સુરત: અઢી વર્ષની બાળકી પર દુષ્કર્મ-હત્યા મામલે પોલીસે 7 જ દિવસમાં ચાર્જશીટ સબમિટ કરી

author img

By

Published : Nov 15, 2021, 10:32 PM IST

સુરત: અઢી વર્ષની બાળકી પર દુષ્કર્મ-હત્યા મામલે પોલીસે 7 જ દિવસમાં ચાર્જશીટ સબમિટ કરી

સુરત (surat)ના પાંડેસરા (pandesara) વિસ્તારમાં દિવાળીની રાત્રે ગુમ થયેલી બાળકી પર દુષ્કર્મ આચરનારા અને હત્યા (murder) કરનારા આરોપીની પાંડેસરા પોલીસે (pandesara police) ધરપકડ કરી હતી. આ મામલે પોલીસે 7 જ દિવસમાં ચાર્જશીટ (charge sheet) સબમિટ કરી છે. પોલીસે કોર્ટમાં 7 દિવસની અંદર જ ચાર્જશીટ સબમિટ કરતા આ કેસમાં પણ ચુકાદો જલ્દી આવે તેવી સંભાવના જોવા મળી રહી છે.

  • બાળકી પર દુષ્કર્મ કરનારા આરોપીની ધરપકડ
  • પોલીસે 7 દિવસમાં કોર્ટમાં ચાર્જશીટ સબમિટ કરી
  • દિવાળીની રાત્રે ગુમ થઈ હતી બાળકી

સુરત: પાંડેસરા (pandesara) વિસ્તારમાં દિવાળીની રાત્રે અઢી વર્ષની બાળકી ગુમ થઇ ગઇ હતી, ત્યારબાદ બાળકીની 72 કલાક બાદ ડેડબોડી મળી આવી હતી અને તેના બીજા દિવસે બાળકી ઉપર દુષ્કર્મ (rape) આચરતા હત્યા કરનારા આરોપીની પણ પાંડેસરા પોલીસે (pandesara police) ધરપકડ કરી હતી. આ કેસમાં આજે પાંડેસરા પોલીસે 7 દિવસમાં કોર્ટમાં ચાર્જશીટ (charge sheet) સબમિટ કરી છે.

પોલીસે 7 દિવસમાં ચાર્જશીટ સબમિટ કરી

પાંડેસરામાં અઢી વર્ષની બાળકી પર દુષ્કર્મ હત્યા મામલે પોલીસે 7 દિવસમાં ચાર્જશીટ સબમિટ કરી. સુરત શહેરના પાંડેસરામાં આવેલા વડોદગામ (vadodgam) માંથી દિવાળીની રાતે 8 વાગે બાળકી પોતાના ઘરના આગણે રમતા ગુમ થઇ ગઈ હતી. તે બાળકીને શોધવા માટે પોલીસની અલગ અલગ ટીમો બનાવવામાં આવી હતી. સુરત પોલીસની DCB, PCB તથા પાંડેસરા પોલીસના અડધા સ્ટાફ સાથે ડોગ સ્કોડની પણ મદદ લેવામાં આવી હતી. પરંતુ 72 કલાકથી ઉપરનો સમય વીતી ગયો હતો તેમ છતાં બાળકીની કોઈ ભાળ મળી આવી નહોતી.

બાળકીને શોધવા 100થી વધુનો સ્ટાફ લાગ્યો હતો

72 કલાક બાદ પાંડેસરાના વિસ્તારના અરમો ડાઇન્ગ મિલના પાછળની ખુલ્લી જગ્યાએથી આજે સવારે 12 વાગે જેવો વડોદગામથી ગુમ થયેલી બાળકીનો મૃતદેહ મળી આવતા ઉચ્ચ પોલીસ અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. આ બાળકીને શોધવા માટે સુરત પોલીસના 100થી વધુનો સ્ટાફ લગાવામાં આવ્યો હતો. પોલીસ રાત-દિવસ એક કરીને બાળકીને શોધવામાં લાગી હતી. બીજી બાજુ પાંડેસરા પોલીસને બાળકીને લઈ જતા CCTV ફૂટેજ પણ હાથ લાગ્યા હતા. તેના બીજા દિવસે પાંડેસરા પોલીસે બાળકી ઉપર દુષ્કર્મ- હત્યા કરનાર આરોપીની ધરપકડ કરી હતી. ત્યારબાદ પોલીસે અઢી વર્ષની બાળકી પર દુષ્કર્મ- હત્યા મામલે આજે પાંડેસરા પોલીસે 7 દિવસમાં ચાર્જશીટ સબમિટ કરી છે.

આ કેસમાં પણ ચુકાદો જલ્દી આવી તેવી સંભાવના

આજ રોજ પોલીસે કોર્ટમાં 7 દિવસની અંદર જ ચાર્જશીટ સબમિટ કરતા આ કેસમાં પણ ચુકાદો જલ્દી આવે તેવી સંભાવના જોવા મળી રહી છે. આ પેહલા પણ સચિન GIDCમાં અગાઉ 9 દિવસમાં ચાર્જશીટ રજૂ કરવામાં આવી હતી અને ચુકાદો પણ આવી ગયો. આ પેહલા પણ 12 ઓક્ટોબરના રોજ નવરાત્રીના સમય દરમિયાન GIDCના ખાતાકીય વિસ્તારોમાં આવેલા ઝાડી-ઝાંખરામાંથી 5 વર્ષની બાળકીનો મૃતદેહ મળી આવ્યો હતો. પોલીસે બાળકીનો મૃતદેહ કબજે કરી PM માટે મોકલ્યો હતો. આ મામલે પોલીસે આરોપી હનુમાન નિશાદની ધરપકડ કરી હતી. પોલીસે તેને કોર્ટમાં હાજર કરી રિમાન્ડ મેળવ્યા હતા. ત્યારબાદ પોલીસ દ્વારા પણ 10 દિવસમાં ચાર્જશીટ ફાઇલ કરવામાં આવી હતી અને એ મામલે ચુકાદો પણ આવી ગયો હતો. એટલે કહી શકાય છે કે આ કેશમાં પણ ચુકાદો જલ્દી આવી તેવી સંભાવના જોવા મળી રહી છે.

આ પણ વાંચો: રાજ્યમાં 125 પોલીસ સ્ટેશનના જંત્રી ભાવ અને બજાર ભાવ વચ્ચે પ્રોજેકટ અટવાયા

આ પણ વાંચો: NS વલસુરા MEATની પાસિંગ આઉટ પરેડ યોજાઇ, એડમિરલે તાલીમાર્થીઓને અભિનંદન પાઠવ્યા

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.