ETV Bharat / city

સુરતમાં સતત બીજા દિવસે પણ ફાયર વિભાગે સીલની કામગીરી રાખી યથાવત્

author img

By

Published : Jun 1, 2021, 3:47 PM IST

સુરતમાં શહેર ફાયર વિભાગ દ્વારા 1 જૂનના રોજ પણ ફાયર સેફ્ટીની અપૂર્તિ સુવિધા હોવાના કારણે કુલ 19 હોસ્પિટલોને સીલ કરવામાં આવી છે. શહેર ફાયર વિભાગ દ્વારા સીલની કામગીરી યથાવત્ ચાલુ છે.

ફાયર વિભાગ દ્વારા સીલની કામગીરી યથાવત્
ફાયર વિભાગ દ્વારા સીલની કામગીરી યથાવત્

  • ફાયર વિભાગ દ્વારા સીલની કામગીરી યથાવત્
  • હોસ્પિટલોમાં ફાયર સેફ્ટીની અપૂર્તિ સુવિધા
  • કુલ 19 હોસ્પિટલોને કરી સીલ

સુરત: જિલ્લામાં સતત બીજા દિવસે પણ શહેર ફાયર વિભાગ દ્વારા ફાયર સેફ્ટીની અપૂર્તિ સુવિધા હોવાના કારણે સીલ કરવામાં આવી છે. સુરતના પૂર્ણા, વરાછા, ડિંડોલી, ગોડાદરા, ભાઠેના, રામપુરા, લાલદરવાજા, મજુરા, સૈયદપુરા, કતારગામ, વગેરે જેવા વિસ્તારોમાં ગઈ કાલે આ જ રીતે ફાયર વિભાગ દ્વારા મોડી રાતે સુરતની કુલ 18 હોસ્પિટલ અને બે કોમ્પ્લેક્સને સીલ કરી હતી. તેમાં 100 જેટલી દુકાનો હતી. આજે ફરી પાછી 19 હોસ્પિટલને અને 2 કોમ્પ્લેક્સને મોડી રાતે સીલ કરવામાં આવ્યા છે.

હોસ્પિટલોમાં ફાયર સેફ્ટીની અપૂર્તિ સુવિધા

આ પણ વાંચો: સુરતમાં ફાયર વિભાગે 40 હોસ્પિટલને ફાયર સેફ્ટીના અભાવે નોટિસ પાઠવી

ફાયર વિભાગ પાસે હજી 887 ક્લિનીક અને હોસ્પિટલોનું લિસ્ટ

સુરત શહેર ફાયર વિભાગને આરોગ્ય વિભાગ દ્વારા ફાયર સેફ્ટિ ન હોય તેવી શહેરની કુલ 887 નાની-મોટી ક્લિનીક-હોસ્પિટલો છે. જેનું લિસ્ટ ગયા મહિનામાં જ આપવામાં આવ્યું હતું અને આ બધી જ હોસ્પિટલોને સુરત ફાયર વિભાગ દ્વારા એકથી બે વાર NOC બાબતે નોટિસ પણ આપવામાં આવી હતી. એમાંથી કેટલીક ક્લિનીક-હોસ્પિટલોમાં ફાયર સેફ્ટિ વસાવી લેવામાં આવી છે અને કેટલીક ક્લિનીક-હોસ્પિટલોમાં ખાલી બતાવા પૂરતું જ વસાવવામાં આવ્યું છે.

આ પણ વાંચો: સુરતની સિવિલ હોસ્પિટલમાં બનાવવામાં આવેલી કોવિડ હોસ્પિટલમાં ફાયર વિભાગે મોકડ્રીલ યોજી

સીલ કરવાની કામગીરી હાથ ધરવામાં આવી

સુરત શહેરમાંથી આરોગ્ય વિભાગમાંથી જે લિસ્ટ આપવામાં આવ્યું હતું, તેમાં કુલ 883 હોસ્પિટલો છે. તેમાં આનું લિસ્ટ વેબસાઈટ ઉપર પણ મુકવામાં આવ્યું હતું. જેની પાસે NOC નહોતી. તેમાંથી અમે 191 હોસ્પિટલોને સીલ કરી છે અને તેમ છતાં ઘણી વખત નોટિસ આપવામાં આવી હતી. હાલ પણ તેઓ આ કામગીરી કરી નથી. તેથી આ સીલ કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. છેલ્લા બે દિવસમાં અમે 36 હોસ્પિટલ અને 4 કોમ્પ્લેક્સને સીલ કરી છે. આમાં પણ ફાયર સેફ્ટિની અપૂર્તિ સુવિધાને કારણે સીલ કરવામાં આવ્યું છે.

ઇમર્જન્સી ગેટ ન હોવાથી કરી સીલ

કેટલીક હોસ્પિટલોમાં ઇમર્જન્સી ગેટ ન હોવાથી તેને પણ સીલ કરવામાં આવી હતી. શહેરની બાકીની હોસ્પિટલોએ કુલ ફાયર સેફ્ટિ વસાવી લીધી છે. હજી પણ કેટલીક હોસ્પિટલો બાકી છે તેની કાર્યવાહી પણ ચાલુ જ છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.