ETV Bharat / city

Forest Department: સુરતના સરકુઈ ગામેથી વન વિભાગે ખેરના લાકડા ભરેલો ટેમ્પો ઝડપાયો

author img

By

Published : Jan 1, 2022, 1:53 PM IST

Forest Department: સુરતના સરકુઈ ગામેથી વન વિભાગે ખેરના લાકડા ભરેલ ટેમ્પો ઝડપી પાડ્યો
Forest Department: સુરતના સરકુઈ ગામેથી વન વિભાગે ખેરના લાકડા ભરેલ ટેમ્પો ઝડપી પાડ્યો

સુરત જિલ્લાની વન વિભાગની ટીમે (Forest Department) મળતી માહિતીના આધારે ખેરના લાકડા ભરેલો ટેમ્પો ઝડપી લીધો હતો. વનવિભાગની ટીમ ગાડીનો પીછો કરતા ટેમ્પો ચાલક ટેમ્પો મૂકી ફરાર થઇ ગયો હતો.

સુરત: માંડવી તાલુકાના સરકુઈ ગામેથી વનવિભાગની ટીમે (Forest Department) બાતમીના આધારે ખેરના લાકડા ભરેલો ટેમ્પો ઝડપી (forest Department picked up tempo) લીધો હતો. વનવિભાગની ટીમ ગાડીનો પીછો કરી રહી છે ની જાણ ચાલકને થતા તે ટેમ્પો મૂકી ફરાર થઇ ગયો હતો.

forest Department picked up tempo

ટેમ્પો ચાલક ટેમ્પો મૂકી ફરાર

સુરત જિલ્લા વન અધિકારી પુનિત નૈયાર નાઓને મળેલી ખાનગી બાતમીના આધારે માંડવી વન વિભાગની ટીમ અલગ અલગ વોચમાં હતી, તે દરમિયાન બાતમી પિકઅપ બોલેરો ટેમ્પો પસાર થઇ હતી. વનવિભાગની ટીમને બોલેરો પિકઅપ નજરે ચડતા તેનો પીછો કર્યો હતો. વન વિભાગની ટીમ ટેમ્પાનો પીછો કરી રહ્યા છે ની ગંધ ટેમ્પો ચાલકને આવી જતા ચાલક માંડવીના સરકુઈ ગામ પાસે ટેમ્પો મૂકી ભાગી ગયો હતો. માંડવી વન વિભાગની ટીમે ટેમ્પો ચેક કરતા ટેમ્પામાંથી ખેરના લાકડાનો જથ્થો મળી આવ્યો હતો.

ટેમ્પોમાંથી ખેર ગંડેરીના 32 નંગ લાકડા મળી આવ્યા

વન વિભાગની ટીમે ટેમ્પો ચેક કરતા ટેમ્પામાંથી 32 નંગ ખેર ગંડેરી ઘ.મી.1739 જેની બજારની કિંમત 41,371 અને ટાટા પિકઅપ નંબર GJ-19-V-0450 વાહનની કિંમત 60,000 મળી ટોટલ 1.01.371નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. લાકડા વન વિભાગે ટેમ્પો અને લાકડાનો જથ્થો કબ્જે કરી લાકડા ક્યાંથી ક્યાં લઈ જવાતા હતા એ દિશામાં તપાસ હાથ ધરી હતી અને વાહન માંડવી ખેડપુર ડેપો ખાતે જમા કરી દીધુ હતુ.

આ પણ વાંચો:

Incident of theft in Surat: સુરતમાં બંધ મકાનમાંથી 10 લાખથી વધુની ચોરી

Surat metro station: સુરત મેટ્રોની કામગીરીમાં બેદરકારીના પગલે કિશોર કચડી મરાયો

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.