ETV Bharat / city

સુરતમાં અંદાજે 71.86 કરોડ રૂપિયાનો મિલકત વેરો માફ કરાશે

author img

By

Published : Mar 23, 2021, 11:58 AM IST

Updated : Mar 23, 2021, 1:27 PM IST

ભાજપ પ્રદેશ સી. આર. પાટીલની ભલામણને પગલે સુરત મહાનગર પાલિકાએ 15 થી 50 ચો. મીટરનું ક્ષેત્રફળ ધરાવતા રહેઠાણ અને કોમર્શિયલ મિલકતોને કરવેરામાં માફી અને રાહત આપવાનો નિર્ણય કર્યો છે.

Surat news
Surat news

  • સુરત મનપાનો મહત્વનો નિર્ણય
  • મિલકત માલિકોને અંદાજે 71.86 કરોડના વેરા માફ કરાશે
  • 50 ચોરસ મીટર સુધીનું ક્ષેત્રફળ ધરાવતી કોમર્શિયલ મિલકતોને વેરામાં 25 ટકા રાહત

સુરત: શહેરના લગભગ 9.18 લાખ મિલકત માલિકોને અંદાજે 71.86 કરોડના વેરા માફ કરવામાં આવશે. શાસકોએ અગાઉ 15 ચો. મીટર સુધીની રહેઠાણ અને કોમર્શિયલ મિલકતોને વેરામાફી અને રાહત આપવાનો નિર્ણય કર્યો હતો. પરંતુ ભાજપ અધ્યક્ષ સી. આર. પાટીલે થોડા આગળ વધીને 25 ચો. મીટર ક્ષેત્રફળ ધરાવતી મિલકતોને વેરામાફી અને રાહત આપવા ભલામણ કરી હતી. આ દરમિયાન મહાનગર પાલિકાની સ્થાયી સમિતિએ વધુ પરિવારને રાહત આપવા સી. આર. પાટીલ સાથે ચર્ચા બાદ આજે મંગળવારે 50 ચોરસ મીટર સુધીનું ક્ષેત્રફળ ધરાવતી રહેઠાણ અને કોમર્શિયલ મિલકતોને વેરામાં 25 ટકા રાહત આપવાનો નિર્ણય કર્યો હતો.

સુરતમાં અંદાજે 71.86 કરોડના મિલકતોના વેરા માફ કરાશે

આ પણ વાંચો : રાજકોટમાં વેરો નહીં ભરનારાની મિલકત સીલ કરવાની કામગીરી કરાઈ શરૂ

8.25 લાખ મિલકતોમાં વેરામાંથી રાહત મળશે

સ્થાયી સમિતિના ચેરમેન પરેશ પટેલે વિગતો આપતા જણાવ્યું હતું કે, નવા નિર્ણયને પગલે 15 ચો. મીટરનું ક્ષેત્રફળ ધરાવતી શહેરની 1.11 લાખ મિલકતોને વેરા અને યુઝર્સ ચાર્જમાંથી સંપૂર્ણ માફી આપવામાં આવશે. જ્યારે 50 ચો. મીટર સુધી લગભગ 7.14 લાખ રહેઠાણ મિલકતોને મિલકતવેરો અને યુઝર્સ ચાર્જમાં 25 ટકા માફી આપવાનો નિર્ણય કરાયો છે. રહેઠાણમાં કુલ 8.25 લાખ મિલકતોમાં વેરામાંથી રાહત મળશે.

આ પણ વાંચો : ભુજમાં નગરપાલિકા દ્વારા વેરા વસૂલાત ઝુંબેશ શરૂ, પાંચ મિલકતોને સીલ કરી સેવાઓના જોડાણ કટ કર્યા

Last Updated : Mar 23, 2021, 1:27 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.