ETV Bharat / city

સુરતમાં લિફ્ટ તુટી જવાથી 2 લોકોના મોત

author img

By

Published : Sep 16, 2022, 1:21 PM IST

Updated : Sep 16, 2022, 3:58 PM IST

સુરતમાં લિફ્ટ તુટી જવાથી 2 લોકોના મોત
સુરતમાં લિફ્ટ તુટી જવાથી 2 લોકોના મોત

સુરતના પાંડેસરાના બામરોલીમાં (Bamaroli of Pandesara Surat ) 14 માળે લિફ્ટ રિપેર કરતી વખતે અચાનક તુટી (Lift Collapse in Pandesara Surat)જવાથી નિચે પટકાઇ હતી. આ ઘટનામાં લિફ્ટની સાથે કેટલાક શ્રમિકો પણ નિચે પટકાયા હતા. જેમાં 2 લોકોના મોત થયા (Surat Lift incident Two workers Died) છે અને 4 લોકોને ઇજાઓ પહોંચી છે.

સુરત શહેરના પાંડેસરાના બામરોલીમાં (Bamaroli of Pandesara Surat) 14 માળે લિફ્ટ રિપેર કરતી વખતે અચાનક તૂટી જવાથી નીચે પટકાઇ હતી. લિફ્ટની સાથે કેટલાક શ્રમિકો પણ નીચે પટકાયા હતા. જેમાં 2 લોકોના મોત થયા છે અને 4 લોકોને ઇજા (Lift Collapse in Pandesara Surat) પહોંચી છે.

સુરતમાં લિફ્ટ તુટી જવાથી 2 લોકોના મોત

અચાનક જ લિફ્ટ તૂટતાં ધક્કાભેર લીફ્ટ નીચે પટકાઈ શહેરના પાંડેસરા વિસ્તારમાં આવેલા તિરુપતિ સર્કલ પાસે આવેલા પ્લેટિનિયમ કોમ્પ્લેક્સમાં (Platinum Complex Near Rupati Circle) સવારે 10:30 વાગેની આસપાસ લીફટ તૂટતાં બે લોકોનું મૃત્યુ થયું છે. આ મૃત્યુ પામનાર વ્યક્તિનું નામ આકાશ સુનિલ બોરશે, નિલેશ પ્રધાન પાટીલ સામે આવ્યું છે. બિલ્ડીંગના 4થા માળે કામકાજ ચાલતું હતું. તે દરમિયાન બે શ્રમિકોએ બિલ્ડીંગનું કામ કરતા હતા. ત્યારે જ અચાનક જ લિફ્ટ તૂટતાં ધક્કાભેર લીફ્ટ નીચે પટકાતા બે લોકો પણ નીચે પટકાયા હતા. તેમનું મોત થયું હતું.

તા આ ઘટનાની જાણ પોલીસને થતા જ પાંડેસરા પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોંચી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

બન્ને વ્યક્તિઓએ ફાયર સેફટીના સાધનો પણ પહેર્યા ન હતા આ ઘટનાની જાણ પોલીસને થતા જ પાંડેસરા પોલીસનો કાફલો (Pandesara Police Team) ઘટના સ્થળે પહોંચી આગળની કાર્યવાહી હાથ ધરી છે. જોકે બિલ્ડીંગનું કામકાજ ચાલી રહ્યું છે, ત્યારે આ બન્ને વ્યક્તિઓએ ફાયર સેફટીના સાધનો (Fire safety equipment)પણ પહેર્યા ન હતા. જોકે ઘટના ઘટતા જ અન્ય કારીગરો કામ કરતા હતા. તેઓ દોડતા થઈ ગયા હતા અને બૂમાબૂમ કરી બેઠા હતા. આ બિલ્ડીંગ કુલ 14 ફ્લોરની છે.

આ બે શ્રમિકો અમરનેલ જલગાવ મહારાષ્ટ્રના હતા આ બાબતે આ બાબતે લોકસભાના સભ્ય સગા રાવ સાહેબ પાટીલએ જણાવ્યું કે, આકાશ અને સુનિલ બન્ને મારાં ગામના જ છે. અમરનેલ જલગાવ મહારાષ્ટ્રના છે. બન્ને જણા આ સાઈડ ઉપર બે વર્ષથી કામ કરતા હતા. આકાશ ડ્રિલ મશીન ચલાવતો હતો. ત્યારે નીચે પડવાની સાથે જ નિલેશ તેને બચાવા જતા આ બન્ને જણાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. આ બન્ને જણા અપરણિત છે. લિફ્ટની ફિટિંગનું કામ કાજ કરતા હતા.

Last Updated :Sep 16, 2022, 3:58 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.