ETV Bharat / city

સુરત M.Comમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીનું વેક્સિન લીધાના 9 દિવસ બાદ મોત

author img

By

Published : Sep 6, 2021, 8:27 PM IST

સુરતના પાંડેસરા વિસ્તારમાં આવેલા પટેલ ફળીયામાં રહેતો રોહિત ભારદ્વાજ શહેરની લાલબંગલા પાસે આવેલી એસ.પી.બી કૉલેજમાં M.Comમાં અભ્યાસ કરતો હતો. આ દરમિયાન રોહિતે કૉલેજમાં જ વેક્સિન મૂકાવી હતી. ત્યારબાદથી તેની તબિયત સતત બગડેલી રહેતી હતી. તેને સુરત સિવિલ હૉસ્પિટલમાં સારવાર માટે લાવવમાં આવ્યો હતો. અહીં ટૂંકી સારવાર બાદ તેનું મોત નીપજ્યું હતું.

વેક્સિન લીધા બાદ બગડી હતી તબિયત, ટૂંકી સારવાદ બાદ યુવકનું મોત
વેક્સિન લીધા બાદ બગડી હતી તબિયત, ટૂંકી સારવાદ બાદ યુવકનું મોત

  • વેક્સિન લીધા બાદ 22 વર્ષના વિદ્યાર્થીનું મોત
  • સુરતના પાંડેસરા વિસ્તારમાં રહેતા M.Comના વિદ્યાર્થીનું મોત
  • વિદ્યાર્થીએ ગત 27મી ઓગસ્ટના રોજ વેક્સિન લીધી હતી
  • વેક્સિન લીધા બાદ સતત બીમાર રહેતો હતો વિદ્યાર્થી

સુરત: પાંડેસરા વિસ્તારમાં આવેલા પટેલ ફળીયામાં રહેતો રોહિત ભારદ્વાજ શહેરની લાલબંગલા પાસે આવેલી એસ.પી.બી કૉલેજમાં M.Comમાં અભ્યાસ કરતો હતો. આ દરમિયાન રોહિતે કૉલેજમાં જ વેક્સિન મૂકાવી હતી. ઘરે ગયા બાદ પેટમાં દુ:ખાવો તથા તાવ આવી જતા તે ઘરમાં જ આરામ કરતો હતો. પેટમાં દુ:ખાવો બંધ થઇ ગયો હતો, પરંતુ તાવ જતો નહોતો. તે 9 દિવસથી બીમાર હતો. તેણે 27મી ઓગસ્ટના રોજ વેક્સીન મૂકાવી હતી. ત્યારબાદ તેની તબિયત સતત ખરાબ રહેતી હતી.

સિવિલ હૉસ્પિટલમાં ટૂંકી સારવાર બાદ મોત

સુરતના પાંડેસરા વિસ્તારમાં આવેલ પટેલ ફળીયામાં રહેતો રોહિત ભરદ્વાજ શહેરની લાલબંગલા પાસે આવેલ એસ.પી.બી કોલેજમાં M.Comમાં અભ્યાસ કરતો હતો. તેણે 27મી ઑગસ્ટના રોજ કૉલેજમાં જ વેક્સિન મૂકાવી હતી. ત્યારબાદથી તેની તબિયત સતત બગડેલી રહેતી હતી અને અંતે 9 દિવસ બાદ તેને સુરત સિવિલ હૉસ્પિટલમાં સારવાર માટે લાવવમાં આવ્યો હતો. અહીં ટૂંકી સારવાર બાદ તેનું મોત નીપજ્યું હતું.

વેક્સિન મૂકાવી એટલે જ મોત થયું છે

પુત્રના મોતને લઈને પિતા ભોલાભાઈ ભરદ્વાજ જેઓ પાંડેસરા વિસ્તારમાં જ નાસ્તાની લારી ચલાવે છે, તેમના દ્વારા એમ કહેવામાં આવ્યું હતું કે મારાં પુત્રએ વેક્સિનેશન કરાવ્યું એટલે જ તેની તબિયત ખરાબ થઇ ગઈ હતી, તથા એના કારણે જ મોત થયું છે. બાકી પહેલા મારો આ 22 વર્ષીય પુત્ર રોહિત એકદમ ઠીક હતો.

વેક્સિન લીધા બાદ જો મોત થાય તો એક જ દિવસમાં થઇ જાય

આ મોત બાબતે સુરતના આરોગ્ય અધિકારી નાયક સાહેબ દ્વારા એમ કહેવામાં આવ્યું કે, "આજ દિવસ સુધી આપણે સુરતમાં જ વેક્સિનનો પ્રથમ ડોઝ 30 લાખ લોકોને આપી ચૂક્યા છીએ અને સેકન્ડ ડોઝ 10 લાખ લોકોને આપી ચૂક્યા છીએ. તાવ આવવો સામાન્ય વાત છે. અમૂક લોકો વેક્સિન લીધા બાદ એકદમ તંદુરસ્ત હોય છે. તો અમૂકને એક કા તો બે દિવસ સુધી તાવ આવે છે. જો મોતની વાત કરું તો વેક્સિન લીધા પછી જો 24 કલાકની અંદર મોત થાય તો એનું કારણ વેક્સિન હોઈ શકે અને જો ત્રણ દિવસ દિવસ કા તો વધારે દિવસમાં મોત થાય તો એનું કારણ વેક્સિન ના હોય, તેનું કોઈ બીજું કારણ હોઈ શકે છે."

વધુ વાંચો: સુરતમાં ફરી બે વિદ્યાર્થીઓ કોરોના પોઝિટિવ, સ્કૂલ સંચાલકો અને વાલીઓ મુકાયા મુંઝવણમાં

વધુ વાંચો: સુરતની 35 વર્ષીય મહિલાએ 158 દિવસ બાદ કોરોનાને હરાવ્યો

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.