ETV Bharat / city

અરવિંદ કેજરીવાલે ખાલીસ્તાન સમર્થનને લઇને કહી મહત્વની વાત...

author img

By

Published : Apr 30, 2022, 9:50 PM IST

દિલ્હીના મુખ્યપ્રધાન ગુજરાતના પ્રવાસે છે, ત્યારે આજે તેઓ સુરતની મુલાકાતે હતા, તે દરમિયાન પંજાબમાં થયેલ હિંસા મામલે અને ગુજરાત વિધાનસભાની ચૂંટણી બાબત પર મહત્વ પૂર્ણ જાણકારી આપી હતી.

અરવિંદ કેજરીવાલે ખાલીસ્તાન સમર્થનને લઇને કહી મહત્વની વાત...
અરવિંદ કેજરીવાલે ખાલીસ્તાન સમર્થનને લઇને કહી મહત્વની વાત...

સુરત : દિલ્હીના મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલ આજે સુરતની મુલાકાતે હતા. સુરત એરપોર્ટ પર તેમને જણાવ્યું હતું કે, ગુજરાતમાં અઠવાડિયા કે દસ દિવસમાં ચૂંટણીની તારીખો જાહેર કરવામાં આવશે. કારણ કે, આપ પક્ષ ને ભાજપ તક આપવા માંગતી નથી. બીજી તરફ પંજાબમાં થયેલ હિંસા બાબત પર કહ્યું કે, ખાલિસ્તાન સમર્થક નારેબાજી કરનાર લોકો સામે સખત કાર્યવાહી કરવામાં આવશે.

અરવિંદ કેજરીવાલે ખાલીસ્તાન સમર્થનને લઇને કહી મહત્વની વાત...

ગુજરાતની ચુંટણી પર કેજરીવાલનું નિવેદન - અરવિંદ કેજરીવાલે જણાવ્યું હતું કે, અમારા વિશ્વસનીય સૂત્રો પાસેથી જાણકારી મળી છે કે આમ આદમી પાર્ટીને લઈ ગુજરાતની અંદર ભાજપમાં ખુબજ તણાવ જોવા મળી રહ્યો છે. અત્યાર સુધી ગુજરાતમાં ભાજપ અને કોંગ્રેસ જ હતું, પરંતુ હવે આમ આદમી પાર્ટીમાં તેમની હરોળમાં જોડાઇ છે. ભાજપ સરકાર આપ ના ડરથી વહેલી ચૂંટણી યોજશે.

ખાલીસ્તાન સમર્થકોને આપી ચેતાવણી - પંજાબમાં થયેલી હિંસાને લઇ તેઓએ જણાવ્યું હતું કે, પંજાબમાં જે જૂથા વચ્ચે અથડામણ થઇ હતી અને હિંસા ફેલાઇ હતી. તે દરમિયાન જેમને પણ ખાલીસ્તાનના સમર્થનામાં નારેબાજી કરી હતી, તેમને છોડવામાં નહિ આવે, તેમજ તેમની સામે કાર્યવાહી કરવામાં આવશે. હાલમાં પટિયાલાની અંદર સંપૂર્ણ રીતે શાંતિ થઈ ગઈ છે, કોઇપણ રાજકીય પક્ષના હોય તેમની ઉપર એક્શન લેવામાં આવશે. કોઈપણ પંજાબની શાંતિને ભંગ કરવાનો પ્રયાસ કરશે તો તેમની સામે સખત કાર્યવાહી કરવામાં આવશે.

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.