ETV Bharat / city

Kidnapping In Surat: પિતા અને ભાઈ સાથે રહેવા ન ઇચ્છનારા યુવકે રચ્યો ખુદના અપહરણનો સ્ટંટ

author img

By

Published : Apr 2, 2022, 3:54 PM IST

પિતા અને ભાઈ સાથે ન રહેવા માટે યુવકે પોતાના અરહરણ (Kidnapping In Surat)નો સ્ટંટ કર્યો હતો. અપહરણ થઈ હોવાની માહિતી મળતા પોલીસ પણ દોડતી થઈ ગઈ હતી. પોલીસે યુવકને સુરત રેલવે સ્ટેશન પાસેથી તેના 2 મિત્રો સાથે શોધી કાઢ્યો હતો. અપહરણનું નાટક કરનારા યુવક અને તેના બંને મિત્રોની ધરપકડ કરવામાં આવી છે.

પિતા અને ભાઈ સાથે રહેવા ન ઇચ્છનારા યુવકે રચ્યો ખુદના અપહરણનો સ્ટંટ
પિતા અને ભાઈ સાથે રહેવા ન ઇચ્છનારા યુવકે રચ્યો ખુદના અપહરણનો સ્ટંટ

સુરત: વતનથી આવેલા યુવકને પિતા અને ભાઈ સાથે ના રહેવું હોવાથી તેણે પોતાના જ અપહરણ (Kidnapping In Surat)નો સ્ટંટ કર્યો હતો. આ ઘટનામાં દોડતી થયેલી પાંડેસરા પોલીસે (Pandesara Police Surat) યુવકને ઝડપી પાડી પૂછપરછ કરતા સમગ્ર મામલો બહાર આવ્યો હતો. આ ઘટનામાં અપહરણનું નાટક કરનાર અને તેના 2 મિત્રોની પણ ધરપકડ કરવામાં આવી છે.

યુવકને રેલવે સ્ટેશન પાસેથી શોધી કાઢવામાં આવ્યો- સુરતના ઉન્ન પાટિયા (unn patiya surat) સ્થિત રહેતા અરશદ અસફાક બેગના ભાઈ રાશીદને મહાવીર ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટ (Mahavir Industrial Estate) પાસેથી 2 અજાણ્યા ઈસમો અપહરણ કરી લઇ ગયા હતા. આ મામલે અરશદ અસફાક બેગે તાત્કાલિક પાંડેસરા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી બનાવની ગંભીરતા જોઈ પાંડેસરા પોલીસ દોડતી થઇ હતી અને અપહરણનો ભોગ બનેલા રાશીદને રેલવે સ્ટેશન (Surat Railway Station) પાસેથી શોધી કાઢ્યો હતો.

આ પણ વાંચો: Crime In Ahmedabad: અમદાવાદના રામોલમાં વ્યાજખોરોનો આતંક, 10 લાખ રૂપિયા વ્યાજે લીધા - યુવકે 60 લાખ ચૂકવ્યા છતાં માર્યો માર

પિતાએ રાશીદાના મિત્રોને ઠપકો આપીને કાઢી મુક્યા હતા- પોલીસે રાશીદની કડક પૂછપરછ કરતા તેણે જણાવ્યું હતું કે, ત્રણેક માસ પહેલા તે પોતાના વતનથી સુરત આવ્યો હતો અને તેના પિતાએ પોતાની ફેક્ટરી પર કામ કરવા રાખ્યો હતો. તેના મિત્રો વંશ રાજપૂત અને છોટુ ઉર્ફે સની રાશીદને મળવા અવાર-નવાર તેના ઘરે અને ફેક્ટરીએ આવતા હતા. જેથી રાશીદના પિતાએ આ બાબતે ઠપકો આપી તેના મિત્રોને ઘરેથી કાઢી મુક્યા હતા. જે વાતનું રાશીદને ખોટું લાગ્યું હતું અને તેણે પોતાના પિતા સાથે ઝઘડો કર્યો હતો અને તે પરત પોતાના ગામ જવા માંગતો હતો.

ભાઈને ફોન કરીને અપહરણ થયું હોવાનું જણાવ્યું- તેના પિતા અને તેનો ભાઈ તેને વતન જવા દેવા માંગતા નહોતા. જેથી ગત તારીખ 30-3-2022ના રોજ તેણે બંને મિત્રોને ફોન કરી પાંડેસરા મહાવીર ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટ પાસે બોલાવ્યા હતા અને તેઓની બાઈક પર ચાલ્યો ગયો હતો અને બાદમાં તેના ભાઈને ફોન કરી પોતાનું અપહરણ (Crime In Surat) થયું હોવાની જાણ કરી હતી.

આ પણ વાંચો: Kidnapping In Unrequited Love Valsad: એકતરફી પ્રેમમાં યુવક બન્યો હિંસક, પરિવારના સભ્યોને માર મારી સગીરાનું કર્યું અપહરણ

ચોરી કરી હોવાની કબુલાત- પોલીસે જણાવ્યું હતું કે, રાશીદ સુરત ખાતે રહેવા માંગતો ન હોઇ તેણે વરાછા ખાતે રહેતા તેના મિત્ર વંશ સર્વેશભાઈ રાજપૂત અને છોટુ ઉર્ફે સની મુન્નાલાલ સકવાર સાથે મળી અપહરણ થયું હોવાનો સ્ટંટ કર્યો હતો અને પોલીને ગેરમાર્ગે દોરી હતી. એટલું જ નહીં, રાશીદને જે બાઈક પર બેસાડીને તેઓ લઇ ગયા હતા તે બાઈક પણ તેઓએ વરાછા સ્થિત ભગીરથ સોસાયટી (Bhagirath Society In Surat) પાસેથી ચોરી કરી હોવાની કબૂલાત કરી છે. આ ઘટનામાં પોલીસે ત્રણેય આરોપીઓ સામે ગુનો નોધી તેમની ધરપકડ કરી છે અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.