ETV Bharat / city

રાંધણ ગેસના કાળાબજારનો આ રીતે થયો પર્દાફાશ

author img

By

Published : Jul 2, 2022, 11:50 AM IST

રાંધણ ગેસના કાળાબજારનો આ રીતે થયો પર્દાફાશ
રાંધણ ગેસના કાળાબજારનો આ રીતે થયો પર્દાફાશ

સુરત જિલ્લાના કામરેજ તાલુકાના નવી પારડી ગામેથી રાંધણ ગેસનો (Illegal Cooking Gas Business) કાળો કારોબાર ઝડપાતા ચકચાર મચી છે. સુરત જિલ્લા SOGની ટીમે બાતમીના (Surat SOG Team) આધારે દરોડા પાડ્યા હતા. જેમાં લાખોનો માલ અને આરોપીઓની અટકાયત કરવામાં આવી છે.

સુરત : કામરેજ તાલુકાના નવી પારડી ગામેથી જિલ્લા ગ્રામ્ય SOG પોલીસે (Surat SOG Team) ઘરેલુ ઉપયોગ માટેના ગેસ રિફિલિંગ તેમજ ગેરકાયદેસર બોટલ સંગ્રહખોરીના રેકેટને ઝડપી પાડ્યું હતું. સુરત જિલ્લા ગ્રામ્ય SOG પોલીસે કરેલી રેડમાં (New Pardi Gas Business Illegal) લાખોની કિંમતના 144 નંગ ગેસ બોટલ સહિત અન્ય માલ સહિત મળી કુલ 3.39 લાખ રૂપિયાના મુદ્દામાલ સહિત રેકેટમાં સામેલ બે આરોપીને ઝડપી પાડવામાં આવ્યા છે. જ્યારે બાકીના ત્રણ આરોપીઓને ફરાર જાહેર કરવામાં આવ્યા હતા.

રાંધણ ગેસનો કાળો કારોબાર ચલાવનારાનો પોલીસે ઝાલ્યો કાઠલો

આ પણ વાંચો : રિવોલ્વર બતાવી યુવકે કહ્યું "એટલો પાવર કે ગેરકાયદેસર હથિયારને પણ લાયસન્સવાળા સાબિત કરી દઈશ"

કેટલો માલ ઝડપાયો - સુરત જિલ્લા SOGની ટીમે બાતમીના આધારે કામરેજના નવી પારડી ગામે આવેલી સર્વોદય સોસાયટીમાં આવેલા 2 મકાનો પર દરોડા પાડ્યા હતા. બંને મકાનમાંથી SOGની ટીમને ગેરકાયદેસર રીતે સંગ્રહ કરેલા HP કંપનીના 14 કિલો વજનના 68 જેટલા ભરેલા સિલિન્ડર તેમજ 63 જેટલા ખાલી સિલિન્ડર મળી આવ્યા હતા. તેમજ 13 જેટલા 19 કિલોના કોમર્સિયલ ભરેલા સિલિન્ડર પણ મળી આવ્યા હતા. દરોડા દરમિયાન પોલીસને ગેસ રિફિલિંગ (Gas Refilling Illegal in Surat) કરવાની બે મોટર પણ મળી આવી હતી. તેમજ એક વજન કાંટો મળી આવ્યો હતો.

આ પણ વાંચો : વડોદરા શહેરમાં રખડતા ઢોરનો ત્રાસ નિવારવા મેેયરે શું કરી કાર્યવાહી?

2 આરોપીની અટકાયત - આરોપી અલગ અલગ એજન્સીઓ પરથી કાળાબજારમાં ગેરકાયદેસર (Illegal Trade of Gas Cylinders) રીતે બોટલો લાવી તેને 4 કિલોના નાના બોટલોમાં તેમજ 19 કિલોના મોટા કોમર્સિયલ બોટલોમાં ભરી (Illegal Cooking Gas Business) વેચતા હોવાનું બહાર આવ્યું હતું. પોલીસે ઘટના સ્થળેથી 2 આરોપીઓની અટકાયત પણ કરી હતી. જયારે 2 આરોપીને વોન્ટેડ જાહેર કર્યા હતા. પોલીસે 3.30 લાખથી વધુનો મુદ્દામાલ કબજે કરી વધુ તપાસ હાથ ધરી હતી.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.