ETV Bharat / city

સુરતમાં કેન્સર પીડિતોને વાળ ડોનેટ કરવાની સંખ્યામાં પ્રતિદિન વધારો

author img

By

Published : Feb 4, 2021, 2:05 PM IST

છેલ્લા એક વર્ષમાં કેન્સર પીડિતોને વાળ મળી શકે એ માટે ડોનરોની સંખ્યા વધી છે. સુરતમાં કામ કરતી શીતકલ્પ ચેરીટેબલ ટ્રસ્ટ સંસ્થા લોકો પાસે વાળ એકઠા કરી ટાટા મેમોરોરિયલ હોસ્પિટલના કેન્સર પીડિતોને આપે છે.

વાળનું દાન
વાળનું દાન

  • અનેક રાજ્યોની મહિલાઓ કરે છે વાળનું દાન
  • 10 વર્ષથી લઈને 80 વર્ષ સુધીના લોકોએ વાળ દાન કર્યા
  • કેન્સર પીડિત મહિલાઓના સકારાત્મક જીવન માટેનું પગલું


સુરત: આજે વિશ્વ કેન્સર દિવસ છે. કેન્સર પીડિતોની વેદના લોકો હવે સમજી રહ્યા છે. એ જ કારણ છે કે, છેલ્લા એક વર્ષમાં કેન્સર પીડિતોને વાળ મળી શકે એ માટે ડોનરોની સંખ્યા વધી છે. સુરતમાં કામ કરતી શીતકલ્પ ચેરીટેબલ ટ્રસ્ટ સંસ્થા લોકો પાસે વાળ એકઠા કરી ટાટા મેમોરોરિયલ હોસ્પિટલના કેન્સર પીડિતોને આપે છે. સૌથી અગત્યની વાત એ છે કે, આ સંસ્થાને માત્ર સુરત જ નહીં આખા ગુજરાત અને દેશના અન્ય રાજ્યોની મહિલાઓ વાળ ડોનેટ કરે છે. જેથી કેન્સર પીડિતને વાળની વિગ મળી શકે.

સુરતની મહિલાઓ કરે છે વાળનું દાન

સુંદર વાળ દરેક સ્ત્રીનું ઘરેણું હોય છે. પરંતુ કેન્સરની સારવાર દરમિયાન ઘણી બધી મહિલાઓ પોતાના વાળ ગુમાવી દેતી હોય છે. તેમની આ તકલીફ હવે લોકો સમજવા લાગ્યા છે. જેથી સુરત શહેરમાં હવે છેલ્લા કેટલાક સમયથી કેન્સર પીડિતોને વાળ ડોનેટ કરવાની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે.

વાળનું દાન
10 વર્ષથી લઈને 80 વર્ષ સુધીના લોકોએ વાળ દાન કર્યા

શીતકલ્પ ચેરીટેબલ ટ્રસ્ટ સુરતની એક માત્ર રજીસ્ટર્ડ સંસ્થા છે. વિદેશોમાં વાળ ડોનેટ કરવાનો ટ્રેન્ડ છે પરંતુ હવે ભારતના લોકો પણ જાગૃત થઇ રહ્યા છે. સુરતી મહિલાઓ પણ કેન્સર પીડિત મહિલાઓની લાગણી અને દર્દ સમજે છે અને આ મહિલાઓમાં પણ વાળ ડોનેટ કરવાનું ચલણ વધ્યું છે. સંસ્થા વાળ ડોનર પાસેથી વાળ એકત્રિત કરી કેન્સર હોસ્પિટલ આપે છે. સંસ્થાના સંચાલક કલ્પેશ શાહે જણાવ્યું હતું કે, તેમને ત્યાં 10 વર્ષથી લઈને 80 વર્ષ સુધીના લોકોએ વાળ દાન કર્યા છે. જેમાં મહિલા અને પુરુષ બંનેનો સમાવેશ થાય છે. જેમાંથી પાંચ જેટલી મહિલાઓને અમે વીગ આપી છે.

દેશભરની મહિલાઓ કરે છે વાળનું દાન

સંસ્થાનાં પ્રમુખ કલ્પેશ શાહે જણાવ્યું હતું કે, માત્ર સુરત જ નહીં ગુજરાતના અનેક શહેરો સહિત દેશના અન્ય રાજ્યોથી મહિલાઓ તેમનો સંપર્ક કરી વાળ દાન કરવાની ઈચ્છા જાહેર કરે છે. આ ઉપરાંત તેઓ કેન્સર પીડિત મહિલાઓને વિગ પણ આપે છે. જેથી તેઓ સકારાત્મક રીતે જીવી શકે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.