ETV Bharat / city

Usurers in Surat: સુરતમાં વ્યાજખોરે કયા કારણસર ખેડૂતના હાથપગ તોડ્યા?

author img

By

Published : Apr 28, 2022, 6:10 PM IST

સુરત શહેરમાં(Crime in Surat) ડભોઇ સિંગણપુર વિસ્તારમાં રહેતાં એક ખેડૂતને વ્યાજખોર દ્વારા ઢોર માર મારવા આવ્યો હતો. જેમાં ઈજાગ્રસ્ત ખેડૂતને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયો હતો અને પોલીસે આ બાબતે ગુનો નોંધી(Complaint Against Usurers in surat) વધુ તપાસ હાથ ધરી છે.

Crime in Surat: સુરતમાં વ્યાજખોરોનો વધ્યો આતંક, ખેડૂતના તુટ્યા હાથપગ
Crime in Surat: સુરતમાં વ્યાજખોરોનો વધ્યો આતંક, ખેડૂતના તુટ્યા હાથપગ

સુરત: શહેરના ડભોલી સિંગણપોર વિસ્તારમાં વ્યાજખોરનો આંતક(Usurers terror in surat) સામે આવ્યો છે. વ્યાજખોર દ્વારા ખેડૂતના નાનાભાઈએ લીધેલા 10 ટકા વ્યાજે પૈસા પાછા ન આપતાં તેમના દ્વારા ખેડૂતને ઢોર માર મારવામાં આવ્યો હતો. આ મારામારીમાં ખેડૂતના હાથ પગ તોડી નાંખવામાં આવ્યા હતા. હાલ આ બાબતે પોલીસે ગુનો(Complaint Against Usurers in surat) નોંધી આગળની તપાસ હાથ ધરી છે.

હાથ અને પગમાં કુલ 10 જેટલા ફેક્ચર - સુરત શહેરના ડભોલી સિંગણપોર વિસ્તારમાં આવેલ કાનજીનગર મોટીવેડ ગામમાં રહેતા 44 વર્ષીય કિશોર ભગુ પટેલ જેઓ ખેતીના કામ સાથે સંકળાયેલા છે. તેઓને ગઈકાલે રાતના સમયના રોજ કામ પરથી ઘરે જઈ રહ્યા હતા. તે દરમિયાન ગાડીમાં આવેલ ચાર જેટલા શખ્સો તેમને વ્યાજના પૈસા(Usurers in surat) બાબતે ઢોર માર માર્યો હતો. જોકે કિશોરને એટલી હદે ઢોરમાર મારવામાં આવ્યો હતો કે, તેમને હાથ પગ તોડી નાખ્યા હતા. ઈજાગ્રસ્ત હાલતમાં તેમને તાત્કાલિક 108 એમ્બ્યુલન્સમાં ખાનગી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. ખેડૂતના હાથ અને પગમાં 10 ફેક્ચર આવ્યા હતા, અને તેની સારવાર શરૂ કરાઈ હતી. હાલ આ બાબતે પોલીસે(Surat Police) ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.

આ પણ વાંચો: Usurers in Gandhinagar : વ્યાજખોરો સામે ગાંધીનગરમાં પોલીસની ઝુંબેશ, એક દિવસમાં 10 અરજી

બે લાખ રૂપિયા 10 ટકાના હિસાબે તેમણે વ્યાજે લીધા - આ બાબતે તપાસકર્તા પોલીસ સબ ઇન્સ્પેક્ટર એમ.કે. ગલે જણાવ્યું કે ઇજાગ્રસ્ત કિશોર નાનાભાઈએ કેતનએ ડિસેમ્બર 2019માં અમૃત રબારી પાસે બે લાખ રૂપિયા 10 ટકાના વ્યાજે લીધા હતા. આમાં અમૃત રબારીને કેતન બે લાખ રૂપિયાનો ચેક પણ આપી દીધો હતો. પરંતુ બીજા પચાસ હજાર રૂપિયા લેવાના બાકી હતા, જે બાાદ કોરોના અને લોકડાઉનના કારણે(financial problems in covid in surat) કેતન પૈસા ભરી શકતો ન હતો. જેને લઈને અવારનવાર બંન્ને વચ્ચે ઝઘડા થતા હતા.

આ પણ વાંચો: વ્યાજખોર સામે પોલીસે ફરિયાદ નોંધવામાં પાછીપાની કરતા મૃતકના પરિવારમાં રોષ

અન્ય વ્યાજ ગણતા બંન્ને વચ્ચે બોલાચાલી થઇ હતી - વધુમાં જણાવ્યું કે હાલ થોડા સમય પહેલાં જ કેતને કુલ પૂરાં 50,000 રૂપિયા અમૃત રબારી ને આપ્યા હતા. પરંતુ અમૃત રબારીએ પોતાનો અન્ય વ્યાજ ગણતા બંને વચ્ચે બોલાચાલી થઇ હતી. ત્યારબાદ રાતના સમયે કેતનના મોટાભાઈ કિશોર ખેતર કે પોતાના ઘરે જઈ રહ્યા હતા ત્યારે અમૃત રબારી અને તેમની સાથે અન્ય ત્રણ શખ્સોએ મળીને કિશોરને પૈસાની ઉઘરાણી બાબતે ઢોરમાર માર્યો હતો. હાલ આ બાબતે પોલીસ વધુ તપાસ કરી રહી છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.