ETV Bharat / city

Land Acquisition Compensation Scam In Navsari: વિદેશમાં રહેતા ખેડૂતોના જમીન સંપાદન વળતરમાં કૌભાંડ, 3 લોકોની ધરપકડ

author img

By

Published : Jan 20, 2022, 3:28 PM IST

ચિખલી અને તેની આજુબાજુના વિદેશમાં રહેતા NRIઓની જમીનના વળતરના પૈસા સગેવગે (Land Acquisition Compensation Scam In Navsari) કરવાના ગુનામાં LCBએ 3 લોકોની ધરપકડ કરી છે. નકલી ખાતા અને દસ્તાવેજો બનાવી 15 કરોડથી વધુની ઉચાપત કરી હોવાનું સામે આવ્યું છે.

Land Acquisition Compensation Scam In Navsari: વિદેશમાં રહેતા ખેડૂતોના જમીન સંપાદન વળતરમાં કૌભાંડ, 3 લોકોની ધરપકડ
Land Acquisition Compensation Scam In Navsari: વિદેશમાં રહેતા ખેડૂતોના જમીન સંપાદન વળતરમાં કૌભાંડ, 3 લોકોની ધરપકડ

સુરત: ચિખલી તેમજ આજુબાજુના ગામોના વિદેશમાં રહેતા NRIના એક્સપ્રેસ હાઈવે (express highway navsari)ની જમીનના વળતરના પૈસા નકલી ખાતા ખોલાવી બારોબાર સગેવગે (Land Acquisition Compensation Scam In Navsari) કરવાના ગુનામાં સુરત જિલ્લા LCBએ 3 લોકોની ધરપકડ કરી છે. કુલ 15 કરોડથી વધુની રકમ ખાઈ ગયા હોવાની આશંકા સેવાઈ રહી છે.

જમીનના વળતરના પૈસા નકલી ખાતા ખોલાવી બારોબાર સગેવગે કર્યા.

નકલી દસ્તાવેજો બનાવ્યા હતા

હાલ ગુજરાતમાં એક્સપ્રેસ હાઈવે (express highway in gujarat)નું કામ જોરશોરમાં ચાલી રહ્યું છે. આ એક્સપ્રેસ હાઈવે માટે આખા રાજ્યમાં જમીન સંપાદન કરવામાં આવી હતી. નવસારી જિલ્લાના ચીખલી તાલુકાના ખુંધ, અલીપોર તેમજ સુંઠવાડ ગામે પણ જમીન સંપાદન કરવામાં આવી હતી. સંપાદિત થયેલી કેટલીક જમીનના માલિક વિદેશમાં રહે છે. કેટલાક લોકોએ ભેગા મળી વિદેશમાં રહેતા જમીન માલિકની બોગસ પાવર ઓફ એટર્ની (Fake power of attorney), કન્સેન્ટ લેટર તેમજ નકલી દસ્તાવેજો બનાવ્યા હતા. તેમણે મૂળ માલિકોને મળવાપાત્ર જમીન સંપાદનનું વળતર બારોબાર ઉચાપત કર્યું હતું.

15 કરોડથી વધુની ઉચાપત કરી

ફરિયાદીઓએ ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલને સમગ્ર બાબતે રજૂઆત કરતા સી.આર.પાટીલે મહેસૂલ પ્રધાન રાજેન્દ્ર ત્રિવેદીને સમગ્ર બાબતથી વાકેફ કર્યા હતા. તપાસ બાદ આ આખા કૌભાંડનો પર્દાફાશ થયો છે. કુલ 12 જેટલી ખેડૂતોની ફરિયાદોના 15 કરોડથી વધુની ઉચાપત કરી હોવાનું સામે આવ્યું છે. જો કે તપાસનો રેલો સુરત ગ્રામ્યમાં આવતા સુરત ગ્રામ્ય LCB (Surat Rural LCB)એ સમગ્ર ઘટનામાં સમગ્ર 12 ફરિયાદોના ડોક્યુમેન્ટ તૈયાર કરનારા વકીલ એ.એ. શેખ સહિત અન્ય 2 આરોપીની ધરપકડ કરી લીધી છે.

આ પણ વાંચો: Gujarat Assembly Election 2022: વાંસદા વિધાનસભા જીતવા BJP તત્પર, કોંગ્રેસ ધોબીપછાડ આપવા તૈયાર

જમીન સંપાદન અધિકારીની સંડોવણી હોવાની પ્રબળ આશંકા

જો કે જે રીતે સુઆયોજિત આખા કૌભાંડને અંજામ આપવામાં આવ્યો છે તે જોતા જમીન સંપાદન અધિકારી (Land Acquisition Officer Navsari)ની તેમજ સ્ટાફની સંડોવણી હોવાની પણ પ્રબળ આશંકા સેવાઇ રહી છે. સમગ્ર બાબતે મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ દ્વારા પણ અધિકારીઓની તાત્કાલિક બદલી કરવાના આદેશ કરી દેવાયા છે.

આ પણ વાંચો: Corona case in Navsari: નવસારીના દાંડી અને ઉભરાટ દરિયા કિનારા લોકો માટે બંધ, સ્થાનિક રોજગારીને અસર

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.