ETV Bharat / city

રાજ્યમાં 125 પોલીસ સ્ટેશનના જંત્રી ભાવ અને બજાર ભાવ વચ્ચે પ્રોજેકટ અટવાયા

author img

By

Published : Nov 15, 2021, 4:01 PM IST

રાજયમાં 125 પોલીસ સ્ટેશનના જંત્રી ભાવ અને બજાર ભાવ વચ્ચે પ્રોજેકટ અટવાયા
રાજયમાં 125 પોલીસ સ્ટેશનના જંત્રી ભાવ અને બજાર ભાવ વચ્ચે પ્રોજેકટ અટવાયા

વર્તમાન સમયમાં અમદાવાદ અને અન્ય જીલ્લાઓ કે શહેરમાં જે પોલીસ સ્ટેશન (Ahmadabad police station) છે જુના પોલીસ સ્ટેશનમાં મહત્વની જગ્યાની પણ ફાળવણી થઇ ન હતી. વર્તમાન સમયમાં નવા પોલીસ સ્ટેશનની વાત કરવામાં આવે તો તમામ વિભાગો માટે અલગ-અલગ રૂમની ફાળવણી પણ કરવામાં આવી છે. આ ઉપરાંત પોલીસ દ્વારા જે વાહનો જમા લેવામાં આવે છે, તેના પાર્કિંગ માટેની પણ ખાસ વ્યવસ્થા કરવામાં આવી નથી. હાલ પોલીસ સ્ટેશનની અંદર જ વાહનો જમા થયેલા મુકવામાં આવતા પોલીસ સ્ટેશન નહિ પણ કબાડીની જગ્યા હોય તેવું લાગી રહ્યું છે.

  • રાજયના 125 પોલીસ સ્ટેશન બનાવવાની કામગીરી પર રોક આવી?
  • રાજય ગૃહપ્રધાન હર્ષ સંઘવીની ઉચ્ચ અધિકારીઓ સાથે બેઠક યોજાઇ
  • જંત્રી ભાવ અને બજાર ભાવ વચ્ચે ગૃહવિભાગના પ્રોજેકટ અટવાયા

અમદાવાદ: ગુજરાત અને મહારાષ્ટ્ર રાજ્ય અલગ રાજ્ય બન્યું ત્યારથી જ દિન-પ્રતિદિન નવા નવા વિસ્તારોનો સમાવેશ થતો જાય છે, ત્યારે રાજ્યના ગૃહ વિભાગ દ્વારા પણ જે તે વિસ્તારના પોલીસ સ્ટેશન (police stations in the state )ની ફાળવણી કરવામાં આવે છે. આમ રાજ્યમાં જુના જેટલા પણ પોલીસ સ્ટેશન હતા તે તમામ પોલીસ સ્ટેશન (Ahmadabad police station area)ને નવા પોલીસ સ્ટેશન બનાવવાનું અભિયાન પણ રાજ્ય સરકાર દ્વારા શરૂ કરવામાં આવ્યું છે, જેમાં લગભગ મોટાભાગના નવા પોલીસ સ્ટેશન તૈયાર કરી દેવામાં આવ્યા છે, પરંતુ રાજ્યમાં હજુ પણ 125 પોલીસ સ્ટેશન એવા છે કે જેમાં સરકારની નીતિ અને નિયમોના કારણે પ્રોજેક્ટ પર ગ્રહણ લાગ્યું છે.

કેવી છે નીતિ?

મળતી માહિતી પ્રમાણે રાજ્યમાં અનેક પોલીસ સ્ટેશન એવા છે, કે જે જિલ્લા પંચાયત તાલુકા પંચાયત અથવા તો ટ્રસ્ટની જમીન પર કાર્યરત હોય છે, ત્યારે સંપૂર્ણ જમીન પોલીસ સ્ટેશનના નામે જ બને તેને ધ્યાનમાં લઈને રાજ્ય સરકાર દ્વારા નવા પોલીસ સ્ટેશન બનાવવાની કામગીરી શરૂ કરવામાં આવી છે, પરંતુ રાજ્ય સરકારની જે પડતર અને ખાલી પડેલી જમીન છે, તે જમીન ગૃહ વિભાગના નામે કરવા માટે અનેક સમસ્યાઓનો સામનો કરવો પડી રહ્યો છે. જમીનનો ભાવ જંત્રી પ્રમાણે કરવો કે બજાર ભાવ પ્રમાણે ગણવો બાબતની પણ અનેક સમસ્યાઓ સામે આવી રહી છે.

રાજયમાં 125 પોલીસ સ્ટેશનના જંત્રી ભાવ અને બજાર ભાવ વચ્ચે પ્રોજેકટ અટવાયા

અત્યારે જુના પોલીસ સ્ટેશનમાં મહત્વની જગ્યાની પણ ફાળવણી નથી

વર્તમાન સમયમાં અમદાવાદ અને અન્ય જીલ્લાઓ કે શહેરમાં જે પોલીસ સ્ટેશન છે જુના પોલીસ સ્ટેશનમાં મહત્વની જગ્યાની પણ ફાળવણી થઇ ન હતી. વર્તમાન સમયમાં નવા પોલીસ સ્ટેશનની વાત કરવામાં આવે તો તમામ વિભાગો માટે અલગ-અલગ રૂમની ફાળવણી પણ કરવામાં આવી છે. આ ઉપરાંત પોલીસ દ્વારા જે વાહનો જમા લેવામાં આવે છે, તેના પાર્કિંગ માટેની પણ ખાસ વ્યવસ્થા કરવામાં આવી નથી. હાલ પોલીસ સ્ટેશનની અંદર જ વાહનો જમા થયેલા મુકવામાં આવતા પોલીસ સ્ટેશન નહિ પણ કબાડીની જગ્યા હોય તેવું લાગી રહ્યું છે.

અમદાવાદના જૂના બિલ્ડિંગમાં કાર્યરત પોલીસ સ્ટેશન

  • રખિયાલ પોલીસ સ્ટેશન
  • બાપુનગર પોલીસ સ્ટેશન
  • નરોડા પોલીસ સ્ટેશન
  • ખાડિયા પોલીસ સ્ટેશન
  • કાગડાપીઠ પોલીસ સ્ટેશન
  • શહેર કોટડા પોલીસ સ્ટેશન
  • શાહપુર પોલીસ સ્ટેશન

રાજ્યગૃહપ્રધાને તાત્કાલિક યોજી બેઠક

સૂત્રો તરફથી મળતી માહિતી પ્રમાણે ગુજરાત રાજ્યમાં જૂના બિલ્ડિંગમાં પોલીસ સ્ટેશન કાર્યરત છે, ત્યારે નવા પોલીસ સ્ટેશન ક્યારે પડશે તે બાબતે રાજ્યકક્ષાના ગૃહપ્રધાન હર્ષ સંઘવીએ તાત્કાલિક ધોરણે અધિકારીઓ સાથે બેઠક યોજીને તમામ પ્રશ્નોનું ઝડપી નિરાકરણ થાય અને પોલીસ સ્ટેશનના નવા બિલ્ડીંગનું કાર્ય વહેલી તકે ઝડપથી શરૂઆત થાય તે બાબતે પણ ખાસ બેઠક યોજી હતી. ગૃહ વિભાગ પોતાની માલિકીની ખરીદવાની હોય તે તમામ મુદ્દે પ્રશ્નનું નિરાકરણ કરીને રાજ્યના બાકી રહેલા 125 પોલીસ સ્ટેશનનું કાર્ય તાત્કાલિક ધોરણે પૂર્ણ થાય તે બાબતનું પણ બેઠકમાંમા સૂચન કર્યું હતું.

આ પણ વાંચો: મોરબીમાંથી પણ ઝડપાયું કરોડોનું ડ્રગ્સ, આતંકવાદીઓ સાથે જોડાયેલા છે તાર : DGP

આ પણ વાંચો: પોલીસ સ્ટેશનમાં ધરણા પર બેસી કોંગી ધારાસભ્યએ કહ્યું- બાળક છે થોડું ઘણું પી લીધું તો શું થયું, દરેકના બાળકો પીવે છે

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.