પર આ યુવાનો ખડેપગે જોવા મળ્યા હતા.

સુરત : સુરતમાં પ્રથમવાર ભગવાન જગન્નાથજીની રથયાત્રાની (Jagannath Rathyatra 2022) સુરક્ષા વ્યવસ્થા માટે 40 જેટલા ખોજા સમાજના મુસ્લિમ યુવાનોએ જવાબદારી લીધી હતી. ઇન્ડિયા વોલેન્ટિયર કોર ગ્રુપના સભ્યોએ વરાછા ખાતેથી નીકળેલી ભગવાન જગન્નાથજીની (Surat Jagannath Rathyatra) રથયાત્રામાં સુરક્ષા વ્યવસ્થાની જાળવણી કરી હતી. તેમજ આ પાવન પર્વ પર દેશના લોકોને એકતા (Muslim Youth Jagannath Rathyatra) અને માનવતાનાનો સંદેશ આપ્યો હતો.

ભગવાન જગન્નાથજીની રથયાત્રાની જવાબદારી લીધી મુસ્લિમ યુવાનોએ

આ પણ વાંચો : Jagannath Rath yatra 2022: જગન્નાથની રથયાત્રામાં ભક્તોએ ઉત્સાહની સાથે ભગવાનના આર્શીવાદ લીધા

40 સભ્યો ખડે પગે - સુરતમાં પ્રથમવાર 6 સ્થળેથી ભગવાન જગન્નાથજીની રથયાત્રા કાઢવામાં આવી હતી. અગાઉ પાંચ સ્થળેથી રથયાત્રા કાઢવામાં આવી હતી .આ વખતે પ્રથમવાર વરાછા વિસ્તારમાંથી રથયાત્રા કાઢવામાં આવી હતી. ભગવાન યાત્રાની સુરક્ષા વ્યવસ્થા પોલીસ સાથે ખોજા સમાજના યુવાનોને પણ કરી હતી. શાંતિ અને સલામતીની સાથે ભક્તિ ભાવપૂર્ણ વાતાવરણમાં ભગવાન જગન્નાથજીની રથયાત્રા પૂર્ણ થાય આ માટે રથયાત્રાની શરૂઆતથી લઈને પૂર્ણ સુધી ઇન્ડિયા વોલેન્ટિયર કોર ગ્રુપના 40 સભ્યો ખડે પગે રહ્યા હતા. તમામ ભક્તો ભગવાનના દર્શન કરી શકે અને કોઈ અવ્યવસ્થા ન થાય આ માટે આ યુવાનોએ ખૂબ જ કાળજી રાખી હતી. સુરતમાં પ્રથમવાર ભગવાન જગન્નાથજીની રથયાત્રાની સુરક્ષા વ્યવસ્થા ખોજા સમાજના યુવાનોએ સેવા આપી હતી.

મુસ્લિમ યુવાનો
મુસ્લિમ યુવાનો

આ પણ વાંચો : jagannath rathyatra 2022: વજનદાર પથ્થર વાળા કરતબે લોકોનું વિશેષ ધ્યાન ખેંચ્યું

આ ગ્રુપના સભ્યોનું શું કહેવું છે - ઇન્ડિયા વોલેન્ટિયર કોર ગ્રુપના (Responsibility Rathyatra in Surat) કેપ્ટન સમીરભાઈએ જણાવ્યું હતું કે, દેશભરમાં અમે સેવા આપીએ છીએ. ખાસ કરીને મુંબઈમાં જે ભગવાન જગન્નાથજીની રથયાત્રા કાઢવામાં આવતી હોય છે, ત્યાં પણ અમે સુરક્ષા વ્યવસ્થા માટે સેવા આપીએ છીએ. હાલ પ્રથમવાર અમે સુરતમાં ભગવાન જગન્નાથજીની ભવ્ય (Muslim Youth Responsible for Rathyatra) યાત્રામાં કોઈ પણ પ્રકારની અવ્યવસ્થા ન થાય અને ભક્તિ ભાવપૂર્ણ રથયાત્રા પૂર્ણ થાય આ માટેની જવાબદારી લીધી છે. માનવતાના ધર્મથી મોટું કોઈ ધર્મ હોતો નથી.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.