ETV Bharat / city

5 વર્ષીય બાળકી સાથે કરેલા કૃત્યનો બદલો શું પોલીસ લેશે ?, જાણો શું બની હતી ઘટના

author img

By

Published : Apr 30, 2022, 1:31 PM IST

સુરતમાં 5 વર્ષીય બાળકીને નિંદ્રામાંથી ઉપાડી દુષ્કર્મ બાદ હત્યા કરવાનો મામલો સામે (Rape Case in Surat) આવ્યો હતો. જે ધટનાએ સમગ્ર વિસ્તારમાં ચકચાર મચાવી દીધો (murder Case In Surat) હતો. આ ધટનામાં પોલીસે આરોપીને ઝડપી લીધો હતો અને 15 જ દિવસમાં ચાર્જશીટ કોર્ટમાં રજુ કરી દીધી હતી.

5 વર્ષીય બાળકી સાથે દુષ્કર્મ બાદ હત્યા કેસમાં પોલીસે કરેલુ આ કામ માસૂમને ન્યાય અપાવી શકશે?
5 વર્ષીય બાળકી સાથે દુષ્કર્મ બાદ હત્યા કેસમાં પોલીસે કરેલુ આ કામ માસૂમને ન્યાય અપાવી શકશે?

સુરત:સુરતના પુણા વિસ્તારમાં પંદર દિવસ અગાઉ 5 વર્ષીય બાળકીને નિંદ્રામાંથી ઉપાડી દુષ્કર્મ બાદ હત્યા કરવાનો બનાવ (murder Case In Surat) સામે આવ્યો હતો. આ ઘટનામાં પોલીસે આરોપીને ઝડપી લીધો હતો અને આ મામલે પોલીસે 15 જ દિવસમાં ચાર્જશીટ કોર્ટમાં રજુ (Rape Case in Surat) કરી દીધી હતી.

આ પણ વાંચો: Kidnapping in Surat: સુરતમાં અજીબોગરીબ કિસ્સો સામે આવ્યો, પિતાએ કર્યું પુત્રનું અપહરણ

દુષ્કર્મ આચરી તેનું ગળું દબાવીને હત્યા: શ્રમજીવી પરિવાર સુરતના પુણાગામ વિસ્તારમાં રહે છે અને મજુરી કામ કરી પરિવારનું ગુજરાન ચલાવે છે, પરિવારમાં 5 વર્ષની એક માસુમ દીકરી હતી. 15 દિવસ અગાઉ બાળકી પરિવાર સાથે નિંદ્રા માણી રહી હતી, તે વેળાએ આરોપી રામ પ્રસાદ ઉર્ફે લલનસિહ મહેશસિહ ગૌણ બાળકીને ઉપાડી ગયો હતો અને બાદમાં તેણીની પર દુષ્કર્મ આચરી તેનું ગળું દબાવી હત્યા કરી હતી. આરોપીએ હત્યા કર્યા બાદ બાળકીની લાસને દાટી દીધી હતી.

બાળકીની લાશ મેદાનમાંથી મળી: બાળકી નહી મળતા પરિવારે શોધખોળ કરી હતી અને આખરે પોલીસ મથકના દ્વાર ખખડાવ્યા હતા પોલીસે આ મામલે શોધખોળ કરતા બાળકીની લાશ મેદાનમાંથી મળી આવી હતી. આ ઘટનામાં પોલીસે આરોપીને પણ ગણતરીના કલાકોમાં ઝડપી પાડ્યો હતો. પોલીસે આ કેસમાં આરોપી સામે પોસ્કો સહિતનો ગુનો નોંધ્યો હતો અને આરોપી સામે હવે પોલીસે કોર્ટમાં 15 જ દિવસમાં ચાર્જશીટ ફાઈલ કરી દીધી છે, હવે આ કેસમાં સંભવત સ્પીડી ટ્રાયલ કોર્ટમાં ચાલશે.

આ પણ વાંચો: Jakhau Port Drugs Case : અફઘાનિસ્તાની અને ભારતીયને કોર્ટમાં કરાયા રજૂ કરાયા, હવે આટલા દિવસના રિમાન્ડ પર થશે પૂછપરછ

આવતા અઠવાડિયે ચાર્જફ્રેમની કાર્યવાહી: ચાર્જશીટમાં આરોપી સામેના પુરાવા રૂપે એફએસએલ રિપોર્ટ, મેડિકલ રિપોર્ટ-એવિડન્સ, સીસીટીવી ફુટેજ, સાંયોગિક પુરાવા, ગેઇટ એનાલીસીસ રિપોર્ટનો સમાવેશ થાય છે. આવતા અઠવાડિયે ચાર્જફ્રેમની કાર્યવાહી પણ શરૂ કરી દેવામા આવે એવી શક્યતા છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.