ETV Bharat / city

સુરતમાં ફાયર વિભાગની ટીમે ફાયર સેફ્ટીના અભાવે 251 દુકાનોને કરી સીલ

author img

By

Published : Apr 3, 2021, 1:06 PM IST

સુરતમાં ફાયર વિભાગની ટીમે ફાયર સેફ્ટીના અભાવે 251 દુકાનોને કરી સીલ
સુરતમાં ફાયર વિભાગની ટીમે ફાયર સેફ્ટીના અભાવે 251 દુકાનોને કરી સીલ

સુરતમાં ફાયર વિભાગ દ્વારા શહેરના અલગ અલગ વિસ્તારોમાં શુક્રવારે મોડી રાત્રે ફાયરના સાધનોની અપૂરતી સુવિધાને કારણે તપાસ હાથ ધરવામાં આવી હતી. વારંવાર નોટિસ આપ્યા છતાં પણ પૂરતા પ્રમાણમાં ફાયરના સાધનો ન વસાવતા ફાયર વિભાગ દ્વારા સીલ મારવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી.

  • ફાયર વિભાગ દ્વારા સરપ્રાઈઝ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું
  • ફાયરની અપૂરતી સુવિધા હોવાને કારણે સીલ મારવામાં આવ્યું
  • 252 કોમર્શિયલ બિલ્ડિંગમાં લગાવવામાં આવ્યા સીલ

સુરત: ફાયર વિભાગ દ્વારા શુક્રવારે મોડી રાત્રે સુરતના અલગ અલગ વિસ્તારોમાં જેમાં, મહિધરપુરા, ઘોડદોડ રોડ, ડીંડોલી, ફુલપાડા, મોટા વરાછા જેવા વિસ્તારોમાં ફાયરના સાધનો પૂરતા પ્રમાણમાં ન વસાવતા ફાયર વિભાગ દ્વારા સરપ્રાઈઝ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. તે દરમિયાન, જે પણ કોમર્શિયલ બિલ્ડીંગ, શોપિંગ કોમ્પ્લેક્ષ, રેસ્ટોરન્ટ, હોટલોમાં ફાયરના સાધનોની અપૂરતી સુવિધાના કારણે શુક્રવારે મોડી રાત્રે આ બધા જ વિસ્તારોમાં સીલ મારવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી.

આ પણ વાંચો: અલગ અલગ વિસ્તારોમાં સીલ મારવામાં આવ્યા

સુરત ફાયર વિભાગના ઓફિસર જગદીશ પટેલ દ્વારા જણાવાયું હતું કે, શુક્રવારે ફાયર વિભાગની અલગ અલગ ટીમો દ્વારા શહેરના અલગ અલગ વિસ્તારોમાં સરપ્રાઈઝ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું અને જે જગ્યા ઉપર ફાયરના સાધનોની અપૂર્તિ સુવિધા જોવામાં આવી હતી ત્યાં, મોડી રાતે શહેરના ઘોડદોડ રોડ વિસ્તારમાં આવેલા અરિહંત જવેલર્સ, મહિધરપુરા વિસ્તારમાં આવેલા ડાયમંડ ટ્રેડ સેન્ટર, પાલનપુર જકાત નાકા પાસે, ઝાંપા બજાર, ફુલપાડા, સુરત રેલ્વે સ્ટેશન પાસે આવેલી એમ્બેસી હોટલ, ડીંડોલી ભેસ્તાન, મોટા વરાછા રાજુ પોઈન્ટ, વેડરોડ ઉપર આવેલ ત્રિભુવન નગરમાં જેવા વિસ્તારોમાં સરપ્રાઈઝ ચેકિંગ હાથ ધર સીલ મારવામાં આવ્યા હતા.

સુરતમાં ફાયર વિભાગની ટીમે ફાયર સેફ્ટીના અભાવે 251 દુકાનોને કરી સીલ
સુરતમાં ફાયર વિભાગની ટીમે ફાયર સેફ્ટીના અભાવે 251 દુકાનોને કરી સીલ

આ પણ વાંચો: ફાયર સેફ્ટીને લઈને જૂનાગઢ મનપાએ 125 સંસ્થાઓને ફટકારી નોટિસ

1 હોટલ સહિત 252 દુકાનોમાં લગાવાયા સીલ

આમ, કુલ મળીને ફાયર વિભાગ દ્વારા શહેરના અલગ અલગ વિસ્તારોમાં 251 જેટલી દુકાનો અને 1 હોટલ એમ 252 કોમર્શિયલ બિલ્ડિંગમાં ફાયર સેફ્ટીની આ અપૂર્તિ સુવિધા હોવાને કારણે સીલ મારવામાં આવ્યું હતું.

અગાઉ આણંદમાં હાઇકોર્ટની ટકોર

હવે પુન: હાઇકોર્ટે કરેલી ટકોરના પગલે રાજય સરકારમાંથી આદેશ છૂટતાં જ પુન: જિલ્લા પ્રાથમિક શિક્ષણ , આણંદ દ્વારા પ્રાથમિક શાળાઓમાં ફાયર NOC તપાસના હૂકમ કરાયા હતા. નામ ન આપવાની શરતે BRCવર્તુળોએ જણાવ્યું હતું કે, જિલ્લા પ્રાથમિક શિક્ષણ કચેરી દ્વારા બે દિવસ અગાઉ અમને ઇમેઇલ દ્વારા તા. 30 માર્ચ,2021ને બપોરે 4 કલાક સુધી પ્રાથમિક શાળાઓની ફાયર NOCની માહિતી કચેરીએ પહોંચતી કરવા આદેશ કરાયો હતો. વાસ્તવમાં ગ્રામ્ય શાળાઓએ ગ્રામ પંચાયત અને શહેરી શાળાઓએ પાલિકામાં ફાયર NOCની અરજી કરવાની હોય છે. ત્યારબાદ, ગ્રામ્યથી તાલુકા અને પાલિકામાંથી શહેરી ફાયર વિભાગને અરજી પહોંચે છે. બાદમાં સ્થળ તપાસ સહિતની કામગીરી કરવામાં આવતી હોય છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.