ETV Bharat / city

ઉત્તરવહી સાથે છેડછાડ કરતા પહેલા ચેતી જજો ! નકર થશે આટલો મોટો દંડ

author img

By

Published : Jun 13, 2022, 4:59 PM IST

વીર નર્મદ સાઉથ ગુજરાત યુનિવર્સિટીમાં વિદ્યાર્થીઓએ ઉત્તરવહીના પાના ફાડ્યાની (VNSGU Answer Book Pages Torn) ઘટના સામે આવી છે. આ મામલે કુલ 22 જેટલા વિદ્યાર્થીઓએ કાપલી ફાડ્યા હતા. તે તમામ વિદ્યાર્થીઓને દંડ (Exam in VNSGU) સાથે તક શું આપવામાં આવી છે જૂઓ.

ઉત્તરવહી સાથે છેડછાડ કરતા ચેતી જજો ! નકર થશે આટલો મોટો દંડ
ઉત્તરવહી સાથે છેડછાડ કરતા ચેતી જજો ! નકર થશે આટલો મોટો દંડ

સુરત : વીર નર્મદ સાઉથ ગુજરાત યુનિવર્સિટીમાં વિદ્યાર્થીઓએ ઉત્તરવહીના પાના ફાડ્યાની (VNSGU Answer Book Pages Torn) ઘટના સામે આવતા ચકચાર મચી ગઈ હતી. આ મામલે યુનિવર્સિટી દ્વારા તપાસ દરમિયાન કુલ 22 જેટલા વિદ્યાર્થીઓએ ઉત્તરવાહી માંથી પાના કાપલી બનાવવા માટે ઉપયોગમાં લેવાયા હતા. જેમાં હાલ યુનિવર્સિટી દ્વારા આ તમામ વિદ્યાર્થીઓને દંડ પણ કરવામાં આવ્યો છે. તેમજ આ પરીક્ષા દરમિયાન ગેરરીતિ કરતા 90 ટકા વિદ્યાર્થીઓ બે મોબાઇલ લાવ્યા હતા અને 95 ટકા વિદ્યાર્થીઓ (Answer Sheet of VNSGU Exam) માઈક્રો ઝેરોક્ષ લાવ્યા હતા.

VNSGUમાં વિદ્યાર્થીઓએ ઉત્તરવહીના પાના ફાડયાની ઘટના સામે આવતા ખળભળાટ

આ પણ વાંચો : VNSGUમાં પરીક્ષા ફોર્મ ભરવા માટે થયું આ ડોક્યુમેન્ટ ફરજીયાત, જોવા મળી વિદ્યાર્થીઓમાં નારાજગી

પરીક્ષામાં વિદ્યાર્થીઓ ગેરરીતિ કરતા પકડાયા - યુનિવર્સિટીના ઓનલાઇન પરીક્ષામાં 177 જેટલા વિદ્યાર્થીઓ ગેરરીતિ (Exam Irregularities in VNSGU) કરતા પકડાયા હતા. જેમાં 90 ટકા વિદ્યાર્થીઓ બે મોબાઈલ લઈને આવ્યા હતા. જ્યારે 10 ટકા વિદ્યાર્થીઓ ડબલ સ્ક્રીન રાખીને ગેરરીતિ કરતા પકડાયા હતા. જોકે આ તમામ વિદ્યાર્થીઓને તેમના વિષય દીઠ 500 રૂપિયાનો દંડ કરવામાં આવ્યા છે. ઉલ્લેખનીય છે આ પ્રકારના વિદ્યાર્થીઓના કડક દંડ કરવાથી આવનારા સમયમાં અન્ય કોઈ આ પ્રકારની ગેરરીતિ ના કરી શકે.

આ પણ વાંચો : દીવાલ વિનાનું શિક્ષણ : વીર નર્મદ સાઉથ ગુજરાત યુનિવર્સિટીના વિદ્યાર્થીઓને મળશે અભ્યાસનો અનોખો માહોલ

કુલપતિનું નિવેદન - કુલપતિ ડો.કિશોરસિંહ ચાવડાએ વીર નર્મદ સાઉથ ગુજરાત યુનિવર્સિટીની બીજા સત્રની ઓફ લાઈન પરીક્ષામાં પેપર તપાસતી વખતે એમાં કેટલાક પેપરના પાના ફાટેલા એમ માલુમ પડ્યું હતું. એમાંથી જે વિદ્યાર્થીઓએ સુપરવાઇઝરને જાણ કરી હતી. એવા વિદ્યાર્થીઓને નિર્દોષ જાહેર કરવામાં આવ્યા હતા. તેમજ વિદ્યાર્થીઓના પરિણામમાં પ્રસિદ્ધિ કરવાની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે. એ જ સમય દરમિયાન 22 જેટલા વિદ્યાર્થીઓએ ઈરાદાપૂર્વક જાણ કરી નથી અને અંદર અલગ પ્રકારનું લખાણ મળી આવતા તે તમામ વિદ્યાર્થીઓને ફેક કમિટી દ્વારા યુનિવર્સિટીના નિયમ અનુસાર 500 રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો છે. આ તમામ વિદ્યાર્થીઓને જે તે વિષયમાં 0 માર્ક્સ મુકવામાં આવ્યા છે. હાલ જે જૂન માસના (Exam in VNSGU) અંતે લેવાનારી પરીક્ષામાં એક તક આપવામાં આવી છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.